________________
પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૮૭ સર્ગમાં કહ્યું છે (પેરા ૭૧), એથી આ સાહિત્યમંડળ સાથે સુભટને નિકટને સંબંધ હતો એ સમજાય છે. એકાંકી નાટક “દતાંગદ' જેને કવિએ છાયાનાટક કહ્યું છે એ સુભટની જાણવામાં આવેલી એક માત્ર કૃતિ છે. અણુહિલવાડમાં કુમારપાળે પધરાવેલી શિવની મૂર્તિના દોલત્સવ પ્રસંગે રાજા ત્રિભુવનપાલ (ઈ. સ. ૧૨૪૨-૧૨૪૪)ની આજ્ઞાથી તે ભજવાયું હતું એ ઉલ્લેખ એની પ્રસ્તાવનામાં છે. સુભટને સોમેશ્વર “કવિપ્રવર” તરીકે વર્ણવે છે એ જોતાં કદાચ તેણે બીજી કંઈ રચનાઓ પણ કરી હશે. “દૂતાંગદ”ની પ્રસ્તાવનામાં સુભટ પોતે પ્રમાણુશાસ્ત્રમાં નિપુણ હોવાને ઉલ્લેખ કરે છે.
(૬) અરિસિંહ यत्कवेलवणसिंहजन्मनः काव्यमेतदमृतोददीर्घिका । वस्तुपालनवकीर्तिकन्यया धन्यया किमपि यत्र खेलितम् ॥
- અરિસિંહ અને અમરચન્દ્ર ૯૬. ઠકકુર અરિસિંહ એ લાવણ્યસિંહ અથવા લવણસિંહને પુત્ર હતા.૮૪ વસ્તુપાળને એ પ્રીતિપાત્ર હતો અને સેમેશ્વરની જેમ તેને પણ ભૂમિદાન અને બીજો પુરસ્કાર મળ્યાં હતાં.૮૫ “પ્રબન્ધકાશ” અનુસાર, તે વાયડ ગચ્છના જિનદત્તસૂરિને અનુયાયી હતા,૮૬ એટલે એ જૈન હોવો જોઈએ. અરિસિંહ એક ગૃહસ્થ હતા, છતાં પ્રસિદ્ધ કવિ અને આલંકારિક અમરચન્દ્રસૂરિને એ ‘કલાગુરુ” હતો.૮૭ અમરચન્દ્રસૂરિની કૃતિઓમાંથી સ્પષ્ટ છે કે અરિસિંહ અને એની કવિતાનું તેઓ પૂરૂં સંમાન કરતા હતા; અને આ બે વિદ્વાને એક સાધુ અને બીજે ગૃહસ્થ–પરસ્પરના ગાઢ સહકારથી કાર્ય કરતા હતા. જેવી રીતે અમરસિંહ અમરચન્દ્રને કવિતાની કલામાં પ્રવેશ કરાવ્યો હતો તેમ અમરચન્દ્ર રાજા વીસલદેવની સભામાં અરિસિંહને પ્રવેશ કરાવ્યા હતા. એક વાર વીસલદેવે અમરચન્દ્રને પૂછ્યું કે “આપના કલાગુરુ કોણ છે ?” અમરે ઉત્તર આપ્યો : “કવિરાજ અરિસિંહ.” (રાજાએ કહ્યું,” “તે પ્રભાતે એમને લાવજે.” પછી કવિરાજને અમરચન્દ્ર સવારે રાજા પાસે લઈ ગયા. એ વખતે રાજા તલવારના પટા ફેરવવાની કસરત કરતો હતો. રાજાએ પૂછયું : “આ કવિરાજ છે?કવિરાજે જવાબ આપો : “હા.” રાજા બોલ્યો : “ત
૮૩. સુસં, ૧૦-૪૬ ૮૪. એ જ, ૮-૪૮ અને ૧૦-૪૬ ૮૫. ઉત, પૃ. ૭૯ ૮૬. પ્રકા, પૃ. ૬૧ ૮૭. એ જ, પૃ. ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org