________________ પ્રશસ્તિ દેહરા દિવ્ય જ્યોતિ રાજચંદ્ર આ, ઉજાળ શિવપંથ; દિવ્ય ચંદ્રિકા જ્ઞાનની, વિશ્વ વિષે વરવંત. અમૃત જ્યોતિ રાજ આ, અમૃત ગુણનું ઠામ; અમૃત સુખમાં લીન થઇ, અમૃત પામી નામ. શાશ્વત જેતિ રાજ આ, શાશ્વત યશનું ધામ; શાશ્વત સુખમાં લીન થઈ, શાશ્વત પામી નામ. સહજાન્મસ્વરૂપસ્વામી જે, પરમ કૃપાળુ દેવ; ચૈતન્યમૂર્તિ શુદ્ધ જે, સમયસાર સ્વયમેવ; દિવ્ય દૃષ્ટા ગીશ્વરા, દિવ્ય જ્ઞાનીશ્વર જેહ, દિવ્ય દૃષ્ટિ આત્માર્થની, અપ ગયા ગુણગેહ, શુદ્ધ સનાતન આત્માને, શુદ્ધ સનાતન ધર્મ; જગદ્ગુરુ જે કહી ગયા, દેનાર શિવશર્મ ધર્મમૃત્તિ અનન્ય છે, જ્ઞાનતણુ અવતાર; સત્ય ધર્મ મહાવીરને, કરી ગયા ઉદ્ધાર; વિરલ વિભૂતિ વિશ્વની, ભારત તિર્ધાર; તિ દિવ્ય જે વિશ્વમાં, કરી ગયા વિસ્તાર અચિંત્ય ચિન્તારત્ન જે, અચિન્ય સત્ કલ્પવૃક્ષ કળિકાળમાં જે થયા, રાજચંદ્ર પ્રત્યક્ષ જે પુણ્યશ્લોક પુરુષના, પુણ્ય નામની આજ; ગુણગણગાથા ગાય છે, સવે સંત સમાજ; અમૃતસિંધુ તે રાજનું, અમૃતબિન્દુ માત્ર; દાસ ભગવાને મંથી આ, ગૂં ગ્રંથ સપાત્ર. ( આઠ દેહરાને સહસંબંધ) પૂર્ણ કલા રાજચંદ્ર આ, અધ્યાત્મ રાજચંદ્ર, પૂર્ણ કલાથી કીર્તતે, અધ્યાત્મ રાજચંદ્ર બે હજાર બાવીશ ને, પોષ શુકલ દિન બીજ; પૂર્ણ કલાને પામિયે, શુલશશિ શું બીજા (બે દેહરાને સહસંબંધ) એક આઠ (108) શ્રી રાજને, પામી સિદ્ધપ્રસાદ; એક આઠ પ્રકરણ તણે, રચ્યો સિદ્ધપ્રાસાદ. 14 રાજચંદ્ર ગુણ ગાવત, અધ્યાત્મ રાજચંદ્ર; પદે પદે પિકારત, જય! જય! જય! રાજચંદ્ર! 13