________________
પ્રકરણ ૮ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૮૧ દ૯) ચૌલુક્ય વંશના રાજાઓની કારકિર્દી વર્ણવે છે. એ પછી રાણા વિરધવલ અને એના પૂર્વજોની પ્રશંસા આવે છે (શ્લેક ૭૦-૯૭); એ પછી વસ્તુપાળની વંશાવલિ તથા એની અને એનાં કુટુંબીજનેની કાવ્યશિલીએ વર્ણન આવે છે (શ્લોક ૯૮-૧૩૭). લેક ૧૩૭–૧૪૦ વસ્તુપાળનાં પરાક્રમ અને કલેક ૧૪૧–૧૪૯ એની તીર્થયાત્રાઓ વર્ણવે છે. નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની ગુરુપરંપરા (શ્લેક ૧૫-૧પ૭) આપીને વિજયસેનસૂરિની પ્રશંસા (શ્લોક ૧૫૧-૧૬૧) કર્યા બાદ કર્તા વસ્તુપાળની “ધર્મસ્થાન પરંપરાને ઉલ્લેખ કરે છે, જે ધર્મરધાને એણે આચાર્યના ઉપદેશને અનુસરીને બાંધ્યાં હતાં (શ્લેક ૧૬૩-૧૭૭). ૧૭૮ મે બ્લેક કર્તાનું નામ આપે છે તથા છેલ્લા કલેક આશીર્વચન ઉચ્ચારે છે. બીજાં એતિહાસિક સાધનોમાંથી ન મળતી હોય એવી કોઈ હકીકત આ પ્રશસ્તિમાં નથી, પણ એથી એનું મહત્વ ઓછું થતું નથી, કેમકે અનુવાદાત્મક પ્રમાણે તરીકે ઉપયોગી થાય એવી ઘણી બાબતોને ઉલ્લેખ કરે છે. ખંભાતના ઉપાશ્રયની ઉદયપ્રભકૃત પ્રશસ્તિ તથા તેમની
વસ્તુપાલસ્તુતિ ” ૨૧૪, ખંભાતમાં વસ્તુપાળ બંધાવેલા એક ઉપાશ્રયની પ્રશસ્તિ એ પણ ઉદયપ્રભસૂરિની રચના છે. એમાં ૧૯ શ્લેક અને થોડીક ગદ્યપંક્તિઓ છે, તથા એમાં ઉપાશ્રય બંધાવનારની અને એના ગુરુઓની પરંપરાગત રીતિની પ્રશંસા તથા એમની વંશાવલિ સિવાય બીજું કંઈ નથી. ઉદયપ્રભકત “વરતુપાલતુતિ ૩૩ પ્રશંસાત્મક લેકિને સંગ્રહ છે. એની સળંગ રચના કોઈ વિશિષ્ટ ઘટનાને અનુલક્ષીને અમુક વિશિષ્ટ સન્ડ્રના સ્મારક રૂપે થઈ હોય એમ જણાતું નથી, પણ વસ્તુપાળ વિશે કર્તાનાં પ્રશંસાત્મક સુભાષિતને વ્યવસ્થિત સંગ્રહ જણાય છે; પરંતુ એમાંનાં અમુક અમુક સુભાષિત ચોકકસ પ્રસંગોએ રચાયાં હોય એમ બને ખરું. ઉદયપ્રભસૂરિકત પ્રશસ્તિઓમાં કેટલાક સુન્દર શ્લોકો છે; એમાંના થોડાક અહીં ટાંકું છું. વસ્તુપાળની વાણીની ચાતા કવિ મનહર રીતે વર્ણવે છે–
पीयूषादपि पेशला शशधरज्योत्स्नाकलापादपि स्वच्छा नूतनचूतमञ्जरिभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखसामसूक्तविशदोद्गारादपि प्राञ्जलाः केषां न प्रथयन्ति चेतसि मुदं श्रीवस्तुपालोक्तयः ॥ ૬. “વસ્તુપાલસ્તુતિ', શ્લોક ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org