SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् ॥ શક્રે વિચિત્ર ચિત્રો વડે શોભતી એવી ત્રણ પાલખી કરાવી. પછી આનંદરહિત દીનમનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળા ઇન્દ્ર પ્રભુના શરીરને એક પાલખીમાં પધરાવ્યું, તથા બીજા દેવોએ ગણધરોનાં શરીરોને બીજી પાલખીમાં અને બાકીના મુનિઓનાં શરીરોને ત્રીજી પાલખીમાં પધરાવ્યાં. પછી પ્રભુનાં શરીરવાળી પાલખીને ઇન્દ્રે, અને ગણધરો તથા મુનિઓનાં શરી૨વાળી પાલખીને દેવોએ ઉપાડી ચિતા પાસે લાવ્યા. પછી ઇન્દ્રે પ્રભુના શરીરને પાલખીમાંથી ધીમે ધીમે ઉતારી ચિતામાં સ્થાપન કર્યું, તથા બીજા દેવોએ ગણધરો અને મુનિઓનાં શરીરને પાલખીમાંથી ઉતારી ચિતામાં સ્થાપન કર્યાં. ત્યાર પછી આનંદ અને ઉત્સાહરહિત એવા અગ્નિકુમાર દેવોએ શક્રના હુકમથી તે ચિતાઓમાં અગ્નિ પ્રદીપ્ત કર્યો, વાયુ કુમાર દેવોએ વાયુ વિકુર્યો, અને બાકીના દેવોએ તે ચિતાઓમાં કાળગુરુ ચંદન વિગેરે ઉત્તમ કાષ્ઠો નાખ્યાં,તથા મધ અને ઘીના ઘડાઓથી તે ચિતાઓને સિંચન કરી. જ્યારે તે શરીરોમાંથી અસ્થિ (હાડકાં) સિવાય બાકીની બધી ધાતુઓ દગ્ધ થઇ ગઇ, ત્યારે ઇન્દ્રના હુકમથી મેઘકુમાર દેવોએ તે ત્રણે ચિતાઓને જળ વડે ઠારી. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી, ઈશાનેન્દ્ર ઉપલી ડાબી દાઢા ગ્રહણ કરી, ચમરેન્દ્ર નીચેની જમણી દાઢા ગ્રહણ કરી, બલીન્દ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી, અને બાકીના દેવોએ કેટલાકે જિનભક્તિથી, કેટલાકે પોતાનો આચાર જાણીને અને કેટલાકે ધર્મ સમજીને પ્રભુના શરીરમાંથી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યાં. પછી ઇન્દ્રે તે ચિતાઓને સ્થાને એક જિનેશ્વર ભગવંતનો, એક ગણધરોનો, અને એક બાકીના મુનિઓનોનો, એમ ત્રણ રત્નમય સ્તૂપ કરાવ્યા. ત્યાર પછી શક્રાદિ દેવો નંદીશ્વર દ્વીપે જઇ અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના વિમાનમાં ગયા. ત્યાં પોતપોતાની સભામાં વજ્રમય દાવડાઓમાં જિનદાઢાઓ મૂકી સુગંધી, પદાર્થો, માળા વિગેરે વડે તેઓની પૂજા કરવા લાગ્યા.૨૨૭. उसभस्स णं अरहओ कोसलियस्स जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि वासा अधनवमा य मासा विक्कता । तओ वि परं एगा सागरोवमकोडाकोडी तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइक्कंता, एयम्मि समए भगवं महावीरे परिणिव्वुए तओ वि परं नव वाससया विइक्कंता, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ।। ७ । ८० । २२८॥ (સમ નું બહો ોમલિયમ્સ નાવ સવ્વયુવાવ—હીળÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુના નિર્વાણકાળથી (તિ‚િ વાસા પ્રદ્ઘનવમા ય મામા વિતા) ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા. ( તો વિ પž) ત્યાર પછી પણ (ET Hોવમોડાોડી તિવાસઞઘનવમમાસાહ્યિ વાયાનીસવાસસહસ્મેËિ બિદ્યા વિતા) બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા, (દ્યમ્મિ સમ ) એ સમયે (સમળે મળવું મહાવીરે પરિખિલ્લુ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. (તેઓ વિ પરં) ત્યાર પછી પણ ( નવ વાસના વિવતા) નવસો વરસ વ્યતીત થયાં, ( ટસનસ્ટ્સ વ વાસHવH) અને દસમા સૈકાનો ( અહં અન્નીને સંવરે ગતે ગŌફ) આ એંશીમો સંવત્સરકાળ જાય છે, એટલે તે સમયે પુસ્તકવાચનાદિ થયું. ૨૨૮. ॥ इति श्री ऋषभदेवचरित्रम् ॥ ॥ इति महोपाध्याय श्री शान्तिविजयगणिशिष्य - पण्डित - श्रीखीमविजयगणिविरचितकल्पबालावबोधे सप्तम व्याख्यानम् ॥ श्री कल्पसूत्रे सप्तमं व्याख्यानं समाप्तम् ॥ Jain Education International 233 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy