SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મમમમ શ્રીવલ્પસૂત્ર રહેલા છે. તે મંદિરના મધ્યમાગમાં અઢી સો ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય શય્યા છે. હવે તે મુખ્ય કમળની ચારે તરફ ફરતા, વલયના આકારવાળા એટલે ગોળ આકારવાળા, લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા, તથા મુખ્ય કમળના પ્રમાણથી અરધા લાંબા પહોળા અને ઉંચા, એવા એક સો આઠ કમળ છે. એવી રીતે સઘળા વલયોમાં અનુક્રમે અરધું અરધું પ્રમાણ સમજવું ૧. હવે બીજા વલયમાં વાયવ્ય ઈશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર કમળ છે, પૂર્વ દિશામાં ચાર મહર્દિક દેવીઓનાં ચાર કમળ છે. આગ્નેયી દિશામાં અત્યંતર પર્ષદાનાં ગુરુ સ્થાનીય દેવોનાં આઠ હજાર કમળ છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમળ છે. નૈઋત્ય દિશામાં બાહ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા દેવાના બાર હજાર કમળ છે અને પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાળા, પાડા, ગંધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકોના સાત કમળ છે ૨. ત્યાર પછી ત્રિજા વલયમાં સોળહજાર અંગરક્ષક દેવોને વસવાનાં સોળ હજાર કમળ છે ૩. ચોથા વલયમાં બત્રીશ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાનાં બન્નીશ લાખ કમળ છે ૪. પાંચમા વલયમાં ચાલીશ લાખ મધ્યમ આભિયોગિક દેવોને વસવાનાં ચાળીસ લાખ કમળ છે પ. છઠ્ઠા વલયમાં અડતાલીશ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમળ છે ૬. એવી રીતે મુખ્ય કમળની સાથે ગણતાં સઘળાં મળીને-એક કરોડ, વીસ લાખ, પચાસ હજાર, એકસો વીસ કમળ થયા. આવા પ્રકારના કમળો વડે પરિવરેલું જે મૂળ કમળરૂપી મનોહર સ્થાન તે ઉ૫૨ લક્ષ્મીદેવી રહેલી છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે?-(પસત્યવં) મનને રમણીય લાગે એવા સ્વરૂપ વાળી, (સુપદ્ધિબળા રુમ્મસરિસોવમાળવતળ) સમ્યક્ પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય બે કાચબા સદેશ ઉપભાવવાળા છે બે પગ જેના એવી, ( બઘુન્નાપીબ-ડ્વ મંસત-નય-તળુ-તંવનિદ્ધનö) અતિશય ઉંચા, બારીક, લાલ રંગના, અને ચીકાશયુક્ત નખવાળી, ( મલપતાસનુમાન પણ ગેમનવગુલ્લિં) કમળનાં પાદડાં જેવા સુકોમલ હાથ અને પગવાળી, તથા સુકોમલ અને શ્રેષ્ઠ આંગળીઓ વાળી, (વિંવાવવદાળુપુળ્વનü) કુરુવિંદાવર્ત નામનું આભરણ વિશેષ, અથવા આવર્ત વિશેષ, તેણે કરીને શોભી રહેલી, ગોળ આકારની, અને અનુક્રમે પહેલાં પાતળી પછી જાડી, એવા પ્રકારની પગની પીંડીઓવાળી, (નિગૂઢ નાણુ) ગુપ્ત ઢીંચણવાળી, (ગદ્યવરfનુંપીવો ) ઉત્તમ હાથીની સૂઢ જેવી પુષ્ટ સાથળવાળી, (વામી મેનાનુત્ત-ત-વિદ્યિળસોબિવક) સુવર્ણમય કંદોરાયુક્ત છે રમણીય અને વિસ્તીર્ણ કમ્મરનો ભાગ જેનો એવી, (નાં નળમમનભાવવ-૭-મમ · અંહિ૬-તુનબ-ફl-GSF-સુમાતમઽબમળિયોમાર્ં) ઘૂંટેલું અંજન, ભમરા અને ઘટાટોપ બનેલા મેઘ જેવી શ્યામ, સીધી, સપાટ, આંતરા રહિત, બારીક, સુન્દર, વિલાસે કરી મનોરમ, શિરીષ પુષ્પ વિગેરે સુકોમળ પદાર્થો કરતાં પણ વધારે સુકોમલ, અને રમણીય છે રોમની પંક્તિ જેની એવી, (નામીમંડળમુન્વત વિસાત પક્ષત્યનવળ) નાભીમંડલ વડે સુન્દ૨, વિશાળ અને સારા લક્ષણોયુક્ત છે જઘન એટલે કમ્મરની નીચેનો અગાડીનો ભાગ જેનો એવી, (વદ્યત્તમાડુબ પસત્યતિવત્તિયમાં) મુઠીમાં આવી જાય એવું અને ૨મણીય ત્રિવલિયુક્ત છે ઉદર જેનું એવી, (નાળામળિ-વળા વળવિમલમાતવગિઝમાળ મૂસળવિાગમનુવંîિ) ચંદ્રકાંતાદિ વિવિધ પ્રકારની મણિઓ, સુવર્ણ, વૈડૂર્યાદિ ભિન્ન-ભિન્ન જાતનાં રત્નો, તથા નિર્મલ અને ઊંચી જાતનું લાલ સુવર્ણ, તેઓના આભરણો અને આભૂષણો. તે આભરણો અને આભૂષણો વડે શોભી રહ્યા છે મસ્તક પ્રમુખ અંગો અને અંગુલિ ૧. મસ્તક, કંઠ, હાથ વિગેરે અંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને આભરણ કહે છે. ૨. આંગળો વિગેરે ઉપાંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને આભૂષણ કહે છે. 50 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy