________________
પ્રકરણ ૧૬ ]
સસ્કૃત સાહિત્યમાં ફાળે
| ૨૩૯
૨૮૦. હેમચન્દ્રના આઠમા અધ્યાયના ચાર પાદમાંનાં કેટલાંયે સૂત્રેાને નરચન્દ્રે આ વિવરણમાં ટાક્યાં છે. કેટલાંક સૂત્રેાને તે બિનઅગત્યનાં ગણતા જણાય છે. અપવાદરૂપ ફેરફારા તથા કેવલપ્રયાગીની ચર્ચા કરતાં સૂત્રા (૨–૧૯૩ થી ૨૦૩), કેટલાંક પ્રારંભિક સૂત્રેા (૧–૨ અને ૧-૩) તથા સર્વનામાનાં રૂપાખ્યાન આપતાં સૂત્રેા (૩-૧૦૭થી ૧૭, ૪-૩૭૨ થી ૩૭૬) ઉપર તેમણે વિવરણ કર્યું નથી.
૨૮૧. ‘પ્રાકૃત પ્રોધ’ને અંતે નરચન્દ્રે નોંધ્યું છે તે પ્રમાણે, આ ગ્રન્થ એમના શિષ્યાની વિન’તિથી રચાયેા હતેા.૧૬ નરચન્દ્રનું ‘અનરાધવ’ટિપ્પણ એ નાટકના અભ્યાસ માટેની વિદ્યાર્થીની માર્ગદર્શિની છે તેમ પ્રાકૃતપ્રખેાધ ' પણ પ્રાકૃત શબ્દોનું બંધારણ સમજવા માટેનું વિદ્યાર્થીઓને સરળ થઈ પડે એવું પુસ્તક છે. આ દૃષ્ટિએ નરચન્દ્રે પ્રારભમાં જ પેાતાના વિષયનિરૂપણની મર્યાદા નિશ્રિત કરેલી છે, અને આ પ્રકારની રચનાએ ઉપરથી આપણે જોઈ શકીએ એમ છીએ કે પેાતાના શિષ્યાના અધ્યયનની અપેક્ષાએ વિશે તેઓ કેટલી કાળજી રાખતા હતા.
પ્રકરણ ૧૬ છન્દ:શાસ્ત્રના ગ્રન્થ
સંસ્કૃતમાં છન્દશાસ્ત્ર
૨૮૨. છન્દસ અથવા છાનું શાસ્ત્ર એ પણુ, વ્યાકરણની જેમ, છ વેદાંગેામાંનું એક છે. વૈદિક છંદોનું મૂળ સંભવતઃ ભારત-ઈરાની યુગ જેટલું પ્રાચીન હાય, પણ છંદોના બધારણ પરત્વે ગંભીરતાપૂર્વક વિચાર થવા માંડયો ત્યારથી છન્દઃશાસ્ત્રોના પ્રારંભ થયા એમ ગણી શકાય. ભારતીય સાહિત્યમાં આ પ્રકારના પ્રયત્ના સૌથી પહેલાં ‘સામવેદ’ના ‘નિદાનસૂત્ર’માં, ‘શાંખાયન શ્રૌતસૂત્ર' (૭–૨) માં, ‘ ઋપ્રાતિશાખ્યું 'માં તથા કાત્યાયનની ‘અનુક્રમણિ’માં જોવા મળે છે. “ વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના યુગેાની વચ્ચે થયેલા દાના વિકાસ પરત્વે દુઃશાસ્ત્રના ગ્રન્થામાંથી કશી માહિતી
૧૬. ‘પ્રાકૃત પ્રમાધ 'ના છેલ્લા શ્લાક જુઓनानाविधैविरचितां विबुधैः स्वबुद्धया
तां रूपसिद्धिमखिलामवलोक्य शिष्यैः । अभ्यर्थितो मुनिरनुज्झित संप्रदायमारब्धमेतद करोन्नरचन्द्रनामा ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org