________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૯ મે.
પર૧
૧
પ્રશ્ન ૮૨–કેઈને સંથારાની વિધિએ સંથારો કરે હોય તે તે કેવી રીતે ને ક્યારે કરી શકે
ઉત્તર–જેને સંથારે કરેલ હોય તેને પ્રથમ તે પિતાના આયુષ્યની હદ જાણવી જોઈએ એટલે કાં તે અવધિજ્ઞાનથી, કાં તે જાતિસ્મરણ જ્ઞાનથી કે કે તે સૂત્રજ્ઞાનથી અથવા તે કઈ દેવાદિકના કહેવાથી, અથવા તે કઈ સ્વમાદિકને ભાસ થવાથી, અથવા તે કઈ જ્ઞાનીઓના કહેવાથી, અથવા તપશ્ચર્યાદિકે શરીર ક્ષીણ પાડવાથી અર્થાત્ શરીરની અંદરનું લેહી માંસ સૂકાવાથી શરીરની શકિત તદન ક્ષીણ થવાથી તથા કાળ જ્ઞાનથી ઈત્યાદિક કારણે વડે પોતાના આયુષ્યને અંત નજીક આવેલે જાણે પિતાના શરીર, આહાર, ઉપકરણાદિક ઉપરથી મૂરછ ઉતારી આત્મબળ પ્રગટ કરી સંથારે કરવા ધારે અર્થાત્ સંથારે કરે તે સહી સલામતે પાર પહોંચાડી શકે.
પ્રશ્ન ૮૩–ઉપરના કહેલા બેલ વિના એટલે આયુષ્યની હદ જાણ્યા વિના કોઈ સંથારે કરવા ધારે તે તેનું કેમ થાય ?
ઉત્તર–આ કાળમાં આયુષ્ય જાણ્યા વિના કે ઈ સંથારે કરે તે તેને સિદાવાને વખત આવે પરંતુ કેઈ હઠથી કે હિંમતથી અથવા તે આત્મબળથી ચવિહાર ત્યાગના ૩૦ ઉપવાસ કરે અથવા તેવિયારા ૩૦ ઉપવાસ ઉપરાંત ચઉવિહારા ઉપવાસ શરૂ કરી દે તે થોડા દિવસમાં સંથારે પાર પાડી શકે એમ વિદ્વાનોના મુખેથી સાંભળ્યું છે.
પ્રશ્ન ૮૪–સંથારાને માટે કેટલાંક અણસમજુ મનુષ્યો એમ બે છે કે સંથાર કરે તે એક જાતની આત્મહત્યા છે. એટલે પરાણે પ્રાણ કાઢવાને દા કરે છે. તેનું કેમ?
ઉત્તરસંથારો કરે તેને આત્મહત્યા માનવી એ એક જાતની અજ્ઞાનતા છે. કેઈ અજ્ઞાનતાથી કે કઈ દ્વેષ ભાવથી એ પ્રમાણે બોલે તેને માટે કાંઈ કહેવાનું નથી, પણ શાસ્ત્ર કબુલ કરતું નથી. શાસ્ત્રમાં એ વિષે ઘણી વ્યાખ્યા છે. આપણે પણ વિચાર કરીશું તે જણાઈ આવશે કે આત્મઘાત કરવાવાળા કેવી પ્રકૃતિનાં મનુષ્ય હોય છે ? અને સંથારા કરવા વાળા કેવી પ્રકૃતિવાળા હોય છે ? તે સ્વરૂપ ડાહ્યા માણસે જાણવું જોઈએ. અન્યમતના શાસ્ત્રમાં અણુસણ કહેલ છે, અને જૈનશાસ્ત્રમાં સંથારે અને અણસણ એ બેય શબ્દથી બોલાવેલ છે. વળી અન્યમતના ત્યાગીએ
કાળજ્ઞાન જાણવાને માટે જીવે ભાગ ૪ થે પ્રશ્ન ૬૯મું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org