________________
૩૦] કમવિપાક નામને ૧લે કર્મચન્થ [ જ્ઞાનાવરણાદિના ક્રમના હેતુઓ જ્ઞાનાવરણાદિ કર્મના કમનું કારણ—
પ્રશ્ન :-- આઠે કર્મને આ પ્રમાણે ક્રમ મૂકવામાં હેતુ શું છે?
ઉત્તર :-- જ્ઞાન-દર્શન એ જીવનું સવરૂપ છે. કહ્યું છે કે “ચેતના એ જીવનું લક્ષણ છે” આ બેમાં પણ જ્ઞાન પ્રધાન છે. કેમકે
૧. તેના આધારે સઘળા શાસ્ત્રાદિની વિચારણા વિગેરે થાય છે. ૨. તેમજ સર્વ લબ્ધિઓ પણ જ્ઞાનેપગે પ્રગટે છે.
૩. મોક્ષપ્રાપ્તિ સમયે પણ જીવને જ્ઞાનપયોગ હોય છે. તેથી જ્ઞાન એ પ્રધાન છે. અને એટલે એને આવરનારું જ્ઞાનાવરણ પ્રથમ કહ્યું.
જ્ઞાનપગ પછી દર્શને પગ હોય છે. માટે જ્ઞાનાવરણ પછી દર્શનાવરણ કહ્યું.
જ્ઞાનાવરણ અને દર્શનાવરણને ઉદય વેદનીય કર્મના ઉદયમાં નિમિત્તભૂત થાય છે. કેમકે જ્ઞાનાવરણના તીવ્ર ઉદયવાળા છ સૂક્ષમ-સુમતર વસ્તુ વિચારવાને પિતાને અસમર્થ માની ખેદ પામે છે. અને જ્ઞાનાવરણના ક્ષપશમવાળા છ સૂક્ષ્મ-સૂક્ષમતર વસ્તુ પિતાની બુદ્ધિથી જાણતાં ઘણા માણસમાં પિતાની જાતને ચઢીયાતી માની સુખ પામે છે. વળી અત્યન્ત નિબિડ દર્શનાવરણને ઉદયથી જાતિઅંધપણું, બહેરાપણું વગેરેના અનુભવથી જ દુઃખી થાય છે. જ્યારે દર્શનાવરણના ક્ષપશમથી ઈન્દ્રિયોની સારી શક્તિઓ વડે વસ્તુસમૂહને જોતા જીવ આનંદ પામે છે માટે દર્શનાવરણીય પછી વેદનીય કહ્યું.
વેદનીયથી સુખદુઃખ આવે એટલે સંસારી ને રાગદ્વેષ થાય છે. તેથી વેદનીય પછી મેહનીય કહ્યું.
મેહનીયથી મુંઝાયેલા છ આરંભ વિગેરે કરી નરકાદિ આયુષ્ય બધે છે. માટે મેહનીય પછી આયુષ્ય કહ્યું.
આયુષ્ય કર્મના ઉદયે તે તે ગતિ-જાત્યાદિ પ્રાપ્ત કરે છે. એટલે નામકર્મને ઉદય થાય છે. માટે આયુષ્ય પછી નામકર્મ કહ્યું.
જે ગયાદિમાં જીવ જાય ત્યાં તેને ઊંચ કે નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે. માટે નામ પછી ગોત્રકર્મ કહ્યું. વર્ણાદિ ૪ જ ગણ્યા છે. તેથી નામકમની બંધ અને ઉદયાશ્રયીમાં (૩-ર૬=) ૬૭ જ પ્રકૃતિ જાણવી.
૩. મતાન્તરે=૧૫ બંધનના મતે નામકર્મની ૧૦૩ ગણવામાં આવે તે સત્તામાં ૧૫૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org