SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ રર રર રરરર રરરર રરરર રરરર (શ્રવBqQસમઝ કર કર કર કર ર ર રર ચારે તરફ કાંટાની વાડ હોય, તે ગ્રામ કહેવાય, તે ગ્રામમાં, જે લોખંડ, તાંબુ વિગેરે ધાતુઓની ઉત્પત્તિના સ્થાનક હોય તે આકર એટલે ખાણ કહેવાય, તે ખાણોમાં; (નળR-) જયાં કર ન લેવાતો હોય, અને જે સડક કિલ્લો વિગેરે વડે યુક્ત હોય તે નગર કહેવાય, તે નગરોમાં; (s) જેની ચારે તરફ ધૂળનો ગઢ હોય તે ખેટ ગહેવાય, તે ખેટોમાં, (US) જે ખરાબ નગર હોય તે કર્બટ કહેવ.વ, તે કબૂટોમાં, (મંડા) જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મડંબ કહેવાય, તે મડબોમાં, (વાયુ) જે જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ બન્ને માર્ગો વડે યુક્ત હોય તે દ્રોણમુખ કહેવાય, તે દ્રોણમુખોમાં; (દૃVI-SSમ) જે જળમાર્ગ અને સ્થલમાર્ગમાંથી કોઈ પણ એક માર્ગ વડે યુક્ત હોય તે પત્તન કહેવાય, તે પત્તનોમાં; જે તીર્થસ્થાન હોય અથવા તાપસોમાં સ્થાન હોય તે આશ્રમ કહેવાય, તે આશ્રમોમાં; (વાહ-) ખેડૂતો સપાટ ભૂમિમાં ખેડ કરીને જે દુર્ગભૂમિમાં એટલે બીજાઓ મુશ્કેલીથી જઈ શકે એવા જે ભૂમિમાં ધાન્યને રક્ષા માટે સ્થાપે છે તે સંવાહ કહેવાય, તે સંવાહોમાં; (નવસેકુ) સાર્થવાહનો, કાફલો, સંઘ અને લશ્કર વિગેરેને ઉતરવાના સ્થાનકને સન્નિવેશ કહેવાય, તે સન્નિવેશોમાં; આ પ્રમાણે -ગ્રામ-નગરાદિમાં દાટેલાં મહાનિધાનોને લઇને તિર્ય જુંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ગ્રામ વિગેરેમાં કયે કયે ઠેકાણે દાટેલાં મહાનિધાનોને લઈને સિદ્ધાર્થરાજાના ભુવનમાં મૂકે છે? તે કહે છે- (સંપSતુ વા) શિંગોડા નામના ફળને આકારે જે ત્રણ ખુણિયું સ્થાન હોય તે શૃંગાટક કહેવાય, તે શૃંગાટકોમાં; ( તિસુવા) જયાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, તે ત્રિકોમાં; ( વ સુવા) જયાં ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક કહેવાય, તે ચતુષ્કોમાં; (વવકેતુ વા) જ્યાં ઘણા રસ્તા મળતા હોય તે ચત્ર કહેવાય, તે ચત્રોમાં; (વા) ચાર દરવાજાવાળા દેવમંદિર વિગેરેમાં, (મહાપણુ વા) રાજમાર્ગોમાં, (અમદાળસુ વા) જ્યાં પહેલાં ગ્રામ વસેલા હોય, પણ પછી ઉજ્જડ-વસ્તી વગરનાં થઈ ગયાં હોય એવાં ગ્રામસ્થાનોમાં; (ન.REસુવા) જ્યાં પહેલાં નગર વસેલાં હોય, પણ પછી ઉજ્જડ થઈ ગયાં હોય એવાં નગરસ્થાનોમાં; (Tમનિમો વા) ગામમાંથી પાણી નિકળવાના જે માર્ગો તે ગ્રામનિર્ધન કહેવાય, તે ગ્રામનિર્ધનોમાં, એટલે ગામની ખાળોમાં; (ન+નિમણુ વા) નગરની ખાળોમાં, (બાવીસુ વા), દુકાનોમાં, (વેવસુ વા) યક્ષ વિગેરે દેવોના મંદિરોમાં, (સમાસુ વા) માણસોમાં બેસવાનાં સ્થાનોમાં, અથવા જ્યાં મુસાફરો આવીને રસોઈ પકાવે તે સ્થાનોમાં; (પવીવ) પાણીની પરબોમાં, (મેસુવા) જ્યાં કેળ વિગેરે રમણીય વૃક્ષો રોપેલાં હોય, અને સ્ત્રી-પુરુષો રમત-ગમ્મત કરવાને આવતાં હોય તે આરામ એટલે બગીચો કહેવાય, તે બગીચાઓમાં; (Mી વા) જ્યાં પુષ્પો અને ફળોથી શોભી રહેલાં ઘણાં વૃક્ષો હોય, જેમાં ક્રીડા કરવાને પુષ્પલતાઓનાં ઘર બનાવ્યાં હોય, જેની અંદર ગરમીની મોસમમાં આવીને સ્ત્રી-પુરુષો ક્રીડા કરતાં હોય, ઉત્સવાદિમાં ઉજાણી કાઢીને ઘણાં માણસો જેનો ઉપભોગ કરતાં હોય, તથા જે નગરની નજીકમાં હોય તે ઉદ્યાન કહેવાય, તે ઉદ્યાનોમાં; (વજુ વા) જ્યાં એક જ જાતનાં પુષ્કળ વૃક્ષોનો સમુદાય હોય તે વનોમાં, (વUTHડે, વા) જ્યાં અનેક જાતનાં ઉત્તમ વૃક્ષોનો સમુદાય હોય તે વનખંડોમાં, (સુHIM-) શ્મશાનોમાં; (સુના IR-) શૂન્ય ઘરોમાં; (fere૨) પર્વતોની ગુફાઓમાં; (નંતિ-) શાંતિગૃહોમાં એટલે શાંતિકર્મનાં સ્થાનોમાં-જ્યાં શાંતિસાધક ક્રિયાઓ થાય તે સ્થાનોમાં; (સેનો-વIM-) પર્વત ખોદીને જે ઘર બનાવ્યાં હોય તે શૈલગૃહોમાં રાજસભાના સ્થાનોમાં (મવMfહેસુવા) અને કુટુંબીઓને નિવાસ કરવાનાં સ્થાનોમાં. આ પ્રમાણે ભિન્ન-ભિન્ન ઠેકાણે કંજૂસ માણસોએ પહેલાં જે મહાનિધાન (ન્જિવિરવાડું વિન્તિ ) દાટેલાં છે (તાડું) તે મહાનિધાનોને લઇને શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્થન્ જૈભક દેવો (સિદ્ધરાવમifસ સાહન્તિ) સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. ૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy