________________
૧૧૪
જ્ઞાનબિંદુ चरमज्ञानस्य हेतुत्वकल्पने महागौरवात् , पूर्वशक्तिनाश इव चरमशक्तिनाशेऽपि' पण्डमूलाज्ञानानुवृत्त्यापत्यनुद्धाराच्चेति न किश्चिदेतत् ।
(८७) एतेन जागरादिभ्रमेण स्वप्नादिभ्रमतिरोधानमात्रं क्रियते सर्पभ्रमेण रज्ज्वा धाराभ्रमतिरोधानवत् , अज्ञाननिवृत्तिस्तु ब्रह्मात्मैक्यविज्ञानादेव इत्यपि निरस्तम् । एवं सति ज्ञानस्याज्ञाननिवर्तकतायां प्रमाणानुपलब्धे स्तन्निवृत्तिमूलमोक्षानाश्वासात् । હેવાથી વારંવાર સ્વપ્ન વગેરે અધ્યાસની ઉત્પત્તિ થઈ શકશે. તથા સકળ શક્તિમાન મૂલાજ્ઞાનની જ્યારે ચરમવૃત્તિથી નિવૃત્તિ થશે ત્યારે પ્રપંચસર્જક અન્ય કોઈ કારણ બાકી ન હોવાથી અને પ્રપંચસર્જક દ્વિતીય અજ્ઞાન પણ ન હોવાથી પ્રપંચની પુનરુપત્તિ થવાને અવકાશ જ નથી,
ઉત્તરપક્ષ તમારાને તમારા ગ્રંથના અતિઅભ્યાસથી તમને જે સંસ્કારો ઉભા થયા છે તેનું આ બધું પરિણામ છે. અર્થાત્ મધ્યસ્થ પુરુષને વિશ્વાસ ઉત્પન્ન કરે એવું નથી. કારણ કે અહીં વિનિગમના વિરહ અને મહાગૌરવ વગેરે અનેક દોષે છે. તે આ રીતે કે ચરમજ્ઞાનથી જો તમે મૂલાજ્ઞાનને નાશ માનશે તો ચરમક્ષણને જ મૂલાજ્ઞાનનાશક કેમ ન માનવી? આ વિનિગમનાવિરહ થશે. તથા સ્વપ્ન આદિ અધ્યાસ ઉત્પાદક સકળ શક્તિઓના કમશઃ ઉત્પન થનારા અનંત કાર્યોને એક સાથે ઉત્પન્ન થતા રોકવા માટે તમારે એવી કલ્પના કરવી પડશે. કે ઉત્તરોત્તર શક્તિથી ઉત્પન્ન થનારા અનંત કાર્યો પ્રત્યે અનંત પૂર્વ પૂર્વ શક્તિ પ્રતિબંધક છે. તદુપરાંત, ચરમશક્તિજ કાર્યમાં ચરમ શક્તિને અને તેના નાશમાં ચરમજ્ઞાનને હેતુ માનવાની કલપના પણ નવી કરવી પડશે, જેમાં સ્પષ્ટ ગૌરવ છે. તદુપરાંત, પૂર્વ પૂર્વ શક્તિને નાશ થવા છતાં પણ જેમ તત્ તત્ શક્તિવાળા અજ્ઞાનને નાશ થતો નથી તેમ ચરમશક્તિને નાશ થયા પછી પણ નામ પુરુષની જેમ સર્વશક્તિશૂન્ય અજ્ઞાનને નાશ નહિ થાય, અર્થાત્ એનું અસ્તિત્વ ટકી રહેશે તે પણ એક આપત્તિ છે, જેને તમારાથી બચાવ થઈ શકે તેમ નથી.
[ ભ્રમથી બ્રમનો તિભાવ અવિશ્વસનીય ] (૮૭) અનેક શક્તિપક્ષમાં લાગતા દોષેના જેવા જ દોષથી તિરોભાવપક્ષ પણ ખંડિત થઈ જાય છે. તિરોભાવવાદી એમ કહે છે કે જાગૃતિકાલીન જ્ઞાન એ પ્રમાત્મક નહિ પરંતુ ભ્રમરૂપ જ છે. અને એનાથી સ્વપ્નકાલીન ભ્રમ અમુક કાળ માટે તિરોભૂત અર્થાત્ ગુપ્ત બની જાય છે. દાત. :- રજજુમાં “આ રજજુ છે આ રજજુ છે' એવું ધારાવાહી ભ્રમાત્મક જ્ઞાન સપના ભ્રમથી તિરોભૂત થઈ જાય છે. તાત્પર્ય, જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી, કિન્તુ જીવ અને બ્રહ્મ બન્નેમાં અદ્વૈતપના વિજ્ઞાનથી १ शेऽपि मूलाज्ञानानुवृत्तिप्रसङ्गाच्चेति त, शेऽपि मूला मु । वेदान्तकालता-पृट ११६ तः दृषव्यम् ।
२. तन्निवर्त्तकज्ञानानाश्वासात् त ।
* પૂવે કહ્યું છે તેમ રજમાં રજજુનું જ્ઞાન પણ અદૈતવાદી મત ભ્રમીત્મક જ છે. એક માત્ર બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાન એ જ પ્રમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org