________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો.
અર્થ– તપનું અજીર્ણ કોધ છે, જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, દેહને પરિતાપ કર યા પરને પરિતાપ ઉપજાવે તે ક્રિયાનું અજીર્ણ છે અને અપચાદિક વિશુચિકા થાય તે અન્નનું અજીર્ણ છે.
માટે વિશેષ કરીને મુનિઓને જણાવવાની જરૂર પડે છે કે હે મુનિઓ ! હે તપસ્વી લે ! હે જ્ઞાનીઓ! અહો આચાર કિયાવાન મુનિઓ ! ! એક વાત ધ્યાનમાં રાખજે કે આપ જે જે ક્રિયાઓ કરે તેમાં રખે અજીર્ણ થઈ જાય જેમ ખેરાક અપથ્ય કે હદ ઉપરાંત ખાવાથી અજીર્ણ થાય છે અને તેથી અપચ થઈ જવર વગેરેની વ્યાધિ ઉત્પન્ન થાય છે, ને છેવટે ભયંકર રોગ અને મૃત્યુના છેડા સુધી પહોંચાડે છે. તેમ ન થવા દેવાને પરંતુ ધ્યાન રાખવાની જરૂર છે, માટે નીતિશાસ્ત્રમાં ચાર પ્રકારનાં અજીર્ણ જણાવી ગયા છે અને વિદ્વાન લેકો પણ એજ પ્રમાણે
(પાઈ) ક્રોધ અજીર્ણ તપ વિચાર, જ્ઞાન અજીર્ણ છે અહંકાર કિયા અજીર્ણ પરની તાતી મુછ અન્ન અજીર્ણ ભાતી ૧
- દેહરો. આચારે અભિમાન વધે, તપથી વધીઓ કલેશ
ગર્વ વધે જે જ્ઞાનથી, તે અવળે ભજ વેશ ૧
માટે તેમ થવા ન દેવું. અર્થાત તપસ્યા કરી કોધ ન કરે. જ્ઞાનીઓએ અહંકાર ન કરવો. કિયા કરી પિતાને કે પરને પરિતાપ ન કરે એવા પુરૂષે આ દુનિયાને અને પિતાના આત્માને તારવા શક્તિવાન થાય છે. એવા મુનિને ધન્ય છે અર્થાત એવા પુરૂષે આ દુનિયાને દીપાવે છે.
પ્રશ્ન પ૮ દુનિયાને દીપાવનાર કેટલા પુરૂ છે?
ઉત્તર વિદ્વાન પુરૂષ કહે છે કે આ દુનિયાને આ પૃથ્વીને દીપાવનાર આભૂષણરૂપ ત્રણ પુરૂષ છે.
ભૂભૂષણ નર તીન છે, અવર ઉપજત અનંત
અગર્વ ધન રાખલ ક્ષમી, કમળ વિદ્યાવંત ૧ વાહ ! આવા પુરૂષ આ દુનિયાને દીપાવનાર થાય છે, એટલે જે ધનવાન પુરૂષ ગર્વ ન કર, બળવંત ક્ષમાં ધારણ કરે, અને વિદ્યાવાન કમળતા ધરાવે, અથવા ધર્મરૂપી ધનવતા ગર્વ ન કરે, તપસ્યા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org