________________
ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા
( સંક્ષિપ્ત પરિચય)
શ્રમણસંધના જૈન સુધારક, સંતરત્ન પ્રસિધવક્તા શ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબ, પ્રખર પૂજ્યપાદ શ્રી કવિવર્ય શ્રી સુર્ય-- મુનિજી મહારાજ સાહેબની આજ્ઞાનુવર્તી માતૃસ્નેહી, વાત્સલ્ય વારિશ્રી વ્યાખ્યાની શાસ્ત્ર શ્રી વયેવૃધ્ધ શ્રી સૌભાગ્ય કુંવરજી મહાસતીજી, વિદુષી વ્યાખ્યાત્રિી શાંતમૂતિ શ્રી મદનકુંવરજી મહાસતીજી, સંગીત ગાયિકા મધુર વ્યાખ્યાની શ્રી માનકુંવરજી મહાસતીજી “જૈન સિધ્ધાન્તાચાર્ય” શ્રી સેવાશીલ હેમપ્રભાઇ મહાસતીજી, જૈન સિધાન્તાચાર્ય આદિ ઠાણું ૪, માલવામાં માલવકેશરી પૂજ્ય ગુરુદેવનાં દર્શનાર્થે તથા સેવાર્થે જવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હતી છતાં પણ કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી અમને સંવત ૨૦૩૫ ચૈત્ર માસની આયંબિલની એલી તથા વર્ષીતપનાં પારણા માટે પધારીને અમને જે પ્રવચન તથા સેવાને લાભ આપે છે તે અમે ભૂલી નથી શકતા.
વિશેષ હર્ષની વાત તો એ છે કે, ગોપાલ સિબંડી સંપ્રદાયનાં પૂજ્ય શ્રી મોહનમુનિજી મહારાજ સાહેબ દ્વારા અનુમતિ મોહન પ્રશ્નોત્તર ભાગ ૧ અને ૨ જે અપ્રાપ્ત હતા, સંતે તથા મહાસતીજીઓ તથા તત્વજ્ઞ શ્રોતાઓ માટે વિશેષ ઉપયોગી હોવાને કારણે અનુપલબ્ધ સાહિત્યને ઉપલબ્ધ કરવા માટે પ્રેમજીભાઈ ગાલાને પ્રેરણા આપી. તેમણે પણ સહર્ષ સ્વીકારી લીધી.
આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે સર્વપ્રથમ મહાસતીજીઓની પ્રેરણા તથા આશીર્વાદ દ્વારા જે અમૂલ્ય સમય આપીને માર્ગદર્શન મળ્યું, તેને માટે અને સતીવૃંદનો ખૂબ ખૂબ અણી તથા આભારી છીએ, સાથે સાથે પ્રેમજીભાઈ ગાલાએ પણ જે ધનસગ આપે તેને માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપતાં તેમને અભિનંદન આપીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org