________________
૧૬૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૪
पादवन्द्वं प्रचलितुमिदं न क्षमं मुह्यतो मे तवैदेही क्वचिदचिरयन् वत्स पश्य त्वमेव ॥ (५-४० )
સુભટકૃત “દૂતાંગદ”-એક છાયાનાટક ૧૯૪, સુભટકૃત “દૂતાંગદ' એ રાવણના દરબારમાં અંગદની વિષ્ટિના પ્રસંગનું નિરૂપણ કરતું એકાંકી નાટક છે. કર્તા મૌલિકતાને દાવો કરતો નથી, પણ ઊલટું સ્પષ્ટ રીતે કહે છે કે પિતે પૂર્વકાળના કવિઓમાંથી કેટલુંક લીધું છે.૧૦ આ નાટકમાંના સંખ્યાબંધ લેકે અન્ય પ્રાચીનતર ગ્રન્થમાં ખોળી શકાય છે. નાન્દીના પહેલા લેકને ઉત્તરાર્ધ નિમિસાધુએ (ઈ. સ. ૧૦૬૯) રુદ્રટને કાથાલંકાર” (૨-૮) ઉપરની પોતાની ટીકામાં ઉદ્ધત કર્યો છે. આ નાટકને પાંચમે લેક હિતોપદેશ' (ઈ. સ. ૯૦૦ આસપાસ)માં તથા પંચતંત્રની કેટલીક પાઠયપરંપરાઓમાં છે, જ્યારે નવમે શ્લેક ક્ષેમેન્દ્ર (ઈ. સ. ને ૧૧ મે સિકે) “સુવૃત્તતિલક' (પૃ. ૧૩)માં ઉદ્દત કર્યો છે અને ત્યાં એનું કર્તુત્વ ભવભૂતિ ઉપર આરેપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સુભટે રાજશેખરના બલરામાયણ'માંથી૧૧ તથા “મહાનાટકમાંથી ૧૨ સંખ્યાબંધ લેંકે લીધા છે. બીજા કેટલાક કલેકે પણ અન્યાન્ય પૂર્વ કવિઓમાંથી લેવાયા હોય એ સંભવિત છે.
૧૫, નાટકના આરંભમાં આપણે જોઈએ છીએ કે રાવણના દરબારમાં જઈને સીતાને પાછી માગવા માટે અંગદની નિયુક્તિ કરવામાં આવી છે. પછી રાવણ એની પત્ની મંદોદરી અને ભાઈ વિભીષણ સાથે પ્રવેશ કરે છે; રામ સાથે સુલેહ કરવા માટે વિભીષણ વિનંતિ કરે છે, પણ રાવણ એથી ક્રોધાયમાન થાય છે અને એને હાંકી કાઢે છે. એ સમયે અંગદના આગમનના સમાચાર દ્વારપાલ આપે છે, અને પછી અંગદ અને રાવણ વચ્ચે કેટલેક ગરમાગરમ વાર્તાલાપ ચાલે છે. પછી રાવણની માયાથી બનેલી છાયા સીતા પ્રવેશે છે, તે રાવણના ખોળામાં બેસે છે એ જોઈને અંગદ ગૂંચવાઈ જાય છે. પણ તુરત જ બે રાક્ષસીએ ખબર લાવે છે કે રામ १०. स्वनिर्मितं किञ्चन गद्यपद्यबन्ध कियत् प्राक्तनसत्कवीन्द्रैः । प्रोक्त गृहीत्वा प्रविरच्यते स्म रसाढयमेतत्सुभटेन नाटयम् ॥
(છેલ્લે શ્લોક) ૧૧. દૂતાંગદના શ્લોક ૪૬, ૭, ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ એ રાજશેખરકૃત બાલરામાયણના અનુક્રમે ૯-૫૩, ૯-૫૫, ૯-પ૬,૯-૫૮, ૯-૯ અને ૧૦-૧૧ એ શ્લોક છે.
૧૨. કથ, ઉપર્યુક્ત, પૃ. ૨૬૯ ટિપ્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org