SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સમયોચિત કંઈક કહો.” એ સમયે રાજાની તલવારની પ્રશંસા કરતા ચાર શ્લેકે અરિસિંહે કહ્યા. એની કવિતાથી પ્રસન્ન થઈને રાજાએ કવિરાજને કાયમી સેવા આપી તથા મોટો ગરાસ આપે.૮૮ - “સુકૃતસંકીતન” અને તેને સમય ૯૭. કવિ તરીકે અરિસિંહની કીર્તિ ગુજરાતની બહાર પણ પ્રસરેલી હતી અને “સૂક્તિમુક્તાવલિ૮૯ તથા “શાગધરપદ્ધતિ ૯૦ જેવા સુભાષિતસંગ્રહમાં તેના સંખ્યાબંધ કે ઉદ્ધત થયેલા છે. આ સુભાષિત સંગ્રહમાં તેને ઉલ્લેખ “અરસી ઠકકુર’ તરીકે થયેલો છે. “અરસી એ “અરિસિંહ’ શબ્દનું ચાલુ પ્રાકૃત રૂપ છે; “પ્રબન્ધકોશ'માં એના નામનું “અરિસિંહ’ એવું રૂપ આપવામાં આવ્યું છે-જે ઉપર્યુક્ત સુભાષિત સંગ્રહોમાંના “અરસી રૂપની બહુ નજીક છે–એથી અરસી અને અરિસિંહ એક જ છે એવો નિશ્ચય થાય છે. ‘ઉપદેશતરંગિણી'માં અરિસિંહે કહેલ વસ્તુપાળને એક પ્રશસ્તિક નોંધાય છે; એ માટે વસ્તુપાળ અરિસિંહને બે હજારનું પ્રતિદાન આપ્યું હતું એવો એમાં ઉલ્લેખ છે. પણ અરિસિંહની કવિતાને સૌથી નોંધપાત્ર નમૂને વસ્તુપાળનાં સાહિત્યનો મહિમા ગાવા માટે રચાયેલું એનું “સુકૃતસંકીર્તન મહાકાવ્ય છે. આ મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અંતિમ પાંચ કે એ અરિસિંહની નહિ, પણ અમર પંડિત કે અમરચન્દ્રની રચના છે. “અરિસિંહે રચેલા આ પ્રબન્ધના પ્રત્યેક સર્ગમાં આ ચાર કાવ્ય અમર પંડિતે રચ્યાં છે”૯૨ આ અર્થને એક શ્લેક પ્રત્યેક સર્ગને છેડે પુનરાવૃત્ત થાય છે, જ્યારે એ પહેલાંના ચાર શ્લેકે દરેક સર્ગમાં નવા આવે છે. આ પ્રમાણે પાંચ શ્લોકની સંખ્યા થાય છે. સર્ગમાં વર્ણવાયેલા પ્રસંગો સાથે આ લેકને કંઈ ખાસ સંબંધ નથી. એમાંના પહેલા ત્રણ વસ્તુપાળની પ્રશંસા કરે છે તથા એને આશીર્વાદ આપે છે અથવા અરિસિંહે વર્ણવ્યા ન હોય એવા પ્રસંગોને ઉલ્લેખ કરે છે; એથી બ્લેક આ મહાકાવ્યના - ૮૮. એ જ, પૃ. ૬૩. પ્રસ્તુત ચાર શ્લોક પણ ત્યાં ઉદ્ધત થયેલા છે. ८८. अतिविपुलं०, वान्तारे देव., तडिद्वा पङ्को वा०, दधिमथन, नक्तं નિરંતુફા, મદઘેન તથા અહીં મિથન એ લેકના કતૃત્વનું આરોપણ અરિસિંહ ઉપર ખોટી રીતે થયું છે; એ કલેક અમરચન્દ્રકૃત “બાલભારત'ના આદિપર્વના ૧૧ મા સર્ગમાંથી છે. ૯૦. મતવિપુ. (નં. ૧૧) ૯૧. ઉત, પૃ. ૭૩ ૯૨. સુસ, ૧-૪૬ અને પછી પ્રત્યેક સર્ગને છે?. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy