SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા 2016 बाधकाभावात् , परमार्थनिरूपितधर्मस्य व्यावहारिके व्यावहारिकत्ववद् व्यावहारिकनिरूपितस्य धर्मस्य पारमार्थिक पारमार्थिकताया अपि न्यायप्राप्तत्वात् । 'सत्ताधुपलक्षणभेदेऽपि उपलक्ष्यमेकमेवेति न दोष' इति चेत् ? विषयतायामपि एप न्यायः । एवञ्च अनन्तधर्मात्मकधर्म्यभेदेऽपि ब्रह्मणि कौटस्थ्य द्रव्यार्थादेशात् अव्याहतमेव । तथा च अन्यूनानतिरिक्तधर्मात्म द्रव्यस्वभावलाभलक्षणमोक्षगुणेन भगवन्त तुष्टाव स्तुतिकारः " भवबीजमनन्तमुज्झितं विमलज्ञानमनन्तमर्जितम् । न च हीनकलोऽसि नाधिकः समतां चाप्यनिवृत्त्य वत्तसे ॥ (द्वा० ४।२९) इति । . હારિક સત્તા છે અને ઘનિષ્ઠવિષયતામાં પણ વ્યાવહારિક સત્તા છે. જ્યારે બ્રહામાં પારમાર્થિક સત્તા છે અને તેમાં રહેલી વિષયતા કાપનિક સત્તાવાળી છે. આ રીતે વિષયતામાં એકૃખું વૈષમ્ય હોવાથી કેઈ જડતાની આપત્તિને દેષ નથી. [ બ્રહ્મમાં પારમાર્થિક વિષયતાની પ્રક્તિ ] ઉત્તરપક્ષ –પૂર્વપક્ષીની આ વાત પણ બરાબર નથી. કારણ કે બ્રહ્મમાં જે પારમાર્થિક સત્તાને સ્વીકાર કરવામાં વધે ન હોય તો પછી બ્રહ્મમાં પારમાર્થિક વિષયતા માનવામાં પણ કઈ વાંધો ન હોવાથી કાપનિક વિષયતા માનવાની જરૂર નથી. તથા એક વાત તે તદન ન્યાયપૂર્ણ છે કે પરમાર્થરૂપ બ્રહ્મથી નિરૂપિત વિષયિતારૂપ ધર્મનું આધારભૂત વૃત્તિરૂપ જ્ઞાન વ્યાવહારિક પદાર્થરૂપ હોવાથી, એમાં રહેલી બ્રહ્મવિષયતાને પણ જે વ્યાવહારિક માનીએ; તે પછી, જ્ઞાનરૂપ વ્યાવહારિક પદાર્થથી નિરૂપિત વિષયતારૂપ ધર્મને આધારભૂત બ્રહ્મપદાર્થ પારમાર્થિક હેવાથી એમાં રહેલી જ્ઞાનનિરૂપિત વિષયતા પણ પારમાર્થિક જ માનવી જોઈએ નહીં કે કાલ્પનિક (જેમ વધ્યાપુત્ર કાલ્પનિક છે તે એમાં રહેલું મનુષ્યત્વ પણ કાલ્પનિક છે, અને દશરથપુત્ર વાસ્તવિક છે તે તેમાં રહેલું મનુષ્યત્વ પણ વાસ્તવિક મનાય છે.) જે એમ કહો કે “સત્ત્વ, ચિત્વ વગેરે ઉપલક્ષણે બ્રહ્મમાં ભિન્ન ભિન્ન હોવા છતાં ઉપલક્ષ્ય બ્રહ્મ પદાર્થ એકને એક જ રહે છે તો એની સામે એમ પણ કહી શકાય છે કે વિષયતા પણ બ્રહ્મમાં સત્તા વગેરેની જેમ ઉપલક્ષણ રૂપ જ માની લઈને બ્રહ્માને એક માની શકાય છે તે પછી વિષયતાને કાલ્પનિક માનવાની શું જરુર? ઉપરોક્ત રીતે ઉત્પત્તિ-વિનાશશીલ ધર્મો અનંત હોય તે પણ અનેતધર્માત્મક ધર્મિ એક હોઈ શકે છે અર્થાત્ એક ઘમિને ઉત્પત્તિ-વિનાશશીલ અનંતધર્મોથી અભિન્ન માનીએ તે પણ બ્રહ્મરૂપ ધર્મિનું કુટસ્થપણું દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકાય છે, પછી બ્રહ્મનિષ્ઠ વિષયત્વાદિ ધર્મોને કાલ્પનિક માનવાની શી જરૂર ?! સ્તુતિકારશ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાએ પણ બત્રીશી નામના સ્તુતિ ગ્રંથમાં, જે મોક્ષગુણને આગળ કરીને ભગવાનની સ્તુતિ કરી છે તે મોક્ષને અન્યૂન–અનતિરિક્ત ધર્માત્મદ્રવ્યસ્વભાવલાભ રૂપ કહ્યો છે. (અર્થાત્ મુક્તાત્મામાં જેટલા ધર્મો હોવા જોઈએ એમને એક પણ ઓછો નહિ અને જે ધર્મો ન હોવા જોઈએ તેમને એક પણ વધારાને નહિ એવા અન્યૂન-અનતિરિક્ત અનઃ ધર્માત્મક જે આત્મદ્રવ્યને १. त्ववत् तन्निरूपितस्य तस्य पार त । २. वेति चेत् विषय त । ३. कौटस्थ्यमव्याहतमेव त। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy