SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધદેવવિરચિત [ રારિત્તિમથન ] अत्र ग्रन्थे प्रचुरणे पदानां सन्धिर्न कृतः, वाक्यानि च भिन्न भिन्नानि कृतानि सुखबोधार्थम् । किं च परिभाषासूत्रं पदयोः संधिर्विवक्षितो न समासान्तरं तयोः तेन कारणेन लिङ्गवचनक्रियाकारकसंधिसमासविशेष्यविशेषणवाक्यसमाप्त्यादिकं दूषणमत्र न ग्राह्यं विद्वद्भिरिति । इदं परमात्मप्रकाशवृत्तेव्याख्यानं ज्ञात्वा किं कर्तव्यं भव्यजनैः । सहजशुद्धज्ञानानन्दैकस्वभावोऽहं, निर्विकल्पोऽहं, उदासीनोऽहं, निजनिरअनशुद्धात्मसम्यश्रद्धानज्ञोनानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मनिर्विकल्पसमाधिसंजातवीतरागसहजानन्दरूपसुखानुभूतिपात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं, रागद्वेषमोहक्रोधमानमायालोभपञ्चन्द्रियविषयव्यापारमनोवचनकायव्यापारभावकमद्रव्यकमनोकर्मख्यातिपूजालाभदृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादि ટીકાકારનું અંતિમ કથન સહેલાઈથી સમજાય તે માટે આ ગ્રંથમાં ઘણું કરીને પદોની સંધિ કરી નથી, અને વાક્યો જુદાં જુદાં કર્યા છે. વળી સૂત્રની પરિભાષામાં પદની સંધિ તેના સમાસની વચ્ચે વિવક્ષિત નથી તેથી લિંગ, વચન, ક્રિયા, કારક, સંધિ, સમાસ, વિશેષ્ય, વિશેષણ, વાક્યસમાપ્તિ આદિના શેષ વિદ્વાનોએ ન ગ્રહવા. આ પરમાત્મપ્રકાશ વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? તે આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનેએ આવો વિચાર કરવો જોઈએ કે “શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવલ) ત્રણ લોકમાં ત્રણ કાલમાં મનવચનકાયાથી અને કૃત–કારિત–અનમેદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યફશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગઅનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાન ધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય એ પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લેભ, પાંચ ઈન્દ્રિયના વિષયવ્યાપાર, મનવચનકાયના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગેની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ, એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવ૫રિણામોથી રહિતશૂન્ય હું છું. સર્વ જીવ પણ આવા જ છે, એવી નિરંતર ભાવના કરવી. ૪૦૦૦ - હવે ટીકાકાર અંતિમ ક્ષેક કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy