SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅક(શ્રવણqજૂન જીરૂ***** દેવ થયાં હતાં. ૪, પાંચમા ભવમાં હું અપરાજિતત નામે રાજા થયો હતો, અને એ મારી પ્રિયતમા રાણી થઇ હતી પ.છઠ્ઠા ભવમાં અમે બન્ને અગિયારમા દેવલોકમાં દેવ થયાં હતાં. ૬. સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો, એ યશોમતી નામની મારી રાણી થઇ હતી. ૭. આઠમા ભવમાં અમે બન્ને અપરાજીત દેવલોકમાં દેવ થયાં હતાં. ૮. તથા આ નવમાં ભવમાં હું નેમિનાથ તીર્થકર છું અને એ રાજીમતી છે. ૯. હે હરિ! આ પ્રમાણે પૂર્વભવોના સંબંધને લીધે રાજીમતીનો મારા પર સ્નેહ છે.'. ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો, અને ભિન્ન-ભિન્ન સ્થળે વિચારી અનેક ભવ્યોને પ્રતિબોધી અનુક્રમે પાછા રૈવતક પર્વત પર સમવસર્યા. તે વખતે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતીએ અને પ્રભુના ભાઈ રથનેમિએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. - હવે એક વખતે સાધ્વી શ્રીરાજીમતી બીજી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર પર જતી હતી. માર્ગમાં ચાલતાં અતિશય વરસાદ થવાથી બીજી સાધ્વીઓ જુદે જુદે સ્થાને વીખરાઈ ગઇ. વરસાદના જળથી ભીંજાયેલ વસ્ત્રવાળી રાજીમતી પણ જળના ઉપદ્રવરહિત સ્થાનને શોધતાં એક ગુફામાં દાખલ થઇ, અને તે ગુફામાં પહેલેથી દાખલ થયેલા રથનેમિને જાણતાં તેમણે પોતાના ભીંજાયેલા વસ્ત્રોને સૂકવવાને ચારે તરફ નાખ્યાં. દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરનારા સૌંદર્યવાળી અને સાક્ષાત્ કામદેવની સ્ત્રી જેવી અતિ રમણીય એવી રાજીમતીને વસ્ત્રરહિત જોઈ કામવશ થયેલા રથનેમિ તે વખતે પોતાનું અનિપણું ભૂલી ગયા.શ્રીનેમિનાથથી તિરસ્કાર પામેલો કામદેવ તે વૈરનો બદલો તેમા ભાઈ રથનેમિ પાસે જાણે લેવા આવ્યો હોયની! એવા નીચ કામદેવે રથનેમિને મર્મમાં હણ્યા, અને કામવિદ્વલ બનેલા રથનેમિ કુળલજ્જા તથા ધીરજ છોડી રાજીમતીને કહેવા લાગ્યા કે “કિ મુરિ! વિલે: શોર્થ તપ ? સાસંયોજ-વો: સૌમાથફેવધિ: i ? - आगच्छ स्वेच्छया भद्रे! कुर्वह सफलं जनुः। आवामुभावपि प्रान्ते, चरिष्यावस्तपोविधिम् ॥२॥" “હે સુન્દરી! સર્વ અંગના ભોગસંયોગને યોગ્ય અને સૌભાગ્યના ખજાનારૂપ આ તારા અનુપમ દેહને તું તપસ્યા કરી શા માટે શોષાવી નાખે છે?૧. માટે હે ભદ્ર! તારી ઇચ્છાથી તું અહીં આવ, આપણે જન્મ સફળ કરીએ, અને પછી છેવટની અવસ્થામાં આપણે બન્ને તપવિધિ આચરશું.” ૨. આવાં વચનો સાંભળી અને રથનેમિને જોઈ મહાસતી રાજીમતીએ તત્કાળ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધું અને અદ્ભુત ધર્મ ધરીને બોલી કે महानुभाव! कोऽयं ते-ऽभिलाषो नरकाध्वनः? सर्वे सावद्यमुत्सृज्य, पुनर्वाञ्छन्न लज्जसे? ॥१॥ अगन्धनकुले जाता-स्तिर्यञ्चो ये भुजङ्गमाः। तेऽपि नो वान्तमिच्छन्ति, त्वं नीचः किं ततोऽप्यसि ?॥२॥ હે મહાનુભાવ!નરકના માર્ગરૂપ આવો નીચ અભિલાષ તમે કેમ કરો છો? સર્વ સાવદ્ય ત્યજીને પાછા તેની વાંછા કરતા તમે શું શરમાતા નથી? ૧. અરે! અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો જે તિર્યંચ જાતિના છે તેઓ પણ પ્રાણાંત થવા છતાં વમેલાને પાછું ઇચ્છતા નથી, તો શું તમે તે તિર્યચોથી પણ નીચ છો? ૨ તમે જાણો છે કે તમારા ભ્રાતાએ મને વમન કરી દીધેલી છે, છતાં મારો ઉપભોગ કરવા ઇચ્છતા તમોને કાંઇ વિચાર ન આવ્યો? રથનેમિ! સમજો , મહાભાગ્યજોગે મળેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલો.' ઇત્યાદિ વાક્યો વડે રાજીમતીએ પ્રતિબોધિત કરેલા મહામુનિ રથનેમિ પાછા શુભ ધ્યાનમાં સ્થિર થયા, અને શ્રી નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત આલોચી તીવ્ર તાપી,મોક્ષે સાક-1 - રાજીઅતી પ્રા વિશુદ્ધભાવથી દીક્ષા આરાધી અંતે મોક્ષશય્યા પર ચડ્યા, અને ઘણા કાળથી પ્રાર્થિત એવા શ્રી નેમિનાથ શાશ્વત સંયોરાને પામ્યાં. મહાસતી શ્રીરાજીમતી ચારસો વરસ ગૃહવાસમાં રહ્યાં, એક વરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy