SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષર અકસ્મશ્રીવત્પનૂન અઅઅઅઅઅઅઅઅક્સ વળી હું હાથીના મસ્તક પર બેસીને ધ્વાજાઓને ફરકાવતી છતાં પણ વાજિંત્રોના અવાજથી દિશાઓને પૂરતી છતાં અને લોકો વડે હર્ષથી ‘જય જય’ એ પ્રમાણે શબ્દો વડે સ્તુતિ કરાતી છતાં ઉદ્યાન ક્રીડાને અનુભવું. ૩.” વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? (સંપુuળવો તા) સિદ્ધાર્થ રાજાએ સર્વ મનોરથો પૂરા કરવાથી સંપૂર્ણ થયેલા દોહલાવાળાં, (સમાળિવવોહલ્લા) ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી સન્માન પામેલા દોહલાવાળાં (વિમળાવવોહા) કોઈ પણ દોહલાની અવગણના નહિ થવાથી અવિમાનિત એટલે અવગણના રહિત થયેલાં દોહલાવાળાં, અર્થાત્ જે જે મનોરથ થાય છે તે મનોરથોને પૂરા કરવા ક્ષણવાર પણ વિલંબ કર્યો નથી, (કુરિઝનોહતા વવયવોના) થયેલા મનોરથોને એવા સંપૂર્ણ પ્રકારે પૂરા કર્યા કે જેથી તેમને ફરીથી મનોરથની ઇચ્છા ન થાય, અને તેથી જ હવે દોહલા વિનાનાં ત્રિશલા ક્ષત્રિયાણી (સુકું સુકે) ગર્ભને બિલકુળ બાધા ન ઉપજે તેવી રીતે સુખપૂર્વક ( ) તકિયો, થાંભલો વિગેરે ઓઠીંગણનો આશ્રય લે છે, (નવ) નિદ્રા લે છે, (વિ ) ઉભાં થાય છે, (નવ) બેસે છે, (તુવ૮) નિદ્રારહિત થઈ શધ્યામાં આળોટે છે, (વિ) અને જમીન ઉપર હાલે છે-ચાલે છે. (સુહંસુoi તંગ મંરિવ8) આવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે.૯૫. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे, जे से गिम्हाणं पढमे मासे दुच्चे पक्खे चित्तसुद्धे, तस्स णं चित्तसुद्धरस तेरसी दिवसे णं, नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाणं राइंदियाणं वइक्वंताणं, उच्चट्ठाणगएसुगहेसु, पढमे चंदपोगे, चोमासु दिसासु वितिमिरासु विसुद्धासु जइएसु सब्बसउणेसु, पयाहिणाऽणुकूलंसि भूमिसप्पिंसि मारुयिंसि पवायंसि निप्फन्नमेइणीयंसि कालंसि, पमुइय-पक्कीलिएसु जणवएसुं, पुचरत्तावरत्तकालसमयंसि, हत्थुत्तराहि नक्खत्तेण जोगमुवागएणं, आरूग्गा आरुगं दारयं पयाया ॥४।२९।९६॥ (તે છાજે તેvi સમi) તે કાળે અને તે સમયે (સમી માવં માવી) શ્રમણ ભગવાન મહાવીર, (9 તે વ્હિi પઢને મારે) ઉનાળાનો પહેલો માસ (કુત્તે પવરવે) બીજું પખવાડિયું, (વિનસુ0) એટલે ચૈત્ર માસનું શુક્લપખવાડિયું (તHi વિતસુન્નતેરસીવિવ) તેની તેરશ તિથિને વિષે (નવë માસ વહુપડિપુOUTI હિમા વિવા વવંતાન) નવ માસ બરાબર સંપૂર્ણ અને સાડા સાત દિવસ ગયા છતાં, સૂત્રકારે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતનો કાળ કહ્યો. ચૌવીસ તીર્થંકરની ગર્ભસ્થિતિનો કાળ શ્રી સોમતિલકસૂરિએ સપ્તતિશતસ્થાનક નામના ગ્રંથમાં નીચે મુજબ કહ્યો છે શ્રી ઋષભનાથદેવ પ્રભુનવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા ૧, અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીસ દિવસ ૨, સંભવનાથ પ્રભુ નાવમાસ અને છ દિવસ ૩, અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠ્યાવીસ દિવસ ૪, સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૫, પદ્મપ્રભ પ્રભુ નવ માસ અને છ દિવસ ૬, સુપાર્શ્વનાથપ્રભુ નવ માસ અને ઓગણીશ દિવસ ૭, ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૮, સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવાસ ૯, શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૦, શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૧ , વાસુ પૂજ્ય પ્રભુ આઠ માસ અને વીસ દિવસ ૧૨, વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ ૧૩, અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૪, ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ ૧૫, શાન્તિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૬, કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ ૧૭, અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૧૮, મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૧૯, મુનિસુવ્રત પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૦, નમિનાથ પ્રભુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy