________________
પ્રકરણ૩] વસ્તુપાળને કૌટુંબિક વૃત્તાત તથા રાજકીય કારકિર્દી [ ૩૯ છે.૧૪ એમાં જે ત ન હોત તો વસ્તુપાળના અવસાન પછી જૈન સાહિત્યની કૃતિઓમાં જ એની આવી વિવિધ રીતે નેંધ લેવાઈ ન હોત,
વસ્તુપાળનાં ભાઈ–બહેને ૪૬. અશ્વરાજ અને કુમારદેવીને અગિયાર સંતાન હતાં, એમાં જાહુ, માઉ, સાઉ, ધનદેવી, સેહગા, વઈજુ અને પદ્મલદેવી ૧૫ એ સાત પુત્રીઓ હતી તથા લુણિગ, મલદેવ, વસ્તુપાળ અને તેજપાળ એ ચાર પુત્રો હતા. આ ચાર ભાઈઓમાંથી લુણિગ નાની વયમાં મરણ પામ્યો હતો અને મલ્લદેવ યુવાવસ્થામાં જ, પૂર્ણસિંહ નામે એક પુત્ર મૂકીને, અવસાન પામ્યો હતો. વસ્તુપાળનું જન્મવર્ષ ખોળી કાઢવાનું કોઈ સાધન નથી. એના જીવન વિશેની જૂનામાં જૂની નોંધાયેલી સાલ તે સં. ૧૨૪૯ (ઈ. સ. ૧૧૯૩) છે.૧૬ રાજકોટના વૅટસન મ્યુઝિયમમાં સચવાયેલા એક શિલાલેખમાં તે મળે છે. એ શિલાલેખમાં તે ઉત્કીર્ણ થયાનું વર્ષ આપ્યું નથી, પણ લિપિ ઉપરથી તે વસ્તુપાળના સમય કરતાં અર્વાચીન નથી. આ શિલાલેખ પ્રમાણે, વસ્તુપાળ તથા એના નાના ભાઈ તેજપાળે સં. ૧૨૪૯ ના વર્ષમાં પોતાના પિતાની સાથે શત્રુંજયની યાત્રા કરી હતી. આ એમના બાળપણની વાત હશે એમ માની શકાય. વસ્તુપાળીને બે પત્નીઓ હતી–લલિતા અને સોખુ અથવા વયજલ્લદેવી. તેજપાળનું લગ્ન અનુપમા અને સુવદેવી સાથે થયું હતું. આ બન્ને બંધુઓને અનેક બાબતોમાં ઉપયોગી સલાહ આપનાર તરીકે તેજપાલની પત્ની અનુપમાનું નામ પ્રસિદ્ધ છે.
રાજકીય કારકિર્દીને પ્રારંભ ૪૩. વસ્તુપાળ અને તેજપાળની બાલ્યાવસ્થા વિશે ઝાઝું જાણવામાં નથી. નાનપણમાં તેઓ પોતાના પિતાની સાથે સંહાલકપુર નામે ગામમાં રહેતા હતા.૧૭ એ ગામ ચૌલુક્યરાજ તરફથી અધરાજને એની સેવાઓના બદલામાં ઈનામમાં અપાયું હતું. અશ્વરાજના અવસાન પછી બન્ને ભાઈએ
૧૪. “વીરવંશાવલિ' ઉમેરે છે કે ગુજરાતની વણિક જ્ઞાતિઓમાં ખાસ કરીને પ્રાગ્વાટેમાં–વૃદ્ધશાખા અને લઘુશાખાના (અર્વાચીન “દશા” અને “વીશા ના) ભેદ, ચાલુ રૂઢિનો ભંગ કરતી આ ઘટનાથી પેદા થયા હતા. જેઓ વસ્તુપાળની સાથે રહ્યા તેઓ “લઘુશાખીય ” (ઊતરતા) ગણાયા. આ વિશેની વિગતો માટે જુઓ જેસાસં, પુ. ૧, અંક ૩ માં છપાયેલ “વીરવંશાવલિ'નાં પૃ. ૩૬-૩૭.
૧૫. પ્રાચૅલેસ, નં. ૬૪, ૯૪-૯૭ અને ૧૦૩. વળી જુઓ વચ ૧. ૧૬. વવિ, પ્રસ્તાવના, પૃ. ૧૧ ૧૭, વચ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org