________________
૨૪૦ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
મળતી નથી. પ્રત્યેક ચરણના નિશ્ચિત માપવાળા છે, જેમાં પ્રત્યેક ચરણ એક જ નમૂના ઉપર રચાયેલું હોય, છતાં જેઓની વચ્ચે સંપૂર્ણ વિરામ કે યતિ અનિવાર્યપણે આવે એવી બીજી અને ત્રીજી પંક્તિની તુલનાએ પહેલી બે અને છેલ્લી બે પંક્તિ જેમાં પરસ્પર સાથે વધુ નિકટતાથી જોડાયેલી હોય એ પ્રકારના ઈદેને વિકાસ કેવી રીતે થયો એની ચર્ચા કરવાને ભાગ્યેજ ઝાઝો અર્થ છે.” પિંગલનાં સૂત્રોમાં વૈદિક છંદોને એક વિભાગ છે, પણ એકંદરે આખાયે ગ્રન્થ પ્રશિષ્ટ સંસ્કૃતની અંદરચનાને લગત છે. પિંગલે જેમને ઉલ્લેખ કરે છે એવા છંદ શાસ્ત્રના પ્રાચીનતર લેખકેમાં ક્રપ્ટકિ, ઠંડી, યાસ્ક, કાશ્યપ, શિવ, રાત અને માંડવ્ય છે. છંદ શાસ્ત્રકાર પિંગલનું નામ કાળાન્તરે એટલું લોકપ્રચલિત થયું કે “પિંગલ” શબ્દ છંદશાસ્ત્રને જ વાચક બન્યા. ઇ. સ.ના ૧૩ મા અથવા ૧૪ મા સૈકામાં રચાયેલા પ્રાકૃત છંદ વિશેના એક ગ્રન્થનું નામ “પ્રાકૃત પિંગલ” છે અને ગુજરાતી જેવી અર્વાચીન ભાષાઓમાં પણ “પિંગળ' શબ્દને “છંદ શાસ્ત્ર’ એવો અર્થ થાય છે. વિદ્વાને માને છે કે ભારતના “નાટયશાસ્ત્રના અધ્યાય ૧૪ અને ૧૫ જેમાં છંદોની ચર્ચા છે તે કરતાં તથા “અગ્નિપુરાણ'ના એને લગતા અંશે કરતાં પિંગલ વધારે જૂના સમયમાં થયેલું છે. આ પ્રાચીન ગ્રન્થકારોની પછી છંદઃશાસ્ત્રને લગતી અનેક રચનાઓ મળે છે. “બુતબોધ” નામે એક નાની રચનાનું કર્તુત્વ કાલિદાસ ઉપર આરોપવામાં આવે છે, પરંતુ એને કર્તા “શકુન્તલા” અને “રઘુવંશ ના કર્તાથી અભિન્ન છે એમ માનવા માટે કોઈ પુરાવો નથી. વરાહમિહિરકત “બૃહત્સંહિતા'ના (ઈ. સ. ૫૫૦ આસપાસ) અધ્યાય ૧૦૪ માં ગ્રહોના સંચલનની સાથેસાથે વિવિધ વૃત્તોનાં બંધારણ પણ વર્ણવ્યાં છે. ઈ. સ. ના ૧૧ મા સૈકાની આસપાસ આપણને ક્ષેમેન્દ્રકૃતિ “સુવૃત્તતિલક ” મળે છે, એ નોંધપાત્ર એટલા જ માટે છે કે કર્તા પિતાના વિષય પ્રત્યે માત્ર વ્યવહારુ નહિ, પણ સૌન્દર્યલક્ષી દૃષ્ટિએ જુએ છે. ઈ. સ. ના ૧૨ મા સૈકામાં હેમચન્દ્ર છંદશાસ્ત્ર વિશેનો પિતાને મહાગ્રન્થ “છન્દોનુશાસન” લખ્યો, જે ખાસ કરીને પ્રાકૃત અને અપભ્રંશ છંદને લગતા વિસ્તૃત નિરૂપણને કારણે ઘણે મહત્ત્વનો છે.
૧. કીથ, સંસ્કૃત લિટરેચર, પૃ. ૪૧૭ ૨. કૃષ્ણમાચારિયર, ક્લાસિક્ત સંસ્કૃત લિટરેચર, પૃ. ૯૦૨ 3. કથ, ઉપર્યુક્ત, પૃ. ૪૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org