________________
૮૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સુહંદુ” અથવા દેવના મિત્ર તરીકે કરેલ છે, જે બતાવે છે કે એ સમયે પણુ રાજા વિદ્યમાન નહોતો. વીસલદેવ તથા વસ્તુપાળ બન્નેના કરતાં નાનાક વયમાં ઠીક ના હશે એમ આ ઉપરથી માની શકાય.
નાનાકને કુલવૃત્તાન્ત ૮૬, નાનાકનું કુટુંબ આનંદપુર અથવા નગર(વડનગર)માં રહેતું હતું. એ નાગર બ્રાહ્મણ હતો. એનું ગોત્ર કાપિછલ હતું. પ્રશસ્તિઓમાં એની વંશાવલિનો પ્રારંભ સોમેશ્વર નામે પુરુષથી કરેલો છે. સોમેશ્વરને જન્મ વડનગર પાસે ગુંજ ગામમાં થયો હતો. એ ગામ વૈજવાપ ગોત્રના બ્રાહ્મણનું હતું; એ ગામ વૈજપાપ ગોત્રના કોઈ બ્રાહ્મણને તેના મંત્રીપણાથી પ્રસન્ન થઈને ચૌલુક્ય રાજાએ દાનમાં આપ્યું હતું. ૧૦ સેમેશ્વર એ આચાર્ય હતા. એની પાસે તૈયાર થયેલા શિષ્ય પણ મેટા વિદ્વાને બન્યા હતા. એને સીતા નામે પત્ની અને આમટ નામે પુત્ર હતું. આમટ યજ્ઞવિધિમાં પ્રવીણ હતો. આમટની પત્ની સજ્જની નામે હતી અને તેને ગોવિન્દ નામે પુત્ર હતો. ગોવિન્દ બ્રહ્મા જેવા વિદ્વાન હતું. ગોવિન્દને બે પત્નીઓ હતી–લાછી અને સુહવા. સુહવાના ગુણોનું વર્ણન કરવું મુશ્કેલ છે. સુહવાની સાથે ગોવિન્દ ત્રણ પ્રકારનાં ઋણમાંથી મુક્ત થયો હતો અને પવિત્ર રેવામાં સ્નાન કરીને તેણે સંન્યસ્ત લીધું હતું. ગોવિન્દને ત્રણ પુત્ર હતા. એમાં સૌથી મોટો પુરુષોત્તમ વેદોને અભ્યાસી હતો. સૌથી નાના પુત્ર મલ્હણ નામે હતા. એ છ ગુણોમાં પ્રવીણ હતો અને રાજસભામાં બેસતો. એણે કાશીની યાત્રા કરી હતી અને સમગ્ર “ઋગ્વદ ” એને કઠે હતો. ગોવિન્દને વચેટ પુત્ર નાનાક હતો; એ ધનિક હતા અને સરસ્વતીને પણ માની હતી. નાનાકે “કાત– વ્યાકરણનું ઊંડું અધ્યયન કર્યું હતું. એને સમગ્ર વેદ'નું જ્ઞાન હતું તથા
મહાભારત”, “રામાયણ', પુરાણ, સ્મૃતિઓ, કાવ્ય, નાટક અને અલંકારમાં તે નિપુણ હતું. પ્રાચીન કવિઓરૂપી પોતાના પુત્રના અવસાનને શેક દૂર કરવા માટે સરરવતી નાનાકની જીભ ઉપર વસતી હતી, એમ પ્રશસ્તિમાં કહ્યું છે તેથી જણાય છે કે નાનાક કવિ પણ હતો. “નાગરોના આભૂષણ' (તનિધિ ત્ત , પહેલી પ્રશસ્તિ શ્લો. ૨૩) તરીકે એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એની પત્નીનું નામ લક્ષ્મી હતું, જે બને કુલેને અલંકારરૂપ હતી. નાનાકને પુત્ર ગંગાધર નામે હતો; એનાં કાર્યો કે વિદ્વત્તા
૬૦. સોમેશ્વર પિતે કપિલ ગેત્રને હતો, પણ એને જન્મ વૈજવા૫ ગોત્રના મુંજા ગામમાં થયે હતો. આ ઉપરથી અનુમાન થાય છે કે શું જા એના માતામહનું ગામ હશે. જુઓ રામલાલ મોદી, “આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રન્થ, પૃ. ૩૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org