________________
૨૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ વિશે એમાંથી ઘણી મહત્વની માહિતી મળે છે. આ નાટકમાંનાં પ્રાકૃતિ ઉપર હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણની ઊંડી અસર છે. આ રૂપકગ્રથિને એ પ્રકારના એક પૂર્વકાલીન નાટક, કૃષ્ણમિશ્રકૃત “પ્રબોચન્દ્રોદય” (૧૧ મા સિકે) સાથે સરખાવી શકાય. “પ્રબોધચન્દ્રોદયની કેટલીક અસર આ નાટક ઉપર હોય એમ જણાય છે.
૩૩, જૈન આગમ ગ્રન્થના એક મહાન સંસ્કૃત ટીકાકાર આચાર્ય મલયગિરિ પણ આ સમયમાં થઈ ગયા. કેટલાક મહત્ત્વને આગ ઉપર ટીકાઓ લખવા ઉપરાંત કેટલાક આગમેતર ગ્રન્થ ઉપર પણ તેમણે ટીકાઓ રચેલી છે, અને “મુષ્ટિ વ્યાકરણ” (મૂઠીમાં સમાય એવું સંક્ષિપ્ત વ્યાકરણ) નામે એક વ્યાકરણ પણ લખ્યું છે. મલયગિરિએ પિતાની કૃતિઓમાં પિતાને વિશે કશી માહિતી આપી નથી, એટલું જ નહિ, પણ કોઈ કૃતિનું રચનાવર્ષ પણ એમણે આપ્યું નથી. પરંતુ એમાંની કેટલીકમાં “કુમારપાળના રાજ્યને ઉલ્લેખ એમણે કર્યો છે તથા અતિ કુમારપાડજાતીન એ ઉદાહરણ વ્યાકરણમાં આપ્યું છે.પ૭ આ ઉપરથી સ્પષ્ટ છે કે મલયગિરિ કુમારપાળના રાજ્યકાળમાં અથવા એ અરસામાં વિદ્યમાન હોવા જોઈએ. એમની ટીકાઓમાં અસાધારણ વિદ્વત્તા અને સરળતાને સુમેળ થયેલ છે અને એથી અભ્યાસીઓ તથા વિદ્યાર્થીઓ માટે એ ઘણી અગત્યની છે. જૈન આગમના સંસ્કૃત ટીકાકારોમાં હરિભદ્રસૂરિ, શીલાંકદેવ, અભયદેવસૂરિ અને મલયગિરિ એ સૌથી મુખ્ય છે. એમાં સમયદષ્ટિએ મલયગિરિ સૌથી છેલ્લા છે. મૂલ આગમો મગધમાં રચાયેલા હોવા છતાં એનું છેવટનું સંકલન ગુજરાતમાં થયું હતું તથા એ ઉપરની સર્વ ટીકાઓ પ્રાચીન ગુર્જર દેશમાં રચાયેલ છે એ વસ્તુ જૈન સાહિત્યના ઇતિહાસમાં સેંધપાત્ર છે.
૩૪. કુમારપાળ અને એના અનુગામીને સમય છેડીને ઈસવી સનના બારમા શતકના અંતમાં આવતાં સમસ્ત ભારતીય કથાસાહિત્યના અભ્યાસ માટે ઘણો મહત્ત્વનો એક ગ્રન્થ મળે છે. આ ગ્રન્થ તે પૂર્ણભદ્રનું “પંચા
ખ્યાન.” એની રચના સં. ૧૫૫૫ (ઈ. સ. ૧૧૯૯)માં થયેલી છે, જ્યારે વસ્તુપાળ અને તેજપાળ પ્રાયઃ કિશોરાવસ્થામાં હશે. પશ્ચિમ ભારતીય પંચતંત્ર' જે મૂલ “પંચતંત્રની સૌથી પ્રસિદ્ધ પાઠપરંપરા છે તથા
૫૬. એ જ, પૃ. ૨૫૫-૫૬ - ૫૭. જેસાઈ, પૃ. ૨૭૩-૭૪. આમાં ક્રિયાપદ અદ્યતન ભૂતમાં છે, તેથી તદ્દન નજીકના સમયમાં બનેલા બનાનો કર્તા ઉલ્લેખ કરે છે એમ ગણી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org