________________
૭૪૦
અધ્યાત્મ રાજચંદ્ર કર્મરૂપ પગ જ આગળ ચાલવા ના પાડે ત્યાં શું થાય ? આયુષ્ય જ જ્યાં થાકવા - માડ્યું ત્યાં ઉપાય શું? ભોગવ્યાથી જ નિર્જરાય એવા “નિકાચિત’–ચીકણા બાંધેલા વેદનીય કર્મ જે ભગવ્યા વિના છૂટકો જ નથી, એ નિકાચિત ઉદયમાન-ઉદય પામી રહેલ થાક પગે ગ્રહણ કર્યો—આયુષ્ય થાકવા માંડયું; હવે આયુષ્ય તે તેટલું છે નહિં અને વેદનીય તે હજુ આટલું બધું બાકી છે, તે આટલા થડા આયુષ્યમાં તે કેમ વેદી શકાશે? એ ઉદયમાન થાક પગને લાગે-લાગવા માંડયો. અર્થાત્ નિકાચિત બાંધેલું વેદનીય કર્મ ભેગવ્યા વિના–વેદ્યા વિના છૂટકે નથી અને તે આ ભવમાં ભોગવી લેવાય તેટલું આયુષ્યસમય હવે રહ્યો નથી, ત્યાં ગમે તે આત્મપુરુષાર્થઆત્મવીર્ય સ્કુરાવાય તે શું કામ આવે ? અથાક આત્મપુરુષાર્થ છતાં આયુષ્ય જ
જ્યાં થાકયું—આયુષ્યને જ થાક લાગવા માંડ્યો ત્યાં શું ઉપાય? પુરુષાર્થની ખામી નથી, આયુષ્યની ખામી છે; આત્મપુરુષાર્થ બળ પરિપૂર્ણ છતાં આયુષ્યબળ ઊણું છે. આયુષ્ય જે યારી આપી હોય તે આ છેવટના ભવને પણ હિસાબ પતાવી દેવાય-ચૂકતે કરી દેવાય અને કર્મના ખાતાં ખતમ કરાય, એ આત્મસ્થાને મહા વીરપણું દાખવનારા આ મહાવીર્યવાન મહા વીર પુરુષને અનન્ય આત્મપુરુષાર્થ છે, અને તે હજુ પણ ઓર જોરશોરથી ચાલુ જ છે. કારણકે આયુષ્યઅંતના એક માસ પૂર્વે–ફા. વદ ૩ના દિને આ અમૃત પત્ર લખાય છે, તે પછી જીવનના અંત પર્યત પણ તેઓ અખંડ શુદ્ધ આત્મપરિણામધારાથી સત્તાગત કર્મોનું યથાસંભવ ક્ષપણ કરવામાં પૂર્ણ આત્મપુરુષાર્થથી પ્રવર્યા જ છે. એટલે આમ પરમ આત્મપુરુષાથી અસહાય આત્મપરાક્રમી શ્રીમદ્દનાઅખંડ પુરુષાર્થ પ્રત્યે દષ્ટિ કરતાં, તેઓ અત્રે માર્મિકપણે ગૂઢાર્થમાં જણાવેલા આ ઘણી આત્મત્વરાથી પૂરે કરવા ધારેલા પ્રવાસની પૂર્ણતાની દિશામાં કેટલી પ્રગતિ કરી ગયા હશે તે તેમના જેવા વિશિષ્ટ અતીન્દ્રિય જ્ઞાની વિના કેણ કહી શકે ?
આ ગમે તેમ છે, પણ અત્યારે પણ અંતરમાં શી સ્થિતિ છે? તે સ્પષ્ટપણે દર્શાવતું આત્મસંવેદન પરમ આત્મપુરુષાથી શ્રીમદ્દ અત્ર સ્પષ્ટ દાખવે છે—જે
સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પૂર્વે જ્ઞાનમાં પ્રતિભાસમાન એવું પૂર્વનિર્દિષ્ટ જે સ્વરૂ૫ છે તે અન્યથા–અન્ય પ્રકારનું થતું નથી એ જ અભુત-ચમત્કાર પમાડે એવું આશ્ચર્ય છે ! અમારૂં જે સ્વરૂપ છે–સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ જે સ્વરૂપ છે તે “અન્યથા” -અન્ય પ્રકારનું થતું નથી, સહજાન્મસ્વરૂપે જે સ્થિતિ હતી તે તેમજ છે–સહજાન્મસ્વરૂપે જ નિરંતર સ્થિતિ કર્યા કરે છે, જીવન્મુકતદશા જ અમે અનુભવી રહ્યા છીએ એ જ અદૂભુત–પરમ ચમત્કાર પમાડે એવું આશ્ચર્ય છે! આ સહજાન્મસ્વરૂપસ્થિતિરૂપ સ્વરૂપમાં “અવ્યાબાધ’–સમયમાત્ર પણ પરમાણુમાત્ર આબાધાન ઉપજે એવી નિરાબાધ અખંડ સ્થિરતા છે. અને અવ્યાબાધસ્થિરતાસંપન્ન આત્માની આ પરમાનંદનિમગ્ન અવ્યાબાધ સ્થિતિ છે તે વખતે શરીરની સ્થિતિ કેવી છે?—“પ્રકૃતિ ઉદ્યાનુસાર કંઈક અશાતા મુખ્ય વેદી શાતા પ્રત્યે. * શાંતિઃ શરીરપ્રકૃતિની વેદનીય ઉદયાનુસાર