________________
પ્રકરણ ૭
નાટક
સંસ્કૃત નાટકનાં લક્ષણે ૧૮૩, નાટક એ સંસ્કૃત સાહિત્યનું બીજુ એક કપ્રિય સ્વરૂપ છે અને તેને સંસ્કૃત સાહિત્યકારોની કાવ્યસિદ્ધિની પરાકાષ્ટા લેખવામાં આવે છે. બદ્ધ કવિ અશ્વઘેષના સમયથી માંડી લગભગ અર્વાચીન કાળ સુધી બે હજાર કરતાં વધુ વર્ષો અને ઇતિહાસ છે. ભારતમાં સૌથી જૂને નાટયાત્મક સાહિત્યપ્રકાર ના સંવાદો જેવા કે સરમા–પણી સંવાદ, યમ-યમી સંવાદ, વિશ્વામિત્ર–નદી સંવાદ, પુરૂરવા–ઉર્વશી સંવાદ આદિ છે, અને એ પિકી છેલ્લા સંવાદમાંથી મહાકવિ કાલિદાસને “વિક્રર્વશીય ”નું વસ્તુ પ્રાપ્ત થયું હતું. ભજવાતા નાટકના પ્રાચીનતમ ઉલ્લેખ “મહાભાષ્ય” (ઈ. સ. પૂર્વે ૧૨૦)માં છે. “કંસવધ” અને “બલિબંધ ” ના અભિનયપ્રણને એમાં નિદેશ છે. આ તથા બીજા કેટલાક ઉલ્લેખો ઉપરથી એમ માનવામાં આવે છે કે સંસ્કૃત નાટક વિષ્ણુ-કૃષ્ણના સંપ્રદાયમાંથી વિકસ્યું હતું અને એથી પ્રારંભિક અભિનયપ્રયોગે ખ્રિરતી મધ્યકાલનાં રહસ્યનાટકે ( Mysteries) જેવા હતા. બહુસંખ્ય નાટક ઉપરાંત નાટયશાસ્ત્રના અનેક પ્ર ભારતમાં રચાયા છે–જેમાં ભારતનું “નાટયશાસ્ત્ર' (ઈ. સ. ૩૦૦ કે આસપાસ) સૌથી પ્રાચીન છે–એ બતાવે છે કે ભારતમાં સંસ્કૃત નાટકને વિકાસ ગુણસમૃદ્ધ તેમજ વૈવિધ્યપૂર્ણ હતે. સંસ્કૃત નાટકના સામાન્ય રીતે રૂપક અને ઉપરૂપક એવા બે વિભાગ કરવામાં આવે છે. વિશ્વનાથકૃત
સાહિત્યદર્પણ” (ઈ. સ. ૧૪૫૦ આસપાસ) રૂપકના દશ અને ઉપરૂપકના અઢાર વિભાગ પાડે છે.
૧૮૪નાટકમાં અંકની સંખ્યા એકથી દશ સુધી હોય છે. નાટિકા તરીકે ઓળખાતા પ્રકારમાં ચાર અંક હોય છે, જ્યારે પ્રહસન ભાણ આદિ ગૌણ પ્રકારે એક જ અંકમાં સમાપ્ત થાય છે. પ્રત્યેક નાટકના આરંભમાં પ્રસ્તાવના હોય છે. એને પ્રારંભ નાન્દીથી થાય છે. પ્રેક્ષકો ઉપર દેવોની કપા ઊતરે એ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પછી સૂત્રધાર અને બીજા એક અથવા બે નટો વચ્ચે સંવાદ શરૂ થાય છે; એમાં નાટક અને એના કર્તા વિશે કંઈક માહિતી આપવામાં આવે છે અને પ્રસ્તાવનાને અંગે વિશિષ્ટ
૧. મૅકડોનલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org