________________
જો રાજીખુશીથી રજા આપે તો પુત્રને વડી દીક્ષા આપી મોટો કરવો, પણ ના કહે તો તેમ કરવું નહીં. આવી ર - રાજા અને પ્રધાન વિગેરે સર્વને માટે સમજવું.૭.
૮. પ્રતિક્રમણ કલ્પ- શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીના સાધુઓને અતિચર-દોષ લાગે અથવા ન લાગે પણ તેઓ એ સવાર અને સાંજ એમ બન્ને વખત અવશ્ય પ્રતિક્રમણ કરવું. બાવીશ જિનના સાધુઓ અતિચાર લાગે તોજ પ્રતિક્રમણ કરે. વળી તે બાવીશ જિનના સાધુઓને કારણ હોય તો પણ દેવસી અને રાઈ એમ બેજ પ્રતિક્રમણ કરવાનાં હોય છે, તેમને પષ્મી ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી. ૮
૯. માસ કલ્પ- પહેલા અને છેલ્લા જિનના સાધુઓને એકજ સ્થાને વધારેમાં વધારે એક માંસ રહેવું કહ્યું. કારણ કે તેથી વધારે વખત રહે તો ઉપાશ્રય ઉપર મોહ વધે, લોકમાં લઘુપણું પામે ઇત્યાદિ ઘણાં દોષનો સંભવ છે. અને વિહાર કરવાથી ઘણા પ્રાણીઓને પ્રતિબોધ આપે, વિવિધ પ્રકારના દેશ દેખે, જ્ઞાન-વિજ્ઞાન વૃદ્ધિ પામે, ઇત્યાદિ ઘણો લાભ થાય. પરંતુ કદાચ દુષ્કાળ અશક્તિ રોગ વિગેરે કારણે માસ ઉપરાંત રહેવું પડે તો ઉપાશ્રય બદલે, ઉપાશ્રયના ખૂણા બદલે, પણ માસ ઉપરાંત તેજ સ્થાને ન રહે. બાવીશ જિનના સાધુઓ તો સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ હોય છે. તેથી ઉપર કહેલા દોષનો અભાવ હોવાથી તેમને માસ કલ્પ નિયત નથી .૯.
૧૦. પર્યુષણ કલ્પ-એટલે સાધુઓએ એક સ્થળે ચોમાસું કરવું. પર્યુષણ કલ્પના બે પ્રકાર છે- જઘન્ય અને ઉત્કૃષ્ટ.સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત સિત્તેર દિવસ સુધી રહેવું તે જઘન્ય પર્યુષણ કલ્પ, અને અષાઢચોમાસી પ્રતિક્રમણથી માંડીને કાર્તિકચોમાસી પ્રતિક્રમણ સુધી ચારમાસ રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ, એ બેઉ કલ્પ સ્થવીર કલ્પી ને હોય, જિનકલ્પિને ઉત્કૃષ્ટ પર્યુષણા જે ચાર માસનો છે તે હોય છે. '
વળી લાભાદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે, તે આવી રીતે ચોમાસા પહેલાં માસ કલ્પ કરે, અને ચોમાસું વીત્યા પછી પણ માસ કલ્પ કરે, એમ છમાસી કલ્પ થાય. આ કલ્પ પણ વીર કલ્પીને સમજવો. આ પર્યુષણ કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુ અવશ્ય કરે. પણ બાવીશ જિનના સાધુને પર્યુષણ કલ્પ અનિયત છે, કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી દોષોનો અભાવ હોય તો દેશ ઉણી પૂર્વકોટિ સુધી એક સ્થાને રહે, અને દોષ હોય તો એક માસ પણ રહે નહીં.૧૦.
- એ દસ કલ્પ ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને નિયત જાણવા અજિતનાથ વિગેરે બાવીશ જિનના સાધુઓને વ્રત,', શય્યાતર , યેષ્ટ, અને કૃતિકર્મ', એ ચાર કલ્પ નિયત જાણવા. અને અવેલક', ઉદેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસ, તથા પર્યુષણ કલ્પ, એ છ કલ્પ અનિયત જાણવા.. તે પહેલા તથા છેલ્લા તીર્થકરના સાધુઓમાં અને બાકીના બાવીશ જિનના સાધુઓમાં આ પ્રમાણે આચારનો ભેદ હોવાનું કારણ જીવવિશેષો જ છે. શ્રી ઋષભદેવના તીર્થના જીવો સરસ્વભાવી અને જડ છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ છે. શ્રી મહાવીર સ્વામીના તીર્થના જીવો વક્ર અને જડ છે, તેથી તેમને ધર્મનું પાળવું દુષ્કર છે. બાવીશ જિનના તીર્થના જીવો સરળસ્વભાવી અને પ્રાજ્ઞ છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાળવું એમ બન્ને સુકર-સહેલું છે. આ પ્રમાણે હોવાથી પહેલા અને છેલ્લા જિનના સાધુઓનો તથા બાવીશ જિનના સાધુઓના આચારના બે ભેદ થયા છે. અહીં તે બાબતના દ્રષ્ટાંતો દેખાડે છે
પહેલાં તીર્થકરના કેટલાંક મુનિઓ બહારની ભૂમિથી ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું કે- હે મુનિયો! આટલો બધો વખત તમે કયાં રોકાયા હતા?” ત્યારે તેઓએ કહ્યું કે - “હે સ્વામી! અમે નાચ કરતા એક નટને જોવામાં રોકાયા હતા'. ગુરુ મહારાજે કહ્યું કે “એવી રીતે નટને જોવું સાધુને કલ્પ નહીં'. ત્યારે તેઓએ કહ્યું કે- “બહુ સારું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org