________________
ર૭૪ તે ન્યાયે ભવી અને અભવી ને જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે, તે ભવીને પાંચ જ્ઞાન સત્તામાં છે તે તે તે કર્મ ભેગવી છૂટે. પરંતુ અભવીને પાંચ જ્ઞાન માંહેલું જ્ઞાન સત્તામાં નથી અને તદાવરણીય કર્મ કેવી રીતે ભેગવવું ? તે ઉપરના ન્યાયે તથા સૂત્રના ન્યાયે અનેરી રીતે પણ ભેગવે એટલે અભવીની જે ત્રાદ્ધિ છે, મતિ-શત અને વિભંગ અજ્ઞાન તેને આવરણ કરે તેને પ્રકાશ થવા દે નહિ.
પ્રશ્ન ૧૨ મું–સૂત્રમાં જ્ઞાનાવરણીય કહ્યું છે પણ કઈ ઠેકાણે અજ્ઞાનાવરણીય કહ્યું હોય એમ જણાતું નથી તે અજ્ઞાન ને જ્ઞાનાવરણીય કેમ લાગુ થાય ?
ઉત્તર–જેમ દિવસને વાદળના દળ આવરણ કરે છે તેમ રાત્રિનાં અંધકારને પણ તેજ દિવસના પ્રકાશને આવરણ કરનારાં વાદળના દળ આવરણ કરે છે. દિવસના પ્રકાશરૂપ તે ભવ્ય જીવના જ્ઞાન રૂપ પ્રકાશ તેને જ્ઞાનાવરણીય રૂપ વાળને દળ વડે આવરણ થવાથી જ્ઞાનાવરણીયનું આવરણ થયું કહેવાય છે, તેમજ અભવીને આઠ જ્ઞાન મહેલાં ત્રણ અજ્ઞાનરૂપ રાત્રિના પ્રકાશને પણ તેજ જ્ઞાનાવરણીયાદિક વાદળના દળ આવરણ કરી રાત્રિના અંધકારરૂપ અજ્ઞાન રૂપી અંધકારને વિશેષ વધારે છે. એટલે જે જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે છે તે આઠ પ્રકારના જ્ઞાનને આવરણ કરે છે. ત્યાં કોઈ અજ્ઞાનાવરણીય કર્મ જુદું પાડવાની જરૂર નથી, એમ સૂત્રના ન્યાયથી જણાય છે.
જ્ઞાનરૂપી દીપક હોય ત્યાં સુધી પ્રકાશ રહે અને તે દીપકને આવરણ થાય એટલે અંધકાર પ્રસરે અર્થાત્ અંધકાર વધે. પણ જે મકાનમાં દીપકજ ન હોય તેમાં તે સદાય અંધારું જ હોય. એ ન્યાયે ભવ્ય અભવ્યના જ્ઞાન અને અજ્ઞાન વિષે સમજી લેવું.
રાત્રિ સમાન અભવ્યને તારાના પ્રકાશ સમાન મતિ, શ્રુત જ્ઞાન ૮ આઠ જ્ઞાનમાં ત્રણ મહિલા સદાય હેય.) ચંદ્રમા સમાન વિભંગ જ્ઞાન (ચંદ્રમાના પ્રકાશની હાની વૃદ્ધિ હેય, કોઈ વખત ન પણ હોય) અને જ્ઞાનાવરણીયાદિક કર્મ દળનાં વાદળાંના પડ વડે અભિવ્ય રૂપી રાત્રિને વિષે આચ્છાદિત હવાથી ચંદ્ર અને તારાના પ્રકાશને બંધ પાડી રાત્રિના અંધકારને વિશેષ મલીન કરે છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ જેમ ભવ્ય જીવના જ્ઞાનને આવરણ કરે છે, તેમ અભવ્ય જીવના અજ્ઞાનને પણ આવરણ કરે છે. એ અપેક્ષાએ જ્ઞાનાવરણીય કર્મને બંધ ભવ્ય અભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org