________________
૫૧૪
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૯મો.
એટલે એ સર્વ બેલ ભગવતે અરૂપી કહ્યા તે આત્મધર્મને લઈને કહ્યા છે.
અને પન્નવણા પદ ૨૩ મે, કર્મપ્રકૃતિના અધિકાર નામકર્મની પ્રકૃતિમાં શુભ નામના ૧૪ બોલમાં ૧૦ મે, બાબુવાળા છાપેલ પાને ૨૭૦ મે શરીર ધર્મઆશ્રી રૂપી કહેલ છે. એટલે ઉઠ્ઠાણદિ જાવતું પરક્રમે એ સર્વ બેલના એક ૧૦ મો બેલ છે, તેને શુભ નામકર્મના બંધ સંબંધીમાં અનુભાગ ભોગવવા આશ્રી કહેલ છે. માટે રૂપી કહેલ છે.
પ્રશ્ન ૬૭–સાધુને ચાર ભાષા માંહેલી બે ભાષા બોલવી કહી છે. સત્ય અને વ્યવહાર અને ૧૨ મા ગુણસ્થાને ૯ જોગ લાભ છે તે ૪ મનના ૪ વચનના ને ૧ ઉદારિકને તેનું કારણ શું ?
ઉત્તર–અસત્ય મન ને મિશ્ર મન, અને અસત્ય વચન ને મિશ્ર વચન. તેને ૧૨ મા ગુણસ્થાને ઈરાદાપૂર્વક પ્રવર્તાવે નહિ. પરંતુ દ્રવ્યગુણ પર્યાયની વ્યાખ્યા કેવળી પ્રમાણે યથાતથ્ય કહી શકે નહીં. છદ્મસ્થપણામાં ચારે વેગની પ્રવૃત્તિ રહી છે. બારમા ગુણસ્થાનને સાધુ જે કે મહા ઉપયેગવંત છે. તથાપિ મન, વચનને વેગ દ્રવ્ય ગુણ, પર્યાયની વ્યાખ્યામાં કેવળી પ્રમાણે જાણી શકે નહિ. તે પ્રમાણે મન પ્રવર્તાવી શકે નહિ તથા વચન બોલી શકે નહિ, માટે ૯ જોગ કહ્યા છે.
પ્રશ્ન ૬૮-ઉત્તરાધ્યયનના ૯ માં અધ્યયનમાં ગાથા ૪૨ મી, તેમાં નમિ રાજર્ષિ પ્રત્યે ઈંદ્ર મહારાજાએ બ્રાહ્મણના રૂપે કહ્યું છે કે
घोरासमंचइत्ताणं, अन्नंपत्थेसि आसमं; इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा. ४२.
આ ગાથાને અર્થ થાય છે ? અને ઘોરાશ્રમ જે કહ્યો તે આશ્રમનું સ્વરૂપ શું?
ઉત્તર–શ્રીમદ્ રાજચંદ્ર પાને ૨૮ મે કહ્યું છે કે-નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશિલ પ્રવજ્યમાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે. તેથી તે પ્રવર્યા ત્યાગ કરીને અન્ય પ્રવજ્યમાં રૂચિ થાય છે. માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૈષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું ( આ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં અર્થ કર્યો છે. )
વળી કેટલાક અર્થના કરવાવાળા પણ શ્રાવકપણામાં રહી પિષધાદિ કરવાનું કહી ગયા છે. એટલે દરેક અર્થના કરવાવાળા સદ. શબ્દ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org