________________
પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૨૫ સંસ્કૃતમાં જે “સરલ વાચના' (Textus Simplicion) તરીકે જાણીતી છે એની આ “પંચાખ્યાન” એ “અલંકૃત વાચના' (Textus Ornation) છે. એના ઉપર “પંચતંત્રની કારમીરી પાઠપરંપરા ‘તંત્રાખ્યાયિકાની સ્પષ્ટ અસર છે તથા તે ઉપરાંત અજાણ્યા મૂળની–ધણું કરીને લેકસાહિત્યમાંથી લેવાયેલી કેટલીક વાર્તાઓ પણ એમાં છે. પણ આ કૃતિનું ખરું મહત્ત્વ તે એ વસ્તુમાં રહેલું છે કે કર્તાએ બહુ સંભાળપૂર્વક આખીયે “સરલ વાચના'નું સંશોધન કરેલું છે, કેમકે એના સમય સુધીમાં એ ખૂબ અશુદ્ધ બની ચૂલી હતી. આ સંશોધનનું કાર્ય પૂર્ણભદ્ર એક સેમમંત્રીની સૂચનાથી હાથ ધર્યું હતું.પ૮ આ સેમમંત્રી કોણ એને નિણ હજી બરાબર થઈ શક્ય નથી. ગ્રન્થપ્રશસ્તિમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, “મૂલ ગ્રન્થના પ્રત્યેક શબ્દનું પૂર્ણભદ્ર શોધન કર્યું હતું,પ૯ અને પરિણામે કૃતિનું એવું “પ્રત્યન્તર તૈયાર કર્યું, જે બીજે કયાંય નથી.”૧૦ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કંઈ અર્વાચીન પદ્ધતિનું ગ્રન્થસંપાદન નથી, પણ એટલું તે રપષ્ટ છે કે પૂણભદ્રે સંખ્યાબંધ હસ્તપ્રતો એકત્ર કરી લેવી જોઈએ અને સાદી વાચના'ની કપ્રિયતાને કારણે એમાં જે પાઠભ્રષ્ટતાઓ દાખલ થઈ હતી તે પિતાની રીતે સુધારેલી હોવી જોઈએ. પશ્ચિમ ભારતીય “પંચતંત્રમાં કેટલેય રથ પૂર્ણભદ્ર-સંમત પાઠ સ્વીકારવાથી જ આપણે શુદ્ધ વાચના અને તર્કશુદ્ધ અર્થ આજે પણ મેળવી શકીએ છીએ એ જ એને શ્રમની સફળતાનો પુરાવો છે. ૨૧
૩૫. ગુર્જરદેશની કેટલીક વિશિષ્ટ સાહિત્યિક વ્યક્તિઓ અને કૃતિઓને આ સંક્ષિપ્ત વૃત્તાન્ત છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તથા એ કાળે આ પ્રાન્તમાં પ્રચલિત હશે એવી ઉત્તરકાલીન અપભ્રંશમાં–પ્રાચીન ગુજરાતીમાં સેંકડો ગ્રન્થ મૂળરાજ સોલંકીના સમયથી માંડી ગુજરાતના ५८. श्री सोममन्त्रिवचनेन विशीर्णवर्णमालोक्य शास्त्रमखिलं खलु पञ्चतन्त्रम् ।
श्रीपूर्णभद्रगुरुणा गुरुणादरेण संशोधितं नृपतिनीतिविवेवनाय ॥ ५९. प्रत्यक्षरं प्रतिपदं प्रतिवाक्यं प्रति कथं प्रतिश्लोकम् ।
श्रीपूर्णभद्रसूरिविंशोधयामास शास्त्रमिदम् ।। प्रत्यन्तरं न पुनरस्त्यमुना क्रमेण कुत्रापि किञ्चन जगत्यपि निश्चयो मे । कित्वाद्यमत्कविपदाक्षतबीजमुष्टिः क्षिप्ता मया मतिजलेव जगाम वृद्धिम् ॥
૬૧. જુઓ ભે. જ. સાંડેસરા, “પંચતંત્ર (ગુજ. અનુવાદ) પૃ. ૧૧-૧૨ ટિ, ૨૪૨-૪૩ ટિ. ૩૨૭ ટિ. ૩૩૦ ટિ. ૩૩૧-૩૨ ટિ., ૩૩૩ ટિ, ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org