SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અરરરસ્ટજીવટપૂરફૂગની કફ अतितप्तं पानीयं सगोमयं गडुलमौषधेन युतम्। यः पिबति सोऽपि नियतं म्रियतेऽतीसाररोगेण ॥२३॥" “જે મનુષ્યને સ્વપ્નમાં પોતાની શય્યા અને પગરખાનું હરણ થાય તેની સ્ત્રી મરણ પામે, અને પોતાને શરીરે સખ્ત પીડા ભોગવે ૧૯. જે મનુષ્ય સ્વપ્નમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્યને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોના મહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોના મહોર મેળવે ૨૦. જે મનુષ્ય સ્વપ્નમાં બારણાની ભોગળનો, શવ્યા એટલે પલંગનો, હિંડોળાનો, પગરખાંનો, તથા ઘરનો ભંગ એટલે ભાંગી જવું દેખે તેની સ્ત્રીનો નાથ થાય ૨૧. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય નિમિત્ત વિના પણ અચાનક ઘણું ધન મેળવે .૨૨ જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું અને ઓસડ વડે યુક્ત પાણી પીવે છે તે નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે ૨૩.” રવસ્થતિમાથા, યાત્રાસ્નાનો-પર-પૂનાવીના વિદ્યાતિ ને તારા મત સર્વત વૃદ્ધ + ૨૪ स्वप्ने हृदयसरस्या, यस्य प्रादुर्भवन्ति पद्मानि ।कुष्ठविनष्टशरीरो, यमवसन्ति च यातिं स त्वरितम् ॥२५॥ आज्यं प्राज्यं स्वप्ने, यो विन्दति वीक्ष्यते यशस्तस्य। तस्याऽभ्यवहरणं वा, क्षीरान्नेनैव सह शस्तम् ॥२६॥ हसने शोचनमचिरात्, प्रवर्तत ननिऽपिवध-बन्धौ। पठने कलहश्च नृणा - मेतत् प्राज्ञेन विज्ञेयम् ॥२७॥ कृष्णं कृत्स्नमशस्तं, मुक्त्वा गो-वाजि-राज-गज-देवान् । सकलं शुक्लं च शुभं, त्यक्त्वा कर्पास-लवणादीन् ॥२८॥" જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, પખાળ કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ ઢોકે અને પ્રતિમાની પૂજા વિગેરે કરે, તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. ૨૪ જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમળો ઉગે છે તે મનુષ્ય કોઢ રોગથી નષ્ટ શરીર વાળો થઈ જલદી યમને ઘેર પહોંચે છે, એટલે મરણને શરણ થાય છે.૨૫ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેનો યશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે. ર૬. જે મનુષ્ય સ્વપ્નમાં હસે છે તેમને છોડા જ વખતમાં શોક પ્રવર્તે છે, નાચે તો વધ અને બંધન થાય, ભણે તો ક્લેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું. ર૭. ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ, એટલા સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુઓ જો સ્વપ્નમાં દેખે તો તે સ્વપ્ન અશુભ સમજવું. વળી કપાસ અને લવણાદિ સિવાયની બાકીની સઘળી સફેદ વસ્તુઓ જો સ્વપ્નમાં દેખે તો તે સ્વપ્ન શુભકર સમજવું ૨૮.” જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ગાય, બળદ, મહેલ કે પર્વત ઉપર ચડેલો પોતાને દેખે તો તે મોટાઈ પામે. શરીરે વિઝાવિલેપન દેખે તો નિરોગી થાય. સ્વપ્નમાં રૂદન કરે તો હર્ષની પ્રાપ્તિ થાય. સ્વપ્નમાં રાજા, હાથી, ઘોડો, સુવર્ણ બળદ, ગાય કે કુટુંબ દેખે તો કુળની વૃદ્ધિ થાય. સ્વપ્નમાં મહેલ ઉપર ચડીને પોતાને ભોજન કરતો દેખે, અથવા સમુદ્ર તરતો દેખે તો તે નીચકુળમાં જન્મ્યો હોય તો પણ રાજા થાય. સ્વપ્નમાં દીવો, માંસ, ફળ, કન્યા, કમળ, છત્ર, કે ધ્વજા દેખે તો જય પામે. સ્વપ્નમાં પોતાના ઇષ્ટદેવની પ્રતિમા દેખે તો આયુષ્ય વધે, તેમજ કીર્તિયશ અને ધનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy