________________
૨૫૨
પ્રશ્ન ૪૮ મું–કોઈ એમ કહે કે-સર્વ જીવની પાસે આત્માની અનંત શક્તિ રહેલી છે માટે સર્વ જીવ પાસે અનંત કેવળ જ્ઞાનને કેવળ દર્શન હેવું જોઈએ. તે અભવીને પણ સત્તામાં કેવળ જ્ઞાનને કેવળ દર્શન અવશ્ય હોય તેનું કેમ ?
ઉત્તર-સર્વ જીવના સંબંધમાં જે જે અદ્ધિ સૂત્ર દ્વારા કહેવામાં આવી છે તે પ્રગટપણે ભવ્ય જીવને ઉદ્દેશીને જ સંભવે છે, અને અભવ્ય સંબંધીની બાબતમાં કઈ કઈ ઠેકાણે જુદો ભાગ પાડવામાં આવ્યો છે, પણ સમુચે બેલમાં ભવ્ય જીવની બહુલતાને લઈને અભવ્ય જીવને ગૌણતામાં રાખી કેટલાક બેલે ભવ્ય જીવના આગેવાનપણાને લઈને સૂત્રકારે સમચે બેલે ને પ્રગટ કર્યા છે.
દાખલા તરીકે શાળધાનને (ત્રીહિને) એક કહાર ભોલે છે, તે શાળી–ત્રી પંખડી ઉંચી કદના ચોખાની વખણાતી છતાં તેમાં ગૌણતાએ કઈ કઈ કદને કણ, ચોખા વિનાને અંદર હોય છે, તેમાં બીજ રૂપે પણ ચેખે હેતે નથી એટલે તેમાં બીજક છેજ નહિ. દેખાવમાં
હિ જેવીજ વ્રીહિ હોય, તે રૂપ અભવી અને ચોખારૂપ બીજક સહિત જે વ્રીહિ છે તે રૂપ ભવ્ય જીવ સમજવા. - જે સત્તામાં અભવીને કેવળ જ્ઞાનને કેવળ દર્શન હોય તે તેના બીજકરૂપ સમ્યક્ત્વ અવશ્ય સત્તામાં હોવું જોઈએ જ્યાં સત્તામાં સમક્તિ ત્યાં સત્તામાં કેવળજ્ઞાન અને જ્યાં સત્તામાં કેવળ જ્ઞાન ત્યાં સત્તામાં સમક્તિ અવશ્ય હોય. સમક્તિ વિના કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન વિના સમક્તિ હોય નહિ. એટલે સત્તામાં સમકિત હોય અને કેવળજ્ઞાન ન હોય તથા સત્તામાં કેવળ જ્ઞાન હોય ને સત્તામાં સમક્તિ ન હોય એ કે પણ જીવ નીકળે નહિ, બન્ને સહચારી છે.
કેવળ જ્ઞાનનું બીજ સમકિત છે અને સમકિત એ કેવળ જ્ઞાનનું ઉત્પાદક છે. દાખલા તરીકે વડના બીજમાં વડ સમાયેલું છે અને વડ એ બીજ સહિત છે. તેમ સમક્તિમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રહેલું છે, સમકિત પ્રાપ્ત થયા પછી તેજ ભવે અથવા ત્રીજે ભવે, અથવા પન્નર ભવે, છેવટ અર્થ પુદગળે પણ કેવળ જ્ઞાન રૂપ વૃક્ષ પ્રગટ થાય. તે જે સત્તામાં સમક્તિરૂપ બીજક હોય તે સત્તામાં રહેલું કેવળ પ્રગટે. માટે બીજક વિના વૃક્ષ નહિ અને વૃક્ષ વિના બીજક નહિ. સત્તામાં બને આમન સામાન છે, એકની નાસ્તિએ બન્નેની નાસ્તિ, એકની અસ્તિએ બન્નેનું અસ્તિત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org