SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ તેમની વાણીમાં કઈ પણ જાતને વ્યાકરણને દોષ હોતું નથી, અત્યંત મધુર હોય છે. સૌથી મટે ગુણ તે એ છે કે ભગવાન તત્ત્વભૂત અર્થના ઉપદેશક હોય છે. તત્વભૂત અર્થને ઉપદેશ એટલે વસ્તુ જેવી હોય તેનાથી જરાપણ વિપરીત ન હોય એવો ઉપદેશ. અથવા તત્વભૂત અર્થને ઉપદેશ એટલે જીવનું સમગ્રપણે હિત કરનારા તાવિક અર્થોમાં પ્રવૃત્તિ કરાવનાર ઉપદેશ. આ રીતે “તત્ત્વાથદેશિનસ્' આ વિશેષણથી ગ્રંથકારે પરમાત્માને વચનાતિશય પ્રગટ કર્યો. આ વચનાતિશય કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) પ્રગટ થયા વિના હોય જ નહિ. એટલે મંગળાચરણમાં જ્ઞાનાતિશયન શબ્દતઃ નિદેશ ન હોવા છતાં કાર્ય મુખે (અર્થાત્ વચનાતિશય રૂપ કાર્ય પ્રગટ કરવા દ્વારા તેનું સૂચન કરેલું છે તે સમજી શકાય છે. અથવા કારણમુખે પણ જ્ઞાનાતિશયનું સૂચન વીર' શબ્દથી જાણવું. કર્મ-રાગ-દ્વેષ–મેહ વગેરે આંતર શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરનાર તે સાચા વીર છે. વીતરાગતા પ્રગટ થયા વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ અશક્ય છે. એટલે વીતરાગતા સૂચક વીર શબ્દથી કારણુમુખે જ્ઞાનાતિશયનું સૂચન થઈ જાય છે. તેમજ વીર” શબ્દથી વીતરાગતા અર્થાત્ અપાયા પગમ અતિશયનું સાક્ષાત્ સૂચન થાય છે. અપાય એટલે રાગાદિ શત્રુ તેને અપગમ એટલે સંપૂર્ણ નાશ તેનું નામ “અપાયા પગમ” અતિશય. - મંગળ શ્લોકના પૂર્વાર્ધમાં ઈષ્ટદેવનું ચાર અતિશય વડે સ્મરણ-વંદન કરીને ઉત્તરાર્ધમાં ગ્રંથને અભિધેયનું સૂચન કરે છે. જૈન શાસ્ત્રો સમુદ્ર જેવા છે. નીસૂત્ર, વિશેષાવશ્યક વગેરે શાસ્ત્ર ગ્રંથમાં અત્યંત વિસ્તારથી મતિ આદિ પાંચ જ્ઞાનનું વર્ણન કરાયેલું છે. સમુદ્ર જેવા એ શાસ્ત્રોમાંથી, ગ્રંથકાર કહે છે કે મારા વડે ફક્ત બિંદુપ્રમાણું એટલે કે ઘણું સંક્ષેપથી જ્ઞાનતત્વનું વર્ણન ઉદ્દધૃત કરાય છે. આ રીતે પોતાના જ્ઞાનબિંદુ ગ્રંથને સમુદ્ર રૂપી જન શાસ્ત્રો સાથે અવયવ-અવયવી ભાવ પ્રગટ કરીને ગ્રંથકારે પોતાના ગ્રંથનું પ્રામાણ્ય દવનિત કર્યું છે અને સાથે સાથે પોતે આપમતિથી આ ગ્રંથ બનાવતા નથી એ પણ જાહેર કરે છે. કારણ કે જન સંપ્રદાયમાં આપમતિને સ્થાન નથી. ગ્રંથકાર જ્ઞાનબિંદુને જે ઉદ્ધાર કરી રહ્યા છે તે મનફાવતી રીતે નથી કરી રહ્યા. પિતાને ફાવતું હોય એટલું લે અને બાકીનું છોડી દે તેવું આમાં નથી. “સમ્યફ પદથી તેઓ સૂચવી રહ્યા છે કે આ ઉદ્ધાર ભલે બિંદુ જેવો હોય પરંતુ તેમાં શાસ્ત્રોના સમગ્ર સારના પ્રતિબિંબની ઝાંખી થયા વિના રહેશે નહિ. માટે જ એને “બિંદુ' નામ આપ્યું છે. ઝાકળના બિન્દુમાં જેમ આસપાસની સમગ્ર સૃષ્ટિ પ્રતિબિંબિત થયેલી દેખી શકાય તેવી રીતે આ જ્ઞાનબિન્દુમાં પૂર્વાચાર્યો વર્ણિત જ્ઞાનતત્ત્વને સાર પણ પ્રતિબિંબિત થયેલ જોઈ શકાય છે. પ્રશ્નઃ ઉદ્ધાર એટલે શું? ઉત્તરઃ સામાન્ય રીતે મહાને દ્રવ્યરાશિમાંથી કેટલાક અંશે અલગ પાડવા તેને ઉદ્ધાર કહેવાય છે. અહીં એના કરતાં કંક જુદો અર્થ છે. જ્ઞાનતત્વ સંબંધી શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy