SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅ* શ્રીવEqનૂણમ કરૂઆ૪ जहा णं अम्हं आयरिया उवज्झाया वासाणं पाव पजोसविन्ति, तहा णं अम्हे वि वासाणं सवासइराए मासे विइक्कंते वासावासं पजोसवेमो। अंतरा वि य से कप्पइ, नो से कप्पइ रयणिं उवायणवित्तए ॥९८॥ (1 mi Jરૂં પાવરિયા વાવા) જેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાય (વાસાનું પાવ પગોવિન્તિ) વર્ષાકાળના યાવતુ-એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે, (ત પ્રખ્ત વિ) તેવી રીતે અમે પણ (વાસાઈ સવાસરૂણ મને વિશ્વવંતે) વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વસવાd પનોસવેનો) ચોમાસામાં પર્યુષણ કરીએ છીએ. (બંતા વિ જ સે Su) તેની પહેલાં પણ પર્યુષણ કરવા કહ્યું, (નો રે છપ્પા વાવfવત્તા, પરંતુ તે રાત્રિએ એટલે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘવી કલ્પ નહિ. પરિ એટલે સમગ્ર પ્રકારે ઉષણા એટલે વસવું તે પર્યુષણા કહેવાય. તે બે પ્રકારે છે-ગૃહસ્થજ્ઞાત અને ગૃહસ્થ અજ્ઞાત. જેમાં વર્ષાકાળને યોગ્ય પાટ પાટલો વિગેરે પ્રાપ્ત થયે છતે બ્લ્યુમાં કહ્યા મુજબ દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવની સ્થાપના કરાય છે તે ગૃહસ્થ-અજ્ઞાત પર્યુષણા કહેવાય, અને તે અસાડ સુદ પૂર્ણિમાને વિષે કરવાં. પરંતુ તેવા યોગ્ય ક્ષેત્રનો અભાવ હોય, તો પાંચ પાંચ દિવસની વૃદ્ધિ વડે દસ પર્વતિથિના ક્રમથી છેવટે શ્રાવણ વદ અમાવસ્યાએ કરવાં. તેમાં દ્રવ્યસ્થાપના આવી રીતે-તૃણ માટીનું ઢેડું, રાખ કુંડી આદિનો પરિભોગ કરવો. સચિત્તાદિનો પરિહાર કરવો. તેમાં સચિત્તદ્રવ્ય-અતિશય શ્રદ્ધાવાળો રાજા અથવા રાજાનો પ્રધાન બે સિવાય બીજા કોઇને દીક્ષા આપવી નહિ. અચિત્ત દ્રવ્ય-વસ્ત્રાદિ ગ્રહણ ન કરવું. મિશ્રદ્રવ્ય-ઉપધિ સહિત શિષ્ય ન કરવો. ક્ષેત્રસ્થાપના-એખ યોજન અને એક ગાઉ સુધીનું ક્ષેત્ર કહ્યું, પણ જ્ઞાન વૈદ્ય ઔષધ વિગેરે કારણે ચાર અથવા પાંચ યોજન કલ્પ ૨. કાળ સ્થાપનાચાર માસ રહેવું ૩. ભાવ સ્થાપના- ક્રોધાદિનો ત્યાગ કરવો, અને ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રાખવો ૪. ગૃહસ્થજ્ઞાત પર્યુષણા બે પ્રકારે છે- સાંવત્સરિકકૃત્યવિશિષ્ટ અને ગૃહસ્થજ્ઞાતમાત્ર. સાંવત્સરિક પ્રતિક્રમણ, લોંચ અઠ્ઠમ તપ, સર્વ તીર્થકરોની ભક્તિપૂજા, અને સંઘે પરસ્પર ખામવું, એ સાંવત્સરિક કૃત્યો છે. તે સાંવત્સરિક કાર્યો વડે યુક્ત પર્યુષણા ભાદરવા સુદ પાંચમને દિવસે કરવા, પણ કાલિકાચાર્યના આદેશથી અત્યારે ભાદરવા સુદ ચોથને દિવસે કરવા. ગૃહસ્થજ્ઞાત માત્ર પર્યુષણા તે કહેવાય કે- જે વરસમાં અધિક માસ હોય તે વરસમાં ચોમાસી દિવસથી આરંભી વીશ દિવસે પૂછનાર ગૃહસ્થની આગળ સાધુઓ કહે કે “અમે અહીં રહ્યા છીએ”. તે પણ જૈન ટીપણાને આધારે સમજવું, કેમકે જૈન ટીપણામાં યુગની મધ્યમાં પોષ મહિનાની અને યુગને અંતે અસાડ મહિનાની વૃદ્ધિ થાય છે. પણ બીજા કોઇ મહિના વધતા નથી. પરંતુ તે ટીપણું હમણાં જણાતું નથી, તેથી ચોમાસી દિવસથી આરંભી પચાસ દિવસે જ પર્યુષણ કરવાં યુક્ત છે એમ વૃદ્ધ આચાર્યો કહે છે.૮. वासावासं पञोसवियाणं कप्पइ निगंथाण वा निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं पोअणं उग्गहं ओगिण्हित्ता णं चिट्ठिउं अहालंदमवि उग्गहे ॥ ९॥९॥ ૧. ગૃહસ્થોએ જાણેલ. ૨. ગૃહસ્થોએ ન જાણેલ. ૩. શ્રદ્ધાવાળો રાજા કે પ્રધાન દીક્ષા લેવા ઇચ્છે તો આપવી. ૪. ગમન અને આગમન મળીને. ૫. ગૃહસ્થોએ માત્ર જાણેલ. ૬, અધિકમાસ હોય તો તે દિવસો ગણત્રીમાં ગણવા નહિ. શ્રાવણ અધિક હોય તો ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી, ભાદરવો અધિક હોય તો બીજા ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી. Sલ કાશ આ જ 2012 જ * જે છે તે જ આ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy