________________
૪૦
અધ્યાત્મ રાજચંદ્ર એ કાવ્યમાં ઔષધશાળા, નિશાળ, કન્યાશાળા, પુસ્તકશાળા, હુન્નરકળા, દેશહિત આદિ સારાં કામમાં ધન ખર્ચવા-દાનને પ્રવાહ વહાવવા શ્રીમંતોને ઉધન કર્યું છે પુણ્ય સાથે આવ્યાનું સમજી, દામની નહિં રાખે દરકાર નાણું ચંચળ મનમાં સમજે, ધન્ય દીસે તેને અવતાર. દેશહિત ને દેશદાઝથી દ્રવતું શ્રીમનું હૃદય ધોળે દાડે ધાડ એ ૧૮ દેહરાના કાવ્યમાં આધુનિકેએ આજે પણ ધડો લેવા ગ્ય ધોળે દહાડે ધાડ’ના સત્તર જવલંત ઉદાહરણે માર્મિક કટાક્ષથી પોકારે છે–કે છે–
વૃથા જન્મ વેગે કરી, વાવે વિષનાં ઝાડ; તે નર દેખે દૃષ્ટિએ, ધોળે દાડે ધાડ. જે નગરીમાં નીકળે, પંડિત કવિની પાડ; તે નગરીમાં લેખ, ધોળે દોડે ધાડ. કેસર હળદર એક જ્યાં, એક વિબુધ ભરવાડ; પૂછ્યા વણે ત્યાં પખજે, ધોળે દાડે ધાડ. ખરે વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાડ; વાત વડી અન્યાયની, પેળે દા'ડે ધાડ. કર ડરથી કંપી જઈ, રિયત નાખે રાડ; તે રાજાના રાજ્યમાં, ધોળે દાડે ધાડ. ગજવા-કાનૂન જ્યાં ગમે, લાંચ આંચ વણસાડ; ન્યાય નિત્ય વેચાય ત્યાં, ધૂળે દાડે ધાડ. સપ્તદશ દુહા સુણી, હરો દેશરંજાડ;
ટેકે ટળવા “રાય આ, ધોળે દા'ડે ધાડ.” અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર એ ચાર વર્ણની અવદશાનું સ્વભાક્તિથી તાદશ્ય આબેહુબ શબ્દચિત્ર આલેખતા “આર્યભૂમિના પુત્ર કાવ્યમાં દેશદુઃખ દિલ દાઝ થકી દિલ ઠાલવું,” એમ દેશદુઃખની દિલદાઝ–અંતરુદાઝ ઠાલવી, આ મહા દેશહિતસ્વી કવિએ તેવી જ સ્વભાવક્તિથી આર્ય પ્રજાની પડતીનો કરુણ ચીતાર તાદશ્યપણે રજ કરતા “ આર્ય પ્રજાની પડતી' કાવ્યમાં પિતાની હૈયાવરાળ પેટ ભરીને બહાર કાઢતાં આર્ય પ્રજાને ભાવપૂર્ણ ઉદ્બોધન કર્યું છે. (રેળાવૃત્ત) “માન માટે કંઈ કોડ રૂપિઆ ખર્ચ ઉધારે,
પરમારથમાં પાંચ ખરચતાં ફાંફાં મારે; કંઈ સ્વારથને માટે આબરૂ અળગી મૂકે, છળ પ્રપંચ ને કપટ, દગો કરતાં નવ ચૂકે. ગયું જાતિ અભિમાન, દેશ અભિમાન ગુમાવ્યું, દેશદુઃખની દાઝ, દયા ને શૂર ડુબાવ્યું બેપરવા થઈ પ્રજા સ્વાર્થમાં અંધાપાળી, રાજન્યાય નવ જુએ, ગોરી બાજુ કે કાળી.