________________
૧૫ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમાંડળ
[વિભાગ કું
નાટચાત્મક પરિસ્થિતિમાં એક પાત્રને રજૂ કરવામાં આવે છે. અંકના અંત સુધી રંગભૂમિ ખાલી રહેતી નથી. અને ત્યાં સુધી સ્થળમાં પણ પરિવર્તન થતું નથી. એ અંકાની વચ્ચે ટલીક વાર વિષ્ણુભક અથવા પ્રવેશક તરી ક ઓળખાતા સંવાદિવશેષ આવે છે; તે અંકા વચ્ચેના સમયમાં જે બનાવા બની ગયા હૈાય તેની માહિતી દ્વારા પ્રેક્ષકાને આપવામાં આવે છે, એટલું જ નહિ, ભવિષ્ય ઘટના માટેની પણ માનસિક ભૂમિકા પણ તૈયાર કરવામાં આવે છે. નાટકની સમાપ્તિ ભરતવાચેાથી થાય છે, એમાં સુખ અને કલ્યાણ માટેની પ્રાર્થના હૈાય છે અને નાટકના એકાદ મુખ્ય પાત્રના મુખમાં ભરતવાક્યના બ્લોક મુકાય છે. સંસ્કૃત નાટક એ ગદ્યર્કવાદે અને ઊર્મિયુક્ત શ્લોકાની મિત્ર રચના છે. સંસ્કૃત નાટકનાં વિવિધ પાત્રો પેાતાના સામાજિક દરજ્જા અનુસાર વિવિધ ખેલીએ ખેલે છે એ જાણીતું છે. નાટકના નાયકા–રાજાઓ, બ્રાહ્મણા અને ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતી અન્ય વ્યક્તિએ સંસ્કૃત ખાલે છે, જ્યારે સ્ત્રીએ અને નીચલા દરજ્જાનાં મનુષ્યો પ્રાકૃત ખેલે છે. નાટયશાસ્ત્રના નિયમાનુસાર, વિવિધ દરજ્જાનાં પાત્રા પ્રાકૃતના પણ વિવિધ પ્રકાર ખેલે છે. નાટક સુખાન્ત હાય છે; સંસ્કૃત નાટકમાં કરુણાન્તિકા નથી એટલું જ નહિ, મૃત્યુ જેવી કાઈ કરુણ ઘટના પશુ રંગભૂમિ ઉપર રજુ થતી નથી.૨ નાટ્યશાસ્ત્રના ગ્રન્થા અનુસાર કશું કાર અથવા ગ્રામ્ય તત્ત્વ પણ રગભૂમિ ઉપર રજૂ થઈ શકતું નથી. શાપેાચાર, યુદ્ધ, ચુંબન, ભાજન અને નિદ્રાધીનત્વ જેવી વસ્તુએ પ્રેક્ષકા રંગભૂમિ ઉપર કદી જોતા નથી.
૧૮૫, ઉપલબ્ધ સંસ્કૃત નાટકાની સંખ્યા જો કે લગભગ સો જેટલી થાય છે, પણ એના સર્વોત્તમ નમૂના આશરે વીસ જેટલા છે અને ભાસ, કાલિદાસ, શુદ્રક, વિશાખદત્ત તથા ભવભૂતિ જેવા પ્રાચીન પ્રશિષ્ટ નાટકકારાની એકૃતિ છે. પછીના સમયના અનેક લેખકાએ આ પ્રાચીન નાટકકારો પૈકી એકાદની કૃતિને નમૂના તરીકે લીધી છે અને એ રીતે વધુ જીવંત નાટચપ્રણાલીનું એછેવત્ત અંગે અનુકરણ કર્યું છે. મધ્યયુગમાં જ્યારે સંસ્કૃત સાહિત્યના સાચા સર્જનાત્મક યુગ પૂરા થઈ ગયા હતા ત્યારે પણ વિદ્યા અને અધ્યયનની પરપરા બરાબર ચાલુ રહી હતી, અને સિદ્ધાન્તવિચાર
૨. પછીનાં સ`સ્કૃત નાટકામાં તો આ સર્વસામાન્ય નિયમ છે, પણ ભાસકૃત ‘ઊભ’ગ' જેવાં પ્રાચીનતર નાટકમાં આ કવિસમય જળવાયે। નથી. આ નાટકમાં દુર્યોધન રંગભૂમિ ઉપર જ મરણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org