SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મમમમમમ શ્રીવલ્પસૂત્રમ્ મહાકાળ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અવભાસ ૬૫, શ્રેયસ્કર, ક્ષેમંકર, આશંકર, પ્રભંકર, અરજા , વિરજા, અશોક, વીતશોક, વિતત, વિવસ્ત્ર ૭૫, વિશાલ, શાલ, સુવ્રત, અનિવૃત્તિ,, એકજટી, દ્વિજટી, કર, કરક, રાજા, "અગલ, પુષ્પ ભાવ, અને કેતું.૧૨૯. से खुद्द भासरासी महग्गहे दोवाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकते तप्पभिदं च णं समणाणं निग्गंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूया सक्कारे पवत्तइ ॥ ६ |१४|१३० ॥ (નમિમાં ત્તળું) જ્યારથી આરંભીને (ક્ષે વુદ્દા) તે ક્રૂર સ્વભાવવાળો (માસRIસીમહાદે વોવાસસહમğિર્ડ) અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો મહાગ્રહ (સમાાં માવો મહાવી5) શ્રમણ ભગવાન્ મહાવીર (નમ્નનવવત્ત સંતે) જન્મ નક્ષત્રમાં સંક્રાંત થયો. (તપ્પમિરૂં હૈં નં) ત્યારથી માંડીને (સમાળ નિમાંયાળ) શ્રમણ-તપસ્વી નિર્પ્રન્થોને એટલે સાધુઓને (નિગંટીગ દ્ય) અને નિર્પ્રન્થીઓને એટલે સાધ્વીઓને (નો ૩વિણ કવિ પૂવા-સવારે પવત્તઽ) ઉદિત ઉદિત પૂજા-સત્કાર પ્રર્વતતા નથી, એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અભ્યુત્થાન-વંદનાદિનરૂપ પૂજા અને વસ્ત્રદાનાદિથી બહુમાન કરવા રૂપ સત્કાર પ્રવર્તતા નથી. એ જ કારણથી પ્રભુના । અંત સમયે ઇન્દ્ર પ્રભુને પ્રણામ કરી અંજલિ જોડીને વિનંતિ કરી કે-‘‘હે સ્વામી! કૃપા કરી ક્ષણ વાર આપનું આયુષ્ય વધારો, જેથી આપના જીવતાં આ ક્રૂર ભસ્મરાશિ` ગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રમણ થાય તો આપના શાસન વડે પીડા કરી શકે નહિ, માટે હે કૃપાનિધાન! ક્ષણવાર ટકો''. પ્રભુએ કહ્યું કે-‘હે શક્ર! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થયેલા આયુષ્યને તીર્થંકરો પણ વધારી શકયા હોય, તેથી તીર્થને બાધા જે અવશ્ય થવાની છે તે થશે જ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જન્મનક્ષત્રથી આ ભસ્મરાશિ ગ્રહ અતિક્રાંત થતાં છયાસી વરસના આયુષ્યવાળા કલ્કી નામના અધર્મી નીચ રાજાને તું મારી નાખીશ, અને તે કલ્કીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજ્ય ઉપર સ્થાપન કરીશ, ત્યારથી આરંભીને સાધુ-સાધ્વીઓનો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો પૂજા-સત્કાર થશે. ૧૩૦. સૂત્રકાર મહારાજા પણ એ જ બાબત જણાવે છે કે जया से खुद्दा जाव जन्मनक्खत्ताओ विइक्कंते भविस्सइ, तया णं समणाणं निग्गंथाणं निग्गंधीण ય સવિય પ્રવિણ પૂવા—તારે વિસ્તઽ ॥ ૬।૧૯। ૧૩૧ || (નવાળું એ વુદ્દા) જ્યારે તે ક્રૂર સ્વભાવવાળો (ઝાવ-) અને યાવતુ બે હજા૨વર્ષની સ્થિતિવાળો ભસ્મ રાશિ નામનો મહાગ્રહ શ્રમણ ભગવાન મહાવીરના (નમ્નનવવત્તાઓ) જન્મનક્ષત્ર થકી (વિવ∞તે) વ્યતિક્રાં (મવિ૧૬) થશે, (તવાળું) ત્યારે (સમળાનું નિİથાળું) શ્રમણ નિગ્રન્થોને (નિમાંંથીગ ) અને નિર્પ્રન્થીઓને (વિણ વિણ) ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો (પૂયા-સવારે) પૂજા સત્કાર (મવિર) થશે. ૧૩૧. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए, जाव सव्वदुक्खप्पहीणे; तं रयणिं च णं कुंथू अणुद्धरी नामं समुप्पन्न, जा ठिया अचलमाला छउमत्थाणं निग्गंथाणं निग्गंथीण य नो चक्खुप्फासं हव्वमागच्छइ । जा अटिया चलमाणा छउमत्थांणं निग्गंथाण निग्गंथीण य चक्खुप्फासं हव्यमागच्छइ ॥ ६।१६।१३२॥ ૧. ભસ્મરાશિ મહાગ્રહ એક નક્ષત્રમાં બે હજાર હર્ષ સુધી રહે છે. ૨. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં. ૩. કલ્કીનો સંબંધ-સમય આ લખાણ પ્રમાણે મળતો નથી, કદાચ બીજી રીતે પણ હોય જેથી ગીતાર્થ પાસેથી જાણી લેવું. મમમમમ 177 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy