________________
પ્રકરણ ૭ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૬૫
વિશેના કઇક અનિષ્ટ સમાચાર સાંભળીને સીતા આત્મહત્યાના પ્રયત્ન કરે છે; આથી અંગદને જાણ થાય છે કે રાવણના ખેાળામાં બેઠી હતી તે સાચી સીતા નથી. રાવણ સીતા પાછી આપવાની અંગદને ના પાડે છે, અને રામના પ્રભાવના રાવણને ખ્યાલ આપીને અંગદ પાછા વળે છે. ઘેાડા સમય પછી જાણવા મળે છે કે રાવણના યુદ્ધમાં વધ થયા છે.
‘છાયાનાટક’ શબ્દને અં; ‘છાયાનાટક'ની લાક્ષણિકતાઓ
૧૯૬, આ નાટકમાં ગદ્ય આધું છે અને માટેા ભાગ લૈકાથી રાકાચેલે છે. કાવ્યગુણની દષ્ટિએ નાટક સામાન્ય છે, પણ ખીજી એક રીતે તેનું મહત્ત્વ છે, કેમકે પ્રસ્તાવનામાં એને ‘છાયાનાટક’ કહ્યું છે અને જેને ‘છાયાનાટક' નામ અપાયું હાય એવાં ઉપલબ્ધ સંસ્કૃત નાટકામાં તે સૌથી પ્રાચીન છે.૧૩ સાહિત્યશાસ્ત્રના ગ્રન્થામાં રૂપકા અને ઉપરૂપાની સૂચિમાં આ પ્રકારનું નામ આપેલું નથી, અને તેથી પ્રશ્ન એ થાય છે કે છાયાનાટકના અથશે. આ નાટકપ્રકારનાં લક્ષણાને કંઈક ખ્યાલ મેઘપ્રભાચાયના ધર્માભ્યુદય'માંથી આવે છે; એ કૃતિને ‘ છાયાનાટચપ્રબંધ ' કહેવામાં આવી છે. અને એમાં એવું સ્પષ્ટ નાટયસૂચન છે કે રાજા જ્યારે યતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે પડદાની અંદર યતિવેશધારી પૂતળું મૂકવું (વનિાન્તરાવું વિરાધારી પુત્રસ્તત્ર સ્થાપનીયઃ પૃ. ૧૫). ધર્માભ્યુદય'ના રચનાસમય તદ્દન નિશ્ચિત થઈ શકયા નથી, પણ એની રચના ઇ. સ. ૧૨૧૭ (સં. ૧૨૭૩) પહેલાં થઇ હતી એ ચાક્કસ છે, કેમકે એ વર્ષમાં લખાયેલી એની તાડપત્રીય પ્રતિ પાટણમાં સંધના ભંડારમાં સચવાયેલી છે.૧૪ દશાણું ભદ્ર રાજર્ષિનું જીવન એ આ નાટકનું વસ્તુ છે; પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે પાર્શ્વનાથના મન્દિરમાં તે ભજવાયું હતું. એને કર્તા જૈન સાધુ છે; એની બધી હસ્તપ્રતા ગુજરાતમાંથી મળેલી છે.૧૫ ગુજરાતના ખીજા એક અજ્ઞાત જૈન કવિએ રચેલું, તીર્થંકર નેમિનાથના
૧૬. કાથ, ઉપર્યુક્ત, પૃ. ૫૫. અહીં નોંધવું રસપ્રદ થશે કે સામેશ્વરના ‘ઉલ્લાધરાઘવને પૂનાની હસ્તપ્રતમાં ચોથા અંકની પુષ્ટિકામાં ‘છાયાનાટક' કહેવામાં આવ્યું छे : इति श्रीकुमारसूनोः श्रोसोमेश्वरदेवस्य कृतावुल्लाघराघवे छायानाटके चतुर्थोङ्कः । ખીજા કાને અંતે પુષ્પિકાએ નથી તથા પ્રસ્તાવના કે પ્રશસ્તિમાં કૃતિના ઉલ્લેખ 'છાયાનાટક' તરીકે નથી, એટલે આ એક માત્ર ઉલ્લેખ કુતુહુલના વિષય બની રહે છે.
૧૪. પાભ’સૂ, પૃ. ૩૮૭ ૧૫. જિરકા, રૃ. ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org