________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૮ મો,
૪૫૫
વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લેભાદિક સંબંધી ભેડા ઘાટ મનમાં થાવા દેવા નહિ અને દેહે કરીને કાંઈ ભુંડું આચરણ કરવું નહિ એમ શાસ્ત્રમાં વચન છે. અને તેજ શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસે હેર લાંઘણ કરવી નહિ, અને એકાદશ ઈદ્રિના આહારને ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તે હેરલાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નને આહાર છે. તેમજ શ્રેત્રને શબ્દને અહર છે, અને ત્વયાને સ્પર્શને આહાર છે, ને નેત્રને રૂપને આહાર છે, ને જીહાને રસને આહાર છે, ને નાસિકાને ગંધને આહાર છે, ને મનને સંકલ્પ વિકલ્પને આહાર છે. એવી એવી રીતે અગીઆરે ઇદ્રિના જુદા જુદા આહાર છે તે સર્વે આહારને ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય, પણ અગીયારે ઇદ્રિ કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તે અગીયારે ઇદ્રિને આહાર કરવા દેવી નહિ. એવું વ્રત પંદર દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તે તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, તે વિના જે હેરલાંઘણ તેણે કદીને ભગવાન પ્રસન્ન થતા નથી, અને શ્વેતદ્વીપમાં જે નિરન્નમુક્ત કહેવાય છે તે તે સદાય એ વ્રત રાખે છે, જ્યારે પણ એ વ્રતને ભંગ થવા દેતા નથી, માટે નિરન્ન કહેવાય છે, અને આપણે પણ ઈચ્છા છે એમ રાખીવ જે જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવું જ થયું છે, પણ એ વાતમાં હિમ્મત હારવી નહીં. એવી રીતે જે હિમંત રાખીને જેવું મેયે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને ત્રિએ જાગરણ કરે તે તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ (સેજાનંદ સ્વામી) મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડયાં. (ગ્રંથમાંથી કેપી ટુ કોપી કરી છે)
એ પ્રમાણે દરેક ધર્મમાં દરેક શાસ્ત્રમાં ઉપવાસાદિક તપશ્ચર્યા કરવાનું વિશેષ મહામ્ય કહેલ છે.
પ્રશ્ન ૪૬–તપશ્ચર્યાદિ ગુણે પ્રાપ્ત થયે ગુણપર મત્સર કરે તેને
શું ફળ ?
ઉત્તર–અધ્યાત્મ કલ્પદ્રુમની બીજી આવૃત્તિ સંવત્ ૧૯૬૭ માં છપાયેલ છે તેના પાને ૩૧૨ મે કહ્યું છે કે
तपः क्रियावश्यक दान पूजनैः शिवनगन्तागुणमत्सरीजनः अपथ्य भोजीननिरामयो भवे, द्रसायनैरप्पतुलैर्यदातुरः १.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org