________________
૪૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ પિતાની માતા સાથે મંડલી (વરમગામ પાસેના માંડલ)માં રહેવા ગયા.૧૮ આ ઘટના કયારે બની એ નકકી થઈ શકે એમ નથી. માતાના અવસાન સુધી તેઓ માંડલમાં રહ્યા, અને ત્યારપછી એમની રાજકીય કારકિર્દીને પ્રારંભ થયો હોય એમ જણાય છે. એક વાર શત્રુંજયની યાત્રાએથી પાછા ફરતાં તેઓ ધોળકે આવ્યા હતા. ‘કીર્તિકૌમુદી' “વસન્તવિલાસ”
પ્રબન્ધચિન્તામણિ’ અને ‘પ્રબન્ધકાશ” નેંધે છે કે બંને ભાઈઓ ધોળકે ગયા હતા અને સોમેશ્વરે રાણા વીરધવલ સાથે તેમને પરિચય કરાવ્યા પછી વિરધવલે એમની મંત્રી તરીકે નિમણુક કરી હતી. બીજી તરફ અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન” (સર્ગ ૪), જયસિંહસૂરિકૃત “વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ' (શ્લોક ૫૧), અને ઉદયપ્રભસૂરિકૃત “સુકૃતકીર્તિ કલેલિની ” (બ્લેક ૧૧૮–૧૯) લખે છે કે તેઓ અણહિલવાડના રાજા ભીમદેવ બીજાની સેવામાં હતા, અને વિરધવલની વિનંતિથી ભીમદેવે તેઓને ધોળકે મોકલ્યા હતા. નરનારાયણાનંદ' મહાકાવ્યના પ્રશસ્તિસર્ગમાંનું વસ્તુપાળનું પિતાનું કથન આ વિશેની બધી શંકાઓ દૂર કરી દે છે. એમાંથી જણાય છે કે વસ્તુપાળ પહેલાં ભીમદેવ પાસે હતો,૧૯ અને પાછળથી એની સેવા ધોળકાના રાણાને ઉછીની આપવામાં આવી હતી. ભીમદેવની સેવામાં વસ્તુપાળ કયા વર્ષમાં જોડાયો એ નકકી થઈ શકે એમ નથી, પરંતુ તે અને તેજપાળ ધોળકામાં સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૨૦)માં નિમાયા હતા એ નિશ્ચિત છે.૨૦ આ વર્ષથી એમની મહાન કારકિર્દીનો આરંભ થયો.
આર્થિક અને રાજકીય સુવ્યવસ્થાની સ્થાપના ૪૮. જે વખતે ભીમદેવ બીજે અણહિલવાડની કેન્દ્રીય સત્તા ટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ચૌલુની જ એક શાખા-વાઘેલાઓ ધોળકા આસપાસના પ્રદેશમાં પ્રબળ બળે જતા હતા. ધોળકા એ વાઘેલાએનું પાટનગર હતું. વાઘેલાઓને મૂળ પુરુષ, કુમારપાળને માસીને દીકરો આનાક અથવા અર્ણોરાજ નામે હતો. અણહિલવાડની નીચે આશરે
૧૮. એ જ. વળી જુઓ અકે, પૃ. ૧૦૩. ૧૯. માસ્વપ્રમામધુરાય નિરખતરાય
धर्मोत्सवव्यवतिराय निरन्तराय । यो गुर्जरावनिमहीपतिभीमभूप
મત્રદ્રતાપરવરાવ પેઢે છે (નના, ૧૬-૩૫) ૨૦. આ હકીક્તની નોંધ ગિરનાર ઉપરના વસ્તુપાળના બધા શિલાલેખોમાં લેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org