________________
આયુષ્ય તથા નામ કર્મના બંધને હેતુઓ ] કર્મવિપાક નામને ૧લે મર્મગ્રન્ય [૩૩ ૨. તિર્યંચાયુષ્યના હેતુઓ:-ગૂઢ હદય, શઠતા, સશલ્યપણું, ઉન્માદેશના,
માર્ગને નાશ, આરંભ, પરિગ્રહ, શીલવતમાં અતિચાર, માયા અને
અપ્રત્યાખ્યાનીય કષાય આટલા હેતુઓથી તિર્યંચાયુષ્ય બંધાય. ૩. મનુષ્યયુગના હેતુઓ –તનુકષાય, દાનરુચિ, મધ્યમગુણ, (દાનાદિ),
અલ્પપરિગ્રહ, અલપઆરંભ, સ્વાભાવિક સરળતા, મૃદુતા, કાપોતપિત્ત લેડ્યા, ધર્મધ્યાન પ્રત્યે અનુરાગ, દેવ-ગુરુની પૂજા, પ્રિયવચન, સુખે બેધ પામવાની યોગ્યતા, લેકવ્યવહારમાં મધ્યસ્થપણું. આટલા
હેતુઓથી મનુષ્પાયુષ્ય બંધાય. ૪. દેવાયુષ્ય બાંધવાના હેતુઓ –અવિરત સમ્યગ્દષ્ટિપણું, સરાગસંયમ,
(વીતરાગ સંયમ હેય તે આયુષ્ય ન બંધાય.) દેશવિરતિપણું, બાળતપશ્ચર્યા, અકામનિર્જર, કલ્યાણમિત્રને વેગ, ધર્મશ્રવણની સ્થિરતા, સુપાત્રદાન, તપ, શ્રદ્ધા, ૨નત્રયીની અવિરાધના (આરાધના) પિત્ત-પઘલેશ્યા, અગ્નિમાં મરણ, અવ્યક્ત સામાયિકતા
(સમતા), આટલા હેતુઓથી દેવાયુષ્ય બંધાય. નામકર્મના હેતુઓ:૧. અશુભ નામકર્મના હેતુઓ –માયાવીપણું (મન, વચન, કાયાની
વક્રતા) છેતરપીંડી, મિથ્યાત્વ, ચાડી, અસ્થિર ચિત્ત, સોના જેવી ધાતુ બનાવે, (નકલી માલ બનાવે), બેટી સાક્ષી, વદિ ફેરફાર કરવું, અંગોપાંગ કાપી નાખવા, યંત્ર-પાંજરા વગેરે કરાવવું, બેટા ત્રાજવા-માપ કરવા, પરનિંદા, સ્વપ્રશંસા, કઠેરવચન, વાચાળતા, પોતાની સ્વચ્છતા અને પહેરવેશને મદ સૌભાગ્યને ઘાત, કામણુ-ટુમણ કરવું, બીજાને કુતૂહલ કરાવવું, હાસ્ય અને વિડંબના કરવી, વેશ્યાદિને અલંકાર આપવા, દાવાગ્નિ સળગાવવું, ચૈત્ય-આશ્રમ-આરામ (બગીચ)-પ્રતિમાને નાશ, દેવાદિના બહાને
ગંધ યુક્ત દ્રવ્યની ચેરી. આનાથી અશુભ નામકર્મ બંધાય. ૨. શુભ નામકમના હેતુઓ :-સરળતા, ગારવ રહિતપણું, સંસારની
ભીરતા, અપ્રમત્તતા, ક્ષમા-માર્દવ-આર્જવ યુક્ત, ધર્મજનના દર્શનથી સંજમ પામવું, ધર્મીનું સ્વાગત કરવું, “પરોપકાર
સાર છે” એવી માન્યતા, આ હેતુઓથી શુભનામકર્મ બંધાય. ૩. જિનનામકર્મના હેતુઓ :– સમ્યગ્દર્શનની ઉચ્ચ નિર્મળતા, વિનય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org