SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ન શ્રીવલ્પસૂત્રમ્ શેઠ તે તાપસને પોતાને હાથે પીરસી જમાડતો હતો, તે વખતે તાપસ ભોજન કરતાં કરતાં ‘મેં તારું નાક કાપ્યું!' એમ સૂચવવા માટે આંગળી વડે પોતાના નાકને સ્પર્શ કરતો ચેષ્ટા કરવા લાગ્યો!. શેઠે વિચાર્યું કે-‘મેં પહેલેથી દીક્ષા લીધી હોત તો મને આવો પરાભવ સહન કરવો ન પડત'. એમ વિચારી ઘેરે આવી તેણે એક હજારને આઠ વણિકપુત્રો સાથે શ્રીમુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે દ્વાદશાંગી ભણી, બાર વરસ સુધી ચારિત્ર પાળી, છેવટે અણશણ કરી, કાળે કરીને તે કાર્તિકશેઠનો જીવ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. બૈરિક તાપસ પણ અજ્ઞાન કષ્ટ કરી મરણ પામીને તેનું વાહન ઐરાવણ હાથી થયો. હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે-‘હું પૂર્વભવમાં બૈરિક તાપસ હતો, અને કાર્તિક શેઠ ઇન્દ્ર થયો છે.’ એમ જાણી નાસવા લાગ્યો, ત્યારે ઇન્દ્ર તેને પકડીને તેના મસ્તક પર ચડી બેઠો. હાથીએ ઇન્દ્રને ડરાવવા પોતાનાં બે રૂપ કર્યાં, ત્યારે ઇન્દ્રે પણ પોતાનાં બે રૂપ કર્યાં. પછી હાથીએ પોતાનાં ચાર રૂપ કર્યાં, ત્યારે ઇન્દ્રે પણ પોતાનાં ચાર રૂપ કર્યાં, એવી રીતે તે જેમ જેમ પોતાનાં રૂપ વધારતો ગયો તેમ તેમ ઇન્દ્ર પણ પોતાનાં રૂપ વધારતો ગયો. પછી ઇન્દ્રે જ્યારે અવધિજ્ઞાનથી તે હાથીનું સ્વરૂપ જાણ્યું ત્યારે તેને તર્જના કરવાથી, હાથીએ તે પોતાનું મૂળરૂપ કર્યું. ઇતિ કાર્તિક શેઠની કથા. વળી તે સૌધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે सहस्तक्क् मघवं पागसासणे दाहिणढ लोगोहिवई एरावणावाहणे सुरिंदे बत्तीसविमाणसय सहस्साहिवई अरयंबरवत्थधरे आलईअमाल - मउडे नवहेमचारुचित्तचंचलकुंडलविलिहिज्जमा णग्गले महड्डिए महजुइए महब्बले महायसे महाणुभावे महासुक्खे भासुरबोंदी पलंबवणमालधरे सोहम्मे कप्पे सोहम्मवडिंस विमाणे सुहम्माए सभाए सक्कंसि सीहासणंसि । (HFHવવવે) હજાર લોચન વાળો, ઇન્દ્રને પાંચસો દેવો મંત્રી છે, તે પાંચસો મંત્રીઓની હજાર આંખ ઇન્દ્રનું જ કાર્ય કરવા વાળી છે, તેથી તેનું વિશેષણ સહસ્રાક્ષ છે, (મઘવં) મહા મેધો જેને વશ છે, અથવા મધ નામના દેવવિશેષ જેને વશ છે એવો, (પાસાસને) પાક નામના અસુરને શિક્ષા કરનારો, (વાળિજ્જનોનો િવર્ડ) મેરુની દક્ષિણે રહેલા લોકાર્બનો સ્વામી, (RIવળાવાળું) ઐરાવણ હાથીના વાહનવાળો, (સુŘિતે) દેવોને આનંદ આપનાર, (વત્તીસવિમાણસવ સહHાહિવર્ડ ) બત્રીશ લાખ વિમાનોનો અધિપતિ, (વંદ્વવત્થરે) રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, (બાલમપ્રમત્તા-મડે), યથાસ્થાને પહેરેલાં માળા અને મુગુટવાળો (નવહેમાદ્યિત્તત્ત્વવનડનવિભિહિપ્નમા UIને) જાણે નવા સુવર્ણના બનાવેલા, મનોહર, આશ્ચર્ય કરનારા, આજુબાજુ કંપાયમાન થતા, એવા બે કુંડલો વડે ઘસાતા ગાલવાલો, (મઙ્ગિ) છત્રાદિ રાજચિન્હ રૂપ મોટી ઋદ્ધિવાળો, (મદ્ગુણ) શરીર અને આભૂષણોની અત્યંત કાન્તિવાળો, (મત્તે) મહા બળવાળો, (મહાવĀ) મોટા યશવાળો, (મહાગુમાવે) મોટા માહાત્મ્ય વાળો, (મહાતુવર્તે) મહા સુખવાળો, (માસુમોંઘી) દેદીપ્યમાન શ૨ી૨વાળો, (પતંવવળમાતરે) પંચવર્ણનાં પુષ્પોની બનાવેલી અને છેક સુધી લાંબી માળાને ધારણ કરનારો, (મોમ્મે બ્વે) સૌધર્મ નામે દેવલોકને વિષે (મોહમ્મવવડ઼િસ) સૌધર્માવસંતક નામના વિમાનમાં (સુમ્માક્ષમા) સુધર્મા નામની સભામાં (સર્વાંતિ સીહાસiસિ) શક્ર નામના સિંહાસન ઉપર બેઠેલો છે. से णं तत्थ बत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणियसाहस्सीणं तायत्तीसाए तायत्तीसगाणं, चउन्हं लोगपालाणं, अट्टण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणी आणं, सत्तहं अणीआहिवईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं । Jain Education International 20 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy