________________
પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૨૩ જ એક નટ રંગભૂમિ ઉપર આવીને એને સંબોધે છે, પણ એને ઉત્તર સૂત્રધાર આપે છે ! સ્પષ્ટ છે કે કર્તાના મત મુજબ અથવા પછીના કાળની શાસ્ત્રપરંપરા મુજબ સ્થાપક અને સૂત્રધાર એ બે શબ્દો એકાર્થિક ગણુતા હશે. વળી છેવટનું ભરતવાક્ય નાયક અર્જુનના મુખમાં મુકાયું નથી, પણ નાટકને અંતે અપ્સરાઓ સાથે વિમાનમાં બેસીને આવતા વાસવના મુખમાં મુકાયું છે.૫૪ પ્રહલાદને બીજી કેટલીક કૃતિઓ રચી હતી એમ સુભાષિત સંગ્રહમાં જળવાઈ રહેલા એના કેટલાક શ્લેકે ઉપરથી જણાય છે. રામચન્દ્રની પછી વ્યાયોગને નાટયપ્રકાર અજમાવનાર એ પહેલે ગુજરાતી નાટયકાર છે. ઉત્તર ગુજરાતનું પ્રહલાદનપુર અથવા પાલન પુર શહેર તેણે વસાવ્યું હતું.
૩૨. “મોહરાજપરાજયની રચના કુમારપાળના ઉત્તરાધિકારી અજયપાળના જૈન મંત્રી યશપાલે કરેલી છે. આ નાટક અજયપાળના રાજ્યકાળ (ઈ. સ. ૧૧૭૪-૭૭) દરમ્યાન રચાયું હતું, અને થારાપદ્રમાં (બનાસકાંઠા જિલ્લામાં આવેલા અત્યારના થરાદમાં) રાજા કુમારપાળે બંધાવેલા મન્દિર કુમારવિહારમાં મહાવીરસ્વામીની મૂર્તિના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવાયું હતું. કર્તા યશપાલ એ સમયે થારાપદ્રને હાકેમ હોય અથવા ત્યાં કેવળ નિવાસી હાય એમ બને. પ્રમાણમાં જૂના સમયમાં રચાયેલી જૈન રૂપકન્યિ (Allegory)નું આ નાટક ઉદાહરણ છે. કુમારપાળના જૈનધર્મરવીકારનું, તથા આચાર્ય હેમચન્દ્રના પ્રયત્નોને પરિણામે તેણે જાહેર કરેલી અમારી શેષણાનું અને મૃત્યુ પામેલા નાવારસ માણસનું ધન રાજ્ય કબજે લઈ લે એ જૂની રૂઢિ(દતીવિત્ત)ને તેણે કરેલા ત્યાગનું વર્ણન એમાં છે. નાટકના શીર્ષકને શબ્દાર્થ થાય છે “મેહ અથવા અજ્ઞાન ઉપર વિજય,' અને રાજા, હેમચન્દ્ર અને વિદૂષક સિવાયનાં એમાંનાં બધાં પાત્રો જુદા જુદા ગુણગુણનાં પ્રતીક છે.૫૫ રૂપક તરીકે પણ એ કંઈ ઊતરતી કોટિનું નથી. સાદા સંસ્કૃતમાં એ રચાયેલું છે અને મધ્યકાળનાં સંસ્કૃત નાટકોમાં સામાન્ય એવી શૈલીની કૃત્રિમતાઓથી મુક્ત છે. કુમારપાળના રાજ્યકાળની સામાજિક સ્થિતિ ઉપર તે પ્રકાશ પાડે છે, અને શિલાલેખો તથા ગુજરાતના ઇતિહાસનાં અન્ય સાધનેમાંથી જે માહિતી મળે છે એને અનુમોદન આપે છે. ઘતના જાદા જુદા પ્રકારો અને પ્રાણિહિંસાને વિહિત ગણનારા સંપ્રદાય
૫૪. કથ, સંત ડામા, પૃ. ૨૬૫ ૫૫. એ જ, પૃ. ૨૫૩-૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org