SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ *** *********(જીવDWલૂણKO***~~~~~~~~ હોત, તો ખરેખર તારો જન્મ મહોત્સવ બહુ જ સુંદર કરત”. પેલો બાળક જ્ઞાનાવરણીય કર્મના લાઘવનને લીધે સંજ્ઞાવાનું હોવાથી તેમના તે સંતાપને સાવધાન થઇ સાંભળવા લાગ્યો. પછી તેણે વિચાર કર્યો કે- શું મારા પિતાએ દીક્ષા લીધી છે? આ પ્રમાણે ચિંતવતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને જાતિસ્મરણ થવાથી સંસારની અસારતાને જાણતાં જ તેણે દીક્ષા લેવાની ઇચ્છા કરી. પછી “મારી માતા જો મારાથી ઉદ્વેગ પામશે તો જ મારા પર મોહ ન લાવતાં મારો ત્યાગ કરશે” એમ ચિંતવીને તે બાળક માતાને ઉગ પમાડવા રાત-દિવસ રડવા લાગ્યો. પુત્રને રોતો બંધ રાખવા સુનંદાએ ઘણા ઉપાયો કર્યા, છતાં પણ તે રોતો બંધ ન જ થયો. એવી રીતે તે બાળકને રુદન કરતાં છ મહિના વીતી ગયા, તેથી સુનંદા પુત્રથી પૂરેપૂરી કંટાળી ગઈ. આ વખતે ધનગિરિ આર્યસમિત વિગેરે શિષ્યોથી પરિવરેલા આચાર્ય શ્રીસિંહગિરિ તે ગામમાં પધાર્યા. તેમણે જ્ઞાનબળથી જાણીને ધનગિરિને કહ્યું કે-“આજે તમને મહાનું લાભ થશે, તેથી તમારે તમારા કુટુંબી પાસે જવું, અને સચિત્ત અથવા અચિત્ત જે કાંઇ તમને આપે તે મારી આજ્ઞાથી સ્વીકારી લેવું.” આ પ્રમાણે ગુરુ મહારાજની આજ્ઞા સ્વીકારી ધનગિરિ સુનંદાને ઘેર ગયા, તેમને જોઈ સુનંદા પુત્રને લઇને ઉભી થઇ, અને કહેવા લાગી કે-“આટલા વખત સુધી આ તમારા પુત્રનું મેં મારા આત્માની જેમ પાલન-પોષણ કર્યું, પણ રાત-દિવસ રુદન કરતાં એણે મને નાટકણીની જેમ નચાવી મૂકી છે, હું તો હવે એનાથી પૂરેપૂરી કંટાળી ગઈ છું માટે હવે તમે એને લઈ જાઓ”. તે સાંભળી વચનકુશળ ધનગિરિ બોલ્યા કે- “હે ભદ્ર! તારા કહેવાથી હું તો એને લઇ જઇશ, પણ પાછળથી તને પશ્ચાત્તાપ થાય તેમ હોય તો આવી રીતે કરવું રહેવા દે”. સુનંદાએ કહ્યું કે-“મને આ પુત્ર માટે પશ્ચાત્તાપ થવાનો નથી, માટે સુખેથી લઇ જાઓ'. તે સાંભળી ધનગિરિએ ઘણા લોકોને સાક્ષી રાખી તે બાળકને ઝોળીમાં લીધો કે તુરત જ તે રોતો બંધ થઇ ગયો. પછી ધનગિરિએ ઉપાશ્રય આવી ગુરુ મહારાજના હાથમાં તે બાળક અર્પણ કર્યો. તે બાળક હોવા છતાં તેનો વજ જેવો અતિશય ભાર લાગવાથી ગુરુ મહારાજે “વજ એવું નામ આપ્યું. આચાર્ય મહારાજે તે બાળક સાધ્વીઓને સોંપ્યો, અને સાધ્વીઓએ લાલનપાલન માટે શય્યાતર-ગૃહસ્થને સોંપ્યો, તેથી શય્યાતરની ઘરની સ્ત્રીઓ તેને પ્રેમપૂર્વક ઉછેરવા લાગી. શય્યાતરની શાળામાં સાધ્વીઓ અભ્યાસ કરતી હતી, તે વચનો સાંભળીને બુદ્ધિના નિધાનરૂપ અને પદાનુસારી લબ્ધિવાળા વજકુમાર પારણામાં રહ્યા છતાં જ અગિયાર અંગ ભણી ગયા. હવે વજકુમાર ત્રણ વરસના થયા ત્યારે સુનંદાએ પોતાનો પુત્ર પાછો મેળવવા રાજા પાસે જઈ ફરિયાદ કરી. રાજાએ બન્ને પક્ષના બોલવા પર વિચાર કરી એવો ઠરાવ કર્યો કે-“આ બાળક જેના બોલાવવાથી જેની પાસે જશે તેને તે બાળક મળશે'. આ પ્રમાણે રાજાનું કથન બન્ને પક્ષોએ કબૂલ રાખ્યું. પછી રાજસભામાં સુનંદાએ વજકુમારને લલચાવવા માટે અનેક પ્રકારની મીઠાઇઓ, મેવા, રમકડાં વિગેરે બતાવ્યા છતાં અને મિષ્ટ વચનોથી બોલાવવા છતાં તે બાળક સુનંદા તરફ એક પગલું પણ ગયો નહિ. ત્યાર પછી ધનગિરિએ રજોહરણ ઊંચું કરીને કહ્યું કે-“વત્સ! જો તારો દીક્ષા લેવાનો વિચાર હોય, અને તું તત્ત્વજ્ઞ હો, તો ધર્મના ધ્વજરૂપ આ રજોહરણને લઈ લે”. આ વચન સાંભળતાં વજકુમારે તરત જ રજોહરણ લઈ લીધું. એ પ્રમાણે જોઈ ન્યાયનિષ્ઠ રાજાએ તે બાળક ધનગિરિને સોંપ્યો. ત્યાર પછી આચાર્ય શ્રીસિંહગિરિએ વજકુમારને યોગ્ય જાણી દીક્ષા આપી, અને સુનંદાએ પણ દીક્ષા સ્વીકારી. જસ્વામી આઠ વરસના થયા, ત્યારે એક વખત તેઓ ઉજ્જયિની તરફ જતા હતા, એવામાં રસ્તામાં વરસાદ થવાથી કોઇ યક્ષના મંદિરમાં રહ્યા. આ સમયે તેમના પૂર્વભવના મિત્રો જૈભકદેવો તેમના સત્ત્વની પરીક્ષા કરવા માટે મનુષ્ય થઇને ત્યાં આવ્યા, અને વરસાદ બંધ થતાં વજસ્વામીને કોળાની ભિક્ષા આપવા માંડ્યા. પણ વજસ્વામી તેમને અનિમેષ નેત્રવાળા જોઇ “આ તો ****************(253)**************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy