________________
૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કરેલી છે, તથા લક્ષ્મીસાગર, પાર્ધચન્દ્ર અને મેરુવિજય૦ એ ત્રણ કવિ ઓએ રચેલ “વસ્તુપાલ રાસ” એ નામનાં ત્રણ જુદાં જુદાં જૂની ગુજરાતીનાં કાવ્ય એને અનુમોદન આપે છે. શ્રી. ચિમનલાલ દલાલ૧૧ અને શ્રી. મોહનલાલ દેસાઈ ૧૨ આ અનુશ્રુતિને અરવીકાર કરે છે, કેમકે વસ્તુપાળની સમકાલીન કોઈ પણ રચનામાં એને ઉલ્લેખ નથી. અહીં ઐતિહાસિક પદ્ધતિનો એક રસપ્રદ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સમકાલીન લખાણ સામાન્ય રીતે પછીના સમયનાં લખાણ કરતાં વધારે આધારભૂત ગણાવા છતાં કેટલીક બાબતે એવી હોઈ શકે જે વિશે સમકાલીને મૌન રાખવાનું પસંદ કરે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ અથવા તેને કુટુંબનું ઘસાતું લેખાય એવી બાબત હોય ત્યારે આવું ખાસ બને; અને એવી વ્યક્તિના જીવનને મુખ્યત્વે પ્રશસ્તિગર્ભ વૃત્તાન્ત આપવાને જેમને આશય હોય એવા લેખકો આ પ્રકારના પ્રસંગે વિશે મૌન રાખે એ રવાભાવિક છે. આ કારણથી વસ્તુપાળની માતા કુમારદેવીના પુનર્લગ્નની હકીકત સમકાલીનેએ નહિ નાંધી હોય. પછીના સમયના લેખકોને આ પ્રકારનો સંકોચ રાખવાનું કશું કારણ નહોતું. આથી સમકાલીન લેખકોએ એની નોંધ કરી નથી એટલા જ માત્ર કારણસર આ અનુશ્રુતિને અરવીકાર કરી શકાય નહિ. મેરૂતુંગ જેણે વરતુપાળના અવસાન પછી માત્ર સાઠેક વર્ષ બાદ પિતાને ગ્રન્થ લખ્યો છે તથા જેનો આશય જૈન ધર્મના મહાપુરુષોની કીર્તિ વિસ્તારવાનું છે તે આ અનુશ્રુતિમાં તથ્ય ન હોત તો એની વિગત ભાગ્યેજ આપત. કુમારદેવીના પુનર્લગ્નને વૃત્તાન્ત આપતા ત્રણ જૂના ગુજરાતી રાસાઓએ મેરુ તુંગના લખાણની નકલ કરી નથી, પણ તેઓ અન્ય સ્વતંત્ર પરંપરાને અનુસરતા જણાય છે, જે બતાવે છે કે આ હકીકત માટે બીજા પુરાવા પણ હોવા જોઈએ. ૧૩ જૂની ગુજરાતીમાં લખાયેલી જેન આચાર્યોની વીરવંશાવલિ' નામે પટ્ટાવલિ ઉપર્યુકત અનુશ્રુતિને પ્રકારાન્તરે ટેકે આપે
૯. લમીસાગર અને પાર્શ્વ ચદ્રકૃત રાસાઓ માટે જુઓ જેસાસ, પુ. ૩, પૃ. ૧૧૨ અને આગળ.
૧૧. વવિ, પ્રસ્તાવના પૃ. ૧૩ ૧૨. જેસાઇ, પૃ. ૩૫૧–પર
૧૩. લક્ષમીસાગર અને પાર્શ્વ ચન્દ્રકૃત રાસાઓમાં વિધવા પુનર્લગ્ન માટે આ વસ્તુને આધાર શોધવામાં આવ્યો છે કે પ્રથમ તીર્થકર આદિનાથે એક વિધવા સાથે લગ્ન કર્યું હતું, અને એથી એમાં કહ્યું છે કે બીજાઓ પણ એ જૂની રૂઢિને અનુસરી શકે. (જેસાસ, પુ. 3, પૃ. ૧૧૩ અને ૧૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org