________________
પ્રકરણ ૧૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૪૧ અમરચન્દ્રકૃત “છ રત્નાવલિ' ૨૮૩. વસ્તુપાળના સાહિત્યમંડળના એક અગ્રગણ્ય સભ્ય અમરચન્દ્રસૂરિએ “છન્દોરત્નાવલિ' નામે છંદ શાસ્ત્રને એક ગ્રન્થ પણ રચે છે. અમરચન્દ્રસૂરિ હેમચન્દ્રની પછી લગભગ એક સેકે થયા છે. એમના ગ્રન્થ ઉપર હેમચન્દ્રના “છનુશાસનની ઘણી અસર છે અને કેટલીક વાર તે તેઓ પિતાના એ મહાન પુરગામીને શબ્દશઃ અનુસરે છે. “છન્દોરત્નાવલિ' હજી
અપ્રકટ છે. મેં જોયેલી એની કેટલીક હસ્તપ્રતોમાંથી એકેયમાં ગ્રન્થાગ્ર નંધેલું નથી, પણ મેં કરેલી સ્થૂલ ગણતરી અનુસાર “છન્દોરત્નાવલિ'નું ગ્રન્થાગ્ર આશરે ૮૨૦ કલેકનું છે. હેમચન્દ્રનું “છન્દાનુશાસન' આ કરતાં ઘણું વિસ્તૃત છે અને સ્વોપ વૃત્તિ સહિત એનું ગ્રન્થાચ આશરે ૩૧૨૪ શ્લોકનું છે.* આમ છન્દોરત્નાવલિને વિસ્તાર “છોનુશાસન' કરતાં ચોથા ભાગને હેઈ સ્વાભાવિક રીતે જ એનું નિરૂપણ તુલનાએ સંક્ષિપ્ત છે; જોકે ગ્રન્થની સામાન્ય આજનામાં તે હેમચન્દ્ર સાથે એનું આશ્ચર્યજનક સામ્ય છે. આપણે અગાઉ જોયું છે તેમ (પેરા ૧૦૬ અને ૨૬૯), અમરચન્દ્ર “કાવ્યકલ્પલતા”માં ‘છન્દોરત્નાવલિને ઉલ્લેખ કર્યો છે, અને આ સંક્ષિપ્ત કૃતિ તેમણે કવિશિક્ષાવિષયક પિતાની રચનાના જેડ-ગ્રન્થ તરીકે લખી હોય એ સંભવિત છે, કેમકે બનેય ગ્રન્થ કાવ્યરચનામાં પ્રત્યક્ષ મહત્ત્વના વિષયોની ચર્ચા કરે છે.
૨૮૪. “છન્દરત્નાવલિ' નવા અધ્યાયમાં વહેંચાયેલ છે. પહેલો સશાળા છે; એમાં આ ગ્રન્થમાં પ્રયોજેલી વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધ સમવૃત્ત, પાદ, યતિ આદિ સંજ્ઞાઓ સમજાવેલી છે. બીજે સમવૃત્ત થાય છે; એમાં વિવિધ સમવૃત્તોની ચર્ચા છે; એમાં છેવટે વિવિધ દંડકની ચર્ચા છે અને એમાં ગણની વ્યવસ્થા સમજાવેલી છે. ત્રીજો નમવૃત્તાધ્યાય અને ચોથે નિષમાળા છે; અને બને અનુક્રમે સમ અને વિષમ વૃત્તોની ચર્ચા કરે છે. પાંચમો માત્રાવૃત્તાણાજ છે; આર્યા અને ગીતિ જેવાં માત્રાવૃત્તો અને એના વિવિધ પ્રભેદનાં લક્ષણ એમાં
૪. જૈન ગ્રન્થાવલિ' પૃ. ૩૧૭ ૫. સર૦ છન્દઃ અ, અધ્યાય ૧, સંજ્ઞાધ્યાયઃ. ૬. સર૦ એ જ, અધ્યાય ૨, સમગ્રંથાવર્ણન: ૭. હેમચન્દ્ર પણ બીજા અધ્યાયને અંતે વિવિધ દંડકોનાં લક્ષણ ચર્ચે છે.
૮-૯, સર૦ છદ: અ, અધ્યાય ૩, ધામયિષવૈતાશ્રી માત્રામાયિદાવર્ણન:.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org