SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતમાં સર્વથા પ્રકારે ઢોર રાખવાનું તેમણે પચ્ચખાણ કર્યું હતું, તેથી તેઓ એકે પશુ રાખતા નહિ. તેઓ ત્યાં રહેતી એક આહીરણ પાસેથી દૂધ વિગેરે વેચાતું લેતા, તેથી તેણીને સાધુદાસી યોગ્ય પૈસા આપતી, અનુક્રમે તે બન્ને વચ્ચે ગાઢણી પ્રીતિ થઈ. એક વખતે તે આહીરણને ઘેર વિવાહનો પ્રસંગ આવ્યો, તેથી તેણીએ શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. તેઓએ કહ્યું કે અમે આવી શકશું નહિ, પણ વિવાહમાં જે કાંઇ વસ્તુઓ જોઈએ તે લઇ જાઓ. પછી જિનદાસે વાસણ, વસ્ત્રો, ઘરેણાં, ધૂપ સુગંધી પદાર્થો વિગેરે ઉત્તમ વસ્તુઓ આપી. તેણે આપેલી દરેક સામગ્રીથી આહીરણને ઘેર વિવાહોત્સવ ઘણો સારો ઘયો, તેથી લોકોમાં તેના વખાણ થવા લાગ્યા. આથી આહેર અને આહીરણ જિનદાસ ઉપર ઘણી ખુશી થઈ, તેઓ અતિમનોહર મજબૂત અને સરખી વયના શંબલ તથા કંબલ નામના ત્રણ ત્રણ વરસના બે વાછડા શેઠને દેવા લાગ્યા. જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઇ જવા ઘણા સમજાવ્યા, છતાં તેઓ પરાણે તેમને દ્વારે બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર્યું કે- “જો આ વાછડાને છોડી મૂકીશ તો લોકો તેમને ખસી કરી ગાડી, હળ વગેરેમાં જોડી દુઃખી કરશે, માટે ભલે મારે ઘેર જ રહ્યા” ઇત્યાદિ વિચારી તે દયાળુ જિનદાસ બન્ને વાછડાનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યો. જિનદાસ આઠમ ચૌદશ વિગેરે પર્વતિથિએ પોસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતો, તે સાંભળી તે સાંભળી તે બળદો ભદ્રક પરિણામી થયા. પછી જે દિવસે શેઠ ઉપવાસ કરે તે દિવસે બળદો પણ ઘાસ પાણી વાપરે નહિ, તે દિવસે તેમને ઘાસ નીરે પણ જ્યારે ખાય નહિ ત્યારે શેઠે વિચાયું કે “આટલા દિવસ તો મેં માત્ર દયાને લીધે આ બળદોને પોષ્યા, પણ હવે તો મારા સાધર્મિક બંધુઓ છે” એમ વિચારી જિનદાસ તેમનું બહુમાન કરવા લાગ્યો, તેને બળદો ઘણા પ્રિય થઇ પડયા. એક વખતે ભંડવરણ નામના યક્ષનો યાત્રોત્સવ આવ્યો, તેથી તે દિવસે જુવાનિયાઓએ વાહનોની વાહનક્રીડા કરવા માંડી.તે ઉત્સવમાં જિનદાસનો એક મિત્ર અતિ બલિષ્ટ અને દેખાવડા તે બળદોને જિનદાસને પૂછ્યા વગર જ લઈ ગયો. તેમણે જન્મથી ધોંસરી પણ જોઇ નહોતી એવા તે અણપલોટ બળદોને પોતાની ગાડીએ જોડી તેણે એક બીજાની સ્પર્ધાથી એવા તો દોડાવ્યા કે વાહનક્રીડા કરનારા દરેક લોકોને ક્ષણવારમાં જીતી લીધા, પણ બહુ દોડવાથી તે સુકોમળ બળદોનાં સાંધા તૂટી ગયા જિનદાસનો મિત્ર કામ પતાવીને બળદોને જિનદાસને ઘેર બાંધી ચાલ્યો ગયો. ભોજન અવસરે જિનદાસ ઘેર આવ્યો. અને બળદોને ઘાસ નીયું તો ઘાસ ખાધું નહિ, પાણી પાવા લાગ્યો તો પાણી પણ પીધું નહિ. બળદોનાં મુખ પહોળા પડી ગયેલા અને શ્વાસ ચડી ગયેલાં જોઇ જિનદાસને પણ દુ:ખ થયું, અને આંખમાં આંસુ લાવી ભક્તપન્માણ કરાવ્યું, નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો વિગેરે ધાર્મિક ક્રિયા કરી જિનદાસે તે બળદોને નિર્ધામણા કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદો મરીને નાગકુમાર દેવ થયા. નવા-ઉત્પન્ન થયેલાં તે કંબલ અને શંબલ દેવે અવધિજ્ઞાનથી જોયું તો તીર્થંકર પ્રભુને ઉપસર્ગ થતો દેખ્યો. તે બન્ને દેવ તુરત ત્યાં આવ્યા. એક જણે નાવનું રક્ષણ કર્યું, અને બીજા દેવે પેલા સુદંષ્ટ્રને હરાવી કાઢી મૂક્યો. ત્યાર પછી તે બન્ને દેવ પ્રભુના સત્ત્વ તથા રૂપનું ગાયન કરતા તથા નાચતા અને મહોત્સવ પૂર્વક સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી પોતાને સ્થાને ગયા. પ્રભુનાવમાંથી ઉતરી ત્યાંથી વિહાર કરી રાજગૃહનગરમાં પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિર્ગમન કરવા માટે નાલંદા નામના પાડામાં એક શાલવીની શાળાના એક ભાગમાં તે શાલવીની રજા લઈ પહેલું માસક્ષપણ સ્વીકારીને રહ્યા. હવે મખલિ નામે એક મંખ એટલે ચિત્રકલા જાણનાર ભિક્ષાચાર વિશેષ હતો, તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓ બન્ને ચિત્રપટ હાથમાં રાખી ગુજરાન ચલાવતા હતા. ફરતા ફરતા શરવણ નામના ગામમાં આવ્યા. તે ગામમાં ઘણી ગાયોવાળા કોઈ બ્રાહ્મણની ગોશાળમાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. તે બાળક ગોશાળામાં જન્મ્યો, તેથી ‘રે રસક્રસ્પર ફર 134 -** --** -રર રર રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy