________________
મતિજ્ઞાનલક્ષણ શ્રુતજ્ઞાન અને સાભિલાપ હોવા છતાં પણ સાભિલા૫ મતિજ્ઞાનમાં “શ્રતાનનુસારિ', એવા લક્ષણની અવ્યાપ્તિ થવાનો સંભવ નથી. પરિકમિત બુદ્ધિવાળા મનુષ્યના ઈહા, અપાય અને ધારણારૂપ મતિજ્ઞાનમાં સવિકલપકજ્ઞાનસામગ્રીથી જેમ ઘટાદિ પદાર્થ વિષય બને છે તેમ ઘટાદિ પદ પણ વિષય બની જાય છે. એટલે તથાવિધ મતિજ્ઞાનમાં સાભિલા૫પણને ( પદવિષયતામાના) કારણે શ્રુતાનુસારિતાની આશંકાને અવકાશ હતું પરંતુ આ સાભિલા૫ મતિજ્ઞાન પૂર્વે કહ્યા મુજબના અનુસંધાનપૂર્વકનું ન હોવાથી તે શ્રુતાનુસાર રહેતું નથી. એટલે તેમાં મતિજ્ઞાનના લક્ષણની અવ્યાપ્તિને પ્રસંગ રહેતો નથી. જે ધારણાત્મક અનુસંધાનથી શ્રુતજ્ઞાનને ઉદ્દભવ થાય છે તે ધારણાના પૂર્વકાળમાં “આ ઘટ છે” ઈત્યાદિ પ્રકારને અપાય પણ થવાને જ. આ અપાય જ્ઞાનમાં જેમ ઘટ વિષય છે તેમ “ઘટ” એવું નામ પણ વિષય બને છે. કારણ કે “આ ઘટ છે એવું અપાયજ્ઞાન થયા પછી “આ (પદાર્થ)નું નામ ઘટ છે કે નહિ એ સંશય કયારેય થતું નથી. એટલે જે અપાયમાં નામ પણ વિષય બની ચુકયું છે તે અપાયથી થનારા ધારણાત્મક ઉપયોગમાં “અમુક પદ અમુક અર્થનું વાચક છે” અથવા “અમુક અર્થ અમુક પદને વાચ્ય છે” આવા પ્રકારના પદ-પદાર્થના સંબંધનું ગ્રહણ પણ અવશ્ય હોય જ. એટલે આ પ્રકારની (પદ-પદાર્થસંબંધગ્રાહી) ધારણાથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન શ્રુતજ્ઞાનરૂપ જ હોવાથી તેને જ શ્રુતાનુસારિ ગણી શકાશે, નહિ કે સાભિલાપ મતિજ્ઞાનને.
[agyદર્થ કુર્મ ન મ યુગપુરિવા-તાત્પર્યાર્થ]. શ્રુતાનુસારિતાની ઉપરોક્ત રીતે વ્યાખ્યા કરવાથી સિદ્ધ થાય છે કે ધારણા વરૂપે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં હેતુ છે, નહિ કે મતિજ્ઞાનવરૂપે. એટલે નંદીસૂત્રમાં “મપુર કુ” એવા નિર્દેશથી સમગ્ર શ્રુતજ્ઞાનમાં મતિજ્ઞાનપૂર્વકત્વનું જે વિધાન છે તે સંગત થાય છે. તેમજ “ર મરું સુપુત્રા” આવા નિર્દેશથી મતિવસામાનાધિકરયેન અર્થાત્ સમગ્ર મતિજ્ઞાનમાં નહિ પણ કેટલાક મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાનપૂર્વકત્વને નિષેધ પણ સંગત થાય છે. આશય એ છે કે બધું જ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ હોતું નથી, એટલે “મપુર સુલ” એ વાક્યને “સંપૂર્ણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે” એ અર્થ કરવામાં આવે છે તે સંગત થાય નહિ. કારણ કે શ્રુતજ્ઞાનજનકતાવચ્છેદક મતિજ્ઞાનત્વ નથી કિંતુ ધારણાત્મકત્વ છે. એટલે જે મતિજ્ઞાન ધારણાત્મક હોય તેનાથી સમગ્ર શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે એવો અર્થ કરીએ તે સંગતિ થાય. બીજીબાજુ શ્રુતનિશ્રિતમતિજ્ઞાનમાં શ્રુતપૂર્વકત્વ વિદ્યમાન હોવાથી “ન જ સુપુલ્વિયા” એ સૂત્રને જે એવો અર્થ કરવામાં આવે કે કઈ પણ મતિજ્ઞાન શ્રુતપૂર્વક હેતું નથી–તે આ નિષેધ સંગત ન થાય. શ્રુતપૂર્વકત્વના નિષેધને અન્વય મતિવાવ છેદન અર્થાત્ સંપૂર્ણ મતિજ્ઞાનમાં કરવાને બદલે મતિ–સામાનાધિકરણ્યન અર્થાત્ અમુક અમુક મતિજ્ઞાનમાં (અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનમાં) કરીએ તે જ તે સંગત થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org