________________
કી પ્રશ્નોત્તર મનમાળા–ભા. ૨ જે.
આચારને ડોળ દેખાડવા મલીન વસ્ત્ર ધારણ કરે તેને મોટું પ્રાયશ્ચિત આવે. આવા પણ ડોળધાતુ દુનિયાને ઠગનારા દુનિયા પાસે વાહ વાહના પિકાર પડાવ નારા પણ હોય છે ખરાં. પણ શાસ્ત્રમાં કાંઈ શરમ રાખે તેમ નથી, અનંતજ્ઞાની પુરૂષે તે દરેક પ્રાણીના કૃત્યાકૃત્યના હૃદયને વિચારે અરીસાની પેઠે પ્રગટ કરી દેખાડ્યા અને તેના આધારને માટે પણ ભેગુંજ જ્ઞાન આપતા ગયાં. છે કે જેને અમલ કરે તે આત્મથી છવાનું કર્તવ્ય છે.
આત્માથી જીવે મધ્યસ્થ વૃત્તિએ વર્તવાવાળા ખોટા ડળમાં નહિ પડતાં અતિ ઉભટ વેવ કે અતિ મલીનતાનામાં નહિ ગુંચતા તટસ્થ વૃત્તિએ સાદા અને સરલ વેશને ધારણ કરી માત્ર પોતાના સંયમને નિર્વાહ કરવા આડંબર કે દંભ વિના જેવાં મળે તેવા નિદેપ વસ્ત્ર ધારણ કરી પોતાનું જીવન ગળવું તેમજ શ્રેય માને છે.
વેશમાં કોઈ મોક્ષ રહ્યો નથી, મોક્ષ તે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી છે. વેશ માત્ર લેકને વિષે પ્રતીત ઉપજાવવાનું સ્થાનક છે. તેમાં પણ વેશ કે હોવો જોઈએ કે દુનિયાની દૃષ્ટિએ અગ્ય અને ખરાબ ન લાગે, ધર્મને નિંદાવાપણું ન થાય અને પિતાના સંયમને સુખેથી નિર્વાહ થાય એવો સાદો નિહિ અને અનિંદનિક વેશ હોવો જોઈએ. વિભૂષાને આશય વિના કેઈ વસ્ત્રાદિકનું પ્રક્ષાલન કરે તેમાં સાધુપણાની નાસ્તિ માની પિતાના તથા અન્ય જજોના આત્માને મેટી નુકશાનીમા ઉતારવા તે સત્ય પુરૂષનું લક્ષણ નથી.
કદાપિ કોઈ અપ વસ્ત્ર પર નિભાવ કરવા વિશેષ કાઉને માટે વિશ્વને વે અથવા મલીન વસ્ત્રમાં લીલકુલ કે યુકાદિકને ઉપદ્રવ થતું અટકાવાને માટે દેવે તેમાં સાધુપણું નહિ માનનારા અથવા કોઈ શરીરની શોભાર્થે વસ્ત્રાદિક દેનારા અપાવવાળાને સાધુપણાની નિતિ માની બેસવું તે ચીભડાના ચોરેને ફાંસીની શિક્ષા કરવા જેવા ઈન્સાફના આપવાવાળા તે પોતે સૂત્ર વિરોધી પ્રરૂપણાના કરવાવાળા પિતાના આત્માને ઠગ છે. અર્થાત્ એવા દેષદૃષ્ટિવાળા પોતાના આત્માને મલીન બનાવી મેટી નુકશાનીમાં ઉતારે છે. એમ સૂત્રને ન્યાયથી સાબીત થાય છે.
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત શિખ્ય મુનિ શ્રી હિનલાલજી કૃત “શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા ” બીજો ભાગ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org