________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા
--ભાગ ૯ મો.
પર૩
રહી સથારાની અંદર હાથ પગાદિક ચલાવ્યા વિના આત્મસમાધિમા મરે તે પાદપગમન સંથારા કહીએ, અને ચારે આહારનાં પ્રત્યાખ્યાન (ત્યાગ) કરી જગ્યાની મર્યાદા રાખી આત્મા સમાધિ ભાવે મરે તે ભત્ત પ્રત્યાખ્યાન સથારો કહીએ. આ બન્ને મરણને શાસ્ત્રમાં પતિ મરણ જ્ઞાન-કહેલ છે.
પ્રશ્ન ૮૯ ઉપર કહેલા ૧૨ પ્રકારનાં અજ્ઞાન મરણુ અને એ પ્રકારનાં જ્ઞાન મરણુ આત્માને શુ ફળ આપે છે ?
ઉત્તર—અજ્ઞાન મરણે મરતા થકો જીવ નારકી, તિય "ચ, મનુષ્ય અને દેવતા સ’બધીના એટલે ચારગતિ ચૈાવીશ દંડક અને ચારાશીલાખ જીવાયાનિના અનંતા અનતા ભવ વધારે અને આદિ અંત રહિત ચાર ગતિ રૂપ સંસારની અંદર પરિભ્રમણ કરે.
અને જ્ઞાન ( પંડિત ) મરણુ મરતા થકે જીવ અનંતા ભવના ફેરા તાડે અર્થાત્ ચારે ગતિરૂપ સંસારને અતિક્રમે ખપાવે.
આને પરમાર્થ એ છે કે ખાર પ્રકારનાં અજ્ઞાન મરણે મરવા વાળાને આત્મહત્યાને દોષ લાગે છે, અને પંડિતમરણે મરવાવાળાને આત્મહત્યાને દોષ લાગતો નથી; કારણકે તે પેાતાનું મરણ નજીક આવ્યું જાણીને સમાધિ મરણે મરે છે. આત્માને સમાધિભાવમાં જોડી અનેક પ્રકારના પરિસહેાને સમભાવે સહન કરી આ જગતના તમામ જીવા સાથે ગતભવના અને આ ભવના વૈરિવરેધની ક્ષમાપના માર્ગી કોઇ પણ પ્રકાની ઇચ્છા કે વાસના રહિત માત્ર આત્મભાવનાએજ સમાધિભાવના ભાવતાં પેાતાના આયુષ્યની હદ પૂરી કરે છે, તેને આત્મત્ઝત્યાને દોષ કહેવા તે અજ્ઞાનતાનું વાકય છે.
જૈનશાસ્ત્રમાં ન્યાય પ્રમાણે સમાધિમરણે મરવાવાળા પેાતાના મૃત્યુના એક જાતના મહેત્સવ માને છે. એ વિષે પૂરતી માહિતગારી મેળવવી હોય તો વાંચે સમાધિમરણ યા સમાધિવિચાર તથા મૃત્યુમહોત્સવ નામનાં પુસ્તક.
પ્રશ્ન ૯૦—આયુષ્યની હદ જાણ્યા વિના કેપ સધારા કરે અને પછી ક્ષુધાવેદની આદિ પરિસંહે ઉત્પન્ન થાય અને અસમાધિ મરણે મરવાની ધાસ્તી રહે તેનુ શું કરવું ?
ઉત્તર---જે સમાધિમરણે મરવાનો ખપી હાય તેને સમાધિમરણ થાય તેવી યેજના કરવી એમ આચારાંગ સૂત્ર તથા ભગવતીજી સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org