________________
પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૩૧ पित्राचैरुपभुक्ता या पुत्राचैरपि भोक्ष्यते । જામજો જ તાં સન્તો ગ્રામવેરામપિ ચિમ છે (૮-૩૫) अन्धा एव धनान्धाः स्युरिति सत्यं तथा हि ये । अन्योक्तेनाध्वना गच्छन्त्यन्यहस्तावलम्बिनः ॥ (८-३७)
અને તે છેવટે નિર્ણય ઉપર આવે છે કે ધર્મ એ જ જીવનમાં એક માત્ર આધારે છે– विधौ विध्यति सक्रोधे वर्म धर्मः शरीरिणाम् ।
વરું તમારા નાથતાં જતિઃ | ( ૮-૫૬)
અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન” ૧૪૭. અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન” એ વસ્તુપાળનાં જીવન અને કાર્યોને વિશેનું ઐતિહાસિક મહાકાવ્ય છે. એનું નામ સૂચવે છે તેમ, વસ્તુપાળનાં સુકૃતોના ગુણગાન અર્થ તે રચાયું છે. જેમ ‘કીર્તિકૌમુદી ” વસ્તુપાળના જીવનના રાજકીય અંગ ઉપર વધારે ભાર મૂકીને એને વર્ણવે છે એમ સુકૃતસંકીર્તન” એનાં ધાર્મિક કાર્યો અને અન્ય સત્કૃત્યોને પ્રમાણ માં મહત્વ આપે છે. આ પ્રમાણે આ બે મહાકાવ્ય પરસ્પરનાં પૂરક છે. એ દષ્ટિએ જ બે સમકાલીન કવિઓએ એ બે કાવ્યની રચના કરી હોય એ સંભવિત છે.
૧૪૮, “સુકૃતસંકીર્તનમાં અગિયાર સર્ગ અને કુલ ૫૩ શ્લોક છે. પહેલા સર્ગમાં અણહિલવાડમાં પ્રથમ રાજ્ય કરનાર ચાપત્કટ અથવા ચાવડા વંશના રાજાઓની વંશાવલિ આપી છે અને એ પછી અણહિલવાડનું વર્ણન આવે છે. ચૌલુક્ય અને વાઘેલા યુગમાં ગુજરાતમાં રચાયેલાં સંખ્યાબંધ ઐતિહાસિક કાવ્યો પૈકી માત્ર “સુકૃતસંકીર્તન” અને ઉદયપ્રભસૂરિકૃત “સુકૃતકીતિકલ્લોલિની” એ બે જ એવા છે કે જે ચાવડાઓને ઉલ્લેખ કરે છે; હૈમચન્દ્ર કે જેમણે ગુજરાતને રીતસરને ઈતિહાસ “વાશ્રય” કાવ્યમાં આલેખવાનો પ્રયત્ન કર્યો છે તેઓ પણ ચાવડાઓ વિશે મૌન રાખે છે. એનું કારણ કદાચ એ હાય કે વનરાજ અણહિલવાડને સ્થાપક હતો અને તેથી એ નગર આસપાસના નાનકડા પ્રદેશ ઉપર રાજ્ય કરનાર ચાવડા વંશને ગૌણુ મહત્ત્વને રાજવંશ ગણવામાં આવતો હતો. અરિસિંહ ચાવડા વંશના આઠ રાજાઓ-વનરાજ, યોગરાજ, રત્નાદિત્ય, વૈરિસિંહ, ક્ષેમરાજ, ચામુંડ, રાહડ અને ભૂભટને નિર્દેશ કર્યો છે. એમાંને પ્રત્યેક
છે. ઉત્કીર્ણ લેખમાં ચાવડાઓ વિશેને પહેલવહેલો ઉલ્લેખ કુમારપાળના સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧પર) ના વડનગના લેખમાં મળે છે. અણહિલવાડના સ્થાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org