________________
૧૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ
જીવનને લગતું “શમામૃતમ્” નાટક મળે છે; એને પણ પ્રસ્તાવનામાં “છાયાનાટક” કહેલું છે (..માવતર નેમિનાથ યાત્રામ િવિદ્ધિઃ सभासदभिरादिष्टोऽस्मि यथा श्रीनेमिनाथस्य शमामृतं नाम છાથાનાદિભિનયતિ પૃ. ૧). આ નાટકને સમય નક્કી થઈ શકયો નથી, પણ તે બહુ પ્રાચીન રચના જણાતી નથી.
૧૯૭, ગમે તેમ, આપણે એ નિર્ણય ઉપર આવી શકીએ કે છાયાનાટક એવી સાહિત્યિક રચના હતી જેને કઠપૂતળીના ખેલ કરનારાઓ કરતા હશે. “છાયાનાટક' શબ્દનો અર્થ એ પણ કરી શકાય કે એમાં બીજી રચનાઓની ઘણી શાદિક છીયા હોય; અર્થાત્ અન્ય સાહિત્યમાંથી ઘણું એમાં ઉદ્દત કરવામાં આવ્યું હોય. હમણાં જ સૂચવ્યું તેમ (પેરા ૧૯૪) દૂતાંગદીને આ લાગુ પડે છે. પણ રાજેન્દ્રલાલ મિત્ર અને જુદે અર્થ કરે છે, અને છાયાનાટકને નાટકના ગર્ભાકથી અભિન્ન સમજે છે. “છાયાનાટક’ને શબ્દાર્થ “છાયારૂપ નાટક' (Drama in the form of shadow') અર્થાત નાનામાં નાનું નાટક એમ તેઓ સમજાવે છે. પરંતુ ‘દૂતાંગદ’ “ધર્માલ્યુદય” અને “શમામૃત'માંથી એનું કોઈ સૂચન મળતું નથી, જેને આધારે આ અર્થધટન શુદ્ધ છે કે કેમ એને નિર્ણય થઈ શકે. પ્રો. લ્યુડસે “દૂતાંગદીને છાયાનાટકના એક પ્રતિનિધિરૂપ નમૂના તરીકે લીધું છે, અને તેમાંથી એની નીચે મુજબ લાક્ષણિકતાઓ તારવી છેઃ ગદ્યભાગની તુલનાએ લેકેનું બાહુલ્ય, પ્રાકૃતોને અભાવ, પાત્રોની મોટી સંખ્યા અને વિદૂષકને અભાવ. અને આ ઘેરણે તેમણે “મહાનાટક” અને “હરિદૂતને પણ છાયાનાટક ગણ્યાં છે.૧૭ પણ ઉપરનાં તત્તવોને છાયાનાટકનાં વિશિષ્ટ લક્ષણ તરીકે ગણી શકાય એમ નથી, કેમકે “દૂતાંગદ’ ‘શમામૃતમ્' અને ધર્માસ્યુદય'માં કેટલાક પ્રાકૃત સંવાદો છે અને ધર્માલ્યુદયમાં, દૂતાંગદીથી ઊલટું જ, પદ્યભાગ કરતાં ગદ્યભાગ વધારે છે. ગમે તેમ, પણ આપણે
ચનાઓ-જેમને એમના કર્તાઓએ છાયાનાટક કહી છે –ઉપરથી એટલું નક્કી છે કે છાયાનાટક એ ટૂંકી અને સાદી એકાંકી રચના હતી, પણ એનાં બીજાં લક્ષણો તથા એના પ્રયોગની એક્કસ પદ્ધતિ પર આપણે કશું જાણતા નથી. સંસ્કૃત નાટકના વિકાસમાં પૂતળીઓની છાયાના ગમે તે ફાળે આપે હોય,૧૮ પણ છાયાનાટક નામને સાહિત્યિક
૧૬. બિકાનેર કૅટલેગ, પૃ. ૨૫૧ ૧૭. કીથ, ઉપર્યુક્ત, પૃ. ૫૬ ૧૮. “મહાભારત ૧૨. ૨૯૪-૫ ઉપરની નીલકંઠની ટીકામાંથી એક અવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org